________________
(૪) કાળ તત્ત્વ !
૭૫
૭૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : ભક્તની કોટિ તો કાળમાં આવીને ? રિલેટિવમાં આવ્યું ને ?
દાદાશ્રી : આ તો મને બોલતા ના ફાવ્યું એટલે ભક્ત બોલું છું, બાકી આ તો બધા જ્ઞાની કહેવાય. આપણામાં ભક્તો તો બોલતા નથી ને, મહાત્મા બોલે છે. જો આ જ્ઞાનમાં, પાંચ આજ્ઞામાં રહે તો કાળ, કર્મ ને માયા નડે નહીં.
પ્રશ્નકર્તા: મોક્ષ મેળવવા માટે જે સાપેક્ષ છે, જે કાળથી બંધાયેલો છે, તેનું અવલંબન લઈએ તો આપણે મોક્ષ પામી શકીએ ખરાં ?
દાદાશ્રી : એની જરૂર જ નહીં ને આપણે. એ તો કાળથી બંધાયેલો છે, તે એ કાળ આવશે એટલે છૂટો થઈ જશે. આપણે તો આપણું જુદું પદ છે.
પ્રશ્નકર્તા : બરોબર છે, પણ એ કાળનું અવલંબન લઈએ તો આપણે પહોંચીએ ખરાં ?
દાદાશ્રી : કાળનું અવલંબન લેવાનું જ નહીં ને !
પ્રશ્નકર્તા ઃ લેવાનું નહીં એ વાત બરોબર છે, પણ લઈએ તો પહોંચાય ખરું?
દાદાશ્રી : લઈએ જ નહીં ને પણ, લે તો એનું બગડશે. કાળની જરૂર જ શું અવલંબન લઈને ? અને એવો કોઈ કાળ છે તે સ્થિર કાળ હોતો જ નથી કે જેનું અવલંબન લે. સરકતો કાળ છે, સરક્યા જ કરે.
પ્રશ્નકર્તા : પણ તેમાં જે ‘હુંપણું બંધાયું અને “મારાપણું બંધાયું, એ તો સ્થિર કાળને ?
દાદાશ્રી : ના, એય સ્થિર કાળ નહીં, સરકતો જ કાળ. આ કાળ તો સરક્યા જ કરે. એટલે એની જોડે સંબંધ જ ના થાય ને ?
જ્ઞાની, કાળાતીત ! પ્રશ્નકર્તા : ભગવાન કાળાતીત છે, અસમય. સમયથી નથી
મળતા, કોઈ સાધનથી નથી મળતા. અને આપણે બધા સમયમાં જન્મીએ છીએ, રહીએ છીએ અને આ બધી લીલા ને સ્વપ્ન જોઈએ છીએ, તો કાળમાં રહીને કાળાતીતને કેમ પકડાય ?
દાદાશ્રી : ના, ના, હું કાળથી પર છું, દ્રવ્યથી પર છું, ક્ષેત્રથી પર છું, ભાવથી પર છું અને ભવથી પણ પર છું. દેહથી પણ પર છું, મનથી પણ પર છું, વાણીથી પણ પર છું. એ વાત ખરી છે. દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવ એ અમને ના હોય. કોઈ અમને બંધનમાં બાંધે નહીં. સમય અમને બંધનમાં બાંધે નહીં. અને તમારે તો સૂવાના ટાઈમે, હવે મારો ટાઈમ થઈ ગયો, કહેશે. એ ટાઈમથી બંધનવાળા. ક્ષેત્રથી બંધન, મને અહીં વગર ઊંઘ નહીં આવે. ત્યારે મૂઆ, અહીં આગળ બંધાઈ ગયેલો છું તું !
પ્રશ્નકર્તા : આ બધી તો મનની લીલા થઈ, પણ આ જે શ્વાસવાસ ચાલે છે એ પણ કાળ જ છે ને ?
દાદાશ્રી : એમાં આપણે શું લેવાદેવા ? શ્વાસોશ્વાસ, આ શરીરથી ‘હું બિલકુલ જુદો છું.
પ્રશ્નકર્તા : જીવતા મરેલા જેવી સ્થિતિ થાય તો એ કાળાતીત સ્થિતિમાં પહોંચ્યા કહેવાય, આપની જેમ ?
દાદાશ્રી : પણ એવું થવું જોઈએ ને ! જીવતા મરેલા. મરેલા તરીકે જીવે, તો છોકરો છે તે પૈસા ઊડાડતો હોય તો પેલો મરેલો માણસ શું કરે ? જોયા કરે. એવું જીવન હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ, તેમાંથી કયું ફેક્ટર મહાત્માઓને વિશેષ કરીને સન્મુખ થાય ?
દાદાશ્રી : એવું છે, આપણે હવે શું થયું ? પરદ્રવ્ય સ્વરૂપ હતા, તે સ્વદ્રવ્ય સ્વરૂપ થયાં. પરક્ષેત્રમાં હતાં તે સ્વક્ષેત્રમાં આવ્યા. પર કાળમાં હતાં તે સ્વકાળમાં આવ્યા. સ્વકાળ કેવો છે ? સનાતન છે ને પરકાળમાં વિનાશી હતું. અને સ્વભાવમાં આવ્યા, પરભાવથી