________________
(૪) કાળ તત્ત્વ !
૩૩
પ્રશ્નકર્તા : અહીં તો એ ટાઈમે જવાનું જ છે.
દાદાશ્રી : હા, નહીં તો તમે કહો કે ‘જાવ’, તોય નહીં જાય. તમે કહો કે હવે આજે તમે જાવ તો અમારે જરાક કામ છે.' ત્યારે કહે, ‘હું પરમ દાડે ચોક્કસ જતો રહેવાનો છું. તમે તમારે એ કરજોને, તમે નહીં હોય તો મારે ચાલશે, હું ખાવાનું કરી લઈશ.' પણ એ જાય નહીં. એનો કાળ ચોંટેલો છે, એ કાળ પૂરો થયા વગર સંયોગ છોડે નહીં ને ! પણ તે કેટલીક જગ્યાએ તો એવું હોયને પાછું ! મહેમાન આવ્યા હોય તો ‘હવે ક્યારે જશે, ક્યારે જશે' એવું મનમાં રહે. હવે એ આપણા મહાત્માઓ જાણે કે વ્યવસ્થિત છે અને સંયોગો વિયોગી સ્વભાવના છે. એટલે પછી એના મનમાં જે અવળા ભાવ આવે તોય પણ પ્રતિક્રમણ કરે ને ! કરે કે ના કરે, અવળા ભાવ આવે એટલે ? અવળા ભાવ તો આવે જ મનુષ્યમાત્રને. પણ પછી પ્રતિક્રમણ કરે આ બધા. એ વિયોગી સ્વભાવના છે, પછી શું કામ તું આમ કર્યા કરું છું ? વિયોગી સ્વભાવના નથી ?
પ્રશ્નકર્તા: વિયોગ જ છે. સંયોગ થયો એ વિયોગ થવાનો જ. દાદાશ્રી : એની મેળે જ થઈ જાય છે, પછી સુખ હોય કે દુ:ખ હોય. સુખય વિયોગી છે, દુઃખેય વિયોગી છે. સુખ કાયમનું ઊભું રહે ખરું ? આ સુખ જ ન હોય ને ! આ તો કલ્પિત, કલ્પના છે ખાલી. પ્રશ્નકર્તા : સિનેમાના રોલ જેવું છે આ તો.
દાદાશ્રી : જગત અનાદિથી વહેતું જ છે. એટલે આમાં કોઈ સંયોગો રહે નહીં. થોડીક વાર દેખાય ને પૂરું !
પ્રશ્નકર્તા : કાળનો પ્રભાવ ખરો ?
દાદાશ્રી : કાળ તો બધે જ. કાળ કંઈ ખોટો નથી, આપણી સમજણ ખોટી છે.
તેથી કેટલાક કાળમાં ધર્મનો વિજય હોય છે. આ કાળમાં એવું દેખાય કે અધર્મનો વિજય થાય. ખરેખરું તેમ બનતું નથી.
૩૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
ભાવોનો રાજા ‘પોતે' જ !
પ્રશ્નકર્તા ઃ તો દાદા, એવી કંઈ વિધિ ખરી કે હવે કાળને સુધારી શકીએ ? સારો કાળ લાવી શકાય ?
દાદાશ્રી : તમારી ભાવના ફરે તો સારો કાળ આવે. ભાવના ખરાબ થાય તો ખરાબ કાળ આવે.
પ્રશ્નકર્તા : એટલે ભાવની અસર કાળ ઉપર આવે છે ?
ને
દાદાશ્રી : ભાવ ઉપર જ ને બધું. એ કાળને કશું લેવાદેવા નથી. એ નથી સુકાળ કે નથી દુકાળ. તમારો ભાવ સારો હોય તો સુકાળ અને ભાવ અવળો હોય તો દુકાળ.
પ્રશ્નકર્તા : એટલે આપણા ભાવથી આપણને કાળ પાસેથી જે જોઈએ તે મળી શકે ?
દાદાશ્રી : બધી ચીજ મળી શકે. તમે જ રાજા છો. આ બધા ફેરફાર આપણા ભાવથી થાય છે.
પાંચ આજ્ઞા બતાવે કાળથી પર !
પ્રશ્નકર્તા : ભૂત-ભવિષ્ય-વર્તમાન એ અર્થમાં સાપેક્ષતા અને કાળ, અને નિર્પેક્ષતા અને કાળ, એ બેના કાળમાં શું ફેર ?
દાદાશ્રી : નિર્પેક્ષતાને કાળ ટચ થતો જ નથી, નિર્પેક્ષ વસ્તુને. સાપેક્ષને જ આ કાળ ને બધું લાગે છે.
પ્રશ્નકર્તા : હવે સાપેક્ષમાં નર્યો ભૂતકાળ જ છે.
દાદાશ્રી : એ ભૂતકાળ કહો કે જે કહો તે પણ સાપેક્ષને લાગુ થાય છે આ બધું. નિર્પેક્ષને તો કશું લાગું જ ના થાય, એનું નામ નિર્પેક્ષ. ભગવાન નિર્પેક્ષ છે. કશું અડે નહીં ને નડેય નહીં, ટાઈમીંગબાઈમીંગ, તેથી તો આપણે બોલીએ છીએ ને, કે દાદાના ભક્તોને કાળ, કર્મ ને માયા અડે નહીં.