________________
(૪) કાળ તત્ત્વ !
ખરો ? બિગીનીંગ ને એન્ડનું ચક્કર જે છે એને પોતાનો કાળ છે, એ સાપેક્ષ કાળ છે ?
૩૧
દાદાશ્રી : હા, સાપેક્ષ કાળ જે છે, એ જોનારનો એ કાળ નથી. જે બિગીનીંગ જુએ છે, એન્ડ જુએ છે, એ જોનારનો કાળ નથી. હવે બુદ્ધિ એ બિગીનીંગ-એન્ડ જુએ. બુદ્ધિ બિગીનીંગ થયું એય જુએ ને પણ સર્વાંશે નથી જોઈ શકતી. માટે આપણે એને (બુદ્ધિને) દ્રષ્ટા નથી
માનતા.
પ્રશ્નકર્તા ઃ હવે જ્યાં સર્વાશ દર્શન છે ત્યાં કાળ ખરો ? દાદાશ્રી : જે દર્શન છે એને કાળ નથી. દૃશ્યમાં કાળ છે, દ્રષ્ટામાં કાળ નથી.
કાળ તથી ઈલ્યુઝન !
પ્રશ્નકર્તા : અમુક લોકો તો કહે છે કે આ ટાઈમ પણ એક ઈલ્યુઝન (ભ્રાંતિ) છે.
દાદાશ્રી : ના, ના, ઈલ્યુઝન નહીં. દુનિયાની કોઈ ચીજ ઈલ્યુઝન નથી. નથીંગ ઈઝ ધી ઈલ્યુઝન. ઈલ્યુઝન ઈઝ ધી ઈલ્યુઝન. નૉટ ઈલ્યુઝન ઈઝ ધી ઈલ્યુઝન. (કોઈ ભ્રાંતિ નથી. ભ્રાંતિ છે તે જ ભ્રાંતિ છે. ભ્રાંતિ નથી લાગતી તે જ ભ્રાંતિ છે.) આપ રેતીનાં રણમાં જાવ અને ત્યાં પાણી દેખાય આગળ આગળ, એ ઈલ્યુઝન છે. ઈલ્યુઝન ઈઝ ઈલ્યુઝન. બીજી કોઈ ચીજ ઈલ્યુઝન છે જ નહીં. થોડું ઘણું સમજમાં આવ્યું કે નહીં ? મગજમાં ઉતરે એવી વાતો નથી ? આ તો બુદ્ધિથી પરની વાતો છે ને જગતમાં બુદ્ધિની વાતો છે.
આ પ્રવાહને મેં જોયેલો છે. આ પ્રવાહ કેવી રીતે વહી રહ્યો છે, બધું સમજવું તો પડશેને ? આમ ગખ્ખું ચાલે કંઈ ?
સંયોગ હોય સંયોગકાળ સાથે જ !
આ જગતમાં બધું થઈ રહ્યું છે તે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
એવિડન્સ છે. આ સંજોગો જ છે. કોઈ આનો કર્તા નથી. સંજોગો જ બધું ચલાવે છે. સંજોગો ભેગા થાય ને કાર્ય થાય. સંજોગ કોણ ભેગા કરે છે ? કોઈ ભેગા કરતું નથી. એની મેળે, સંજોગકાળ એને ભેગા કરે છે. અમુક કાળે જે બનવાનું હોય ને, તે કાળ તત્ત્વ છે.
૩૨
સંયોગી પુરાવા બધા ભેળા ન થાય ત્યાં સુધી કોઈથી ચા પણ ના બનાવાય. દરેક સંયોગ કાળ સહિત જ હોય.
સંયોગ અને સંયોગકાળ બે સાથે જ હોય અને સંયોગકાળનું પ્રમાણ બહુ વધી જાય એટલે અટકણ આવીને ઊભી રહે. તો તે ખોળી કાઢજો. અને તેનો સતત પરિચય થાય, વધુ કાળ એ જ સંયોગો હોય ત્યારે સમજી લેવું કે આ અટકણ આવી.
આઠ ને પાંત્રીસ મિનિટે શું થવાનું છે ? તે કાળનાં લક્ષમાં જ હોય. એ એવિડન્સ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભવ. આ બધાં ભેગાં થાય ત્યારે કાર્ય થાય. આ બધાને કાળ ભેગો થાય ત્યારે બધું કાર્ય થઈ જાય.
સંયોગો માત્ર વિયોગી સ્વભાવતા !
એવું છે ને, જેનો જેનો હિસાબ હોયને તેને ત્યાં જ સંઘરે. હવે અમે આવીશું ત્યારે દસ દહાડા મુંબઈને મળશે. વધારે મળવાનું નહીં ને ! બીજું કશું છે નહીં. સંયોગો ને શુદ્ધાત્મા બે જ છે. મહીં મનમાં વિચાર આવે, દેખાયો એટલે આપણે જાણ્યું કે આ સંયોગ આવ્યો, તે સૂક્ષ્મ સંયોગ અને તે સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે.
એટલે તમારે એવું નહીં કહેવું પડે કે આ જાય તો સારું. અહીં આગળ બધા મહેમાનો આવ્યા કરવાના ને ? વડોદરેથી આવે, આમથી આવે, બધા આવ્યા કરવાનાને ? આવ્યા તેને ‘આવો, પધારો’ કહે, પછી એની સેવા કરે પણ ક્યારે જાય એવું વિચાર જ ન કરે ને ! કારણ કે આ તો બધા જ્ઞાનને જાણી ગયેલા કે સંયોગો વિયોગી સ્વભાવના છે.