________________
(૪) કાળ તત્ત્વ !
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
ટુકડા નહીં, પીસીસ નહીં. એટલે કાળમાં સમય આવે છે, છેલ્લામાં છેલ્લો. એ અવિભાજ્ય ભાગ એનો.
હવે કાળ બે પ્રકારના. એક વ્યવહાર કાળ એને આપણે શું કહીએ છીએ ? પળ, વિપળ, પછી મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, પખવાડિયું, મહિનો, અને ઠેઠ વર્ષ સુધી આપણે બોલીએ છીએ. જ્યારે મૂળ ખરો કાળ નિશ્ચય કાળ એ સમય કહેવાય છે.
કેટલા ભાગને અમારે સમય કહેવો ? ત્યારે કહે, આ અણુ રૂપી છે, તેનો નાનામાં નાનો ભાગ પરમાણુ કહેવાય છે. અણુ છે તે વિભાજય હોય. આ લોકો અણુ હોય તે તોડે, પણ પરમાણુ અવિભાજય હોય. હવે પરમાણુ આખા બ્રહ્માંડમાં ભરેલા છે. એક પરમાણુ બીજા પરમાણુને આમ ઓળંગે અથવા એક પરમાણુ એક સ્પેસના પ્રદેશને ઉલ્લંઘન કરે છે, ગતિ કરતાં કરતાં આખું પરમાણુ ઓળંગે એને સમય કહ્યો. એ નિયમ રાખ્યો.
જે વ્યવહાર કાળ છે તે રિલેટિવ છે અને નિશ્ચય કાળ છે તે રિયલ છે.
પ્રશ્નકર્તા : વ્યવહાર કાળ એટલે આ બધાં વર્ષે ગયાં, આજ બે વર્ષ થયાં, આજ પાંચ વર્ષ થયાં છે ?
દાદાશ્રી : વર્ષો, મિનિટ, સેકન્ડ, બાર વાગ્યા, આટલા વાગ્યા, એ બધું રિલેટિવ અને નિશ્ચય કાળના તો પરમાણુ છે પદ્ધતસરના, એના પોતાના. એટલે અવિનાશી છે, રિયલ છે. એ દ્રવ્ય છે એક જાતનું, તત્ત્વ છે.
પ્રશ્નકર્તા : એ જે ટાઇમ કહ્યો, સમય, એ આપણે જોઇ શકીએ નહીં ?
દાદાશ્રી : નહીં, સમય વસ્તુ દેખાતી નથી. પ્રશ્નકર્તા : આઠ વાગ્યા, એમ કેમ કહીએ છીએ ?
દાદાશ્રી : એ તો વ્યવહાર કાળ. એ તો આપણે ગોઠવેલો વ્યવહાર કાળ. નિશ્ચય કાળ કહેવામાં આવે છે તે હોય આ. નિશ્ચય કાળ તો સમયને કહે છે. તે પછી આગળ વધતો વધતો કાળ. સમય પછી મેષોન્મેષ, આ આંખના પલકારા મારે છે તે, એમ કરતું કરતું મિનિટ, કલાક, વર્ષો ચાલે પણ મૂળ અહીંથી શરૂઆત થઈ ગઈ.
સમયસાર સુધી જગત પહોંચ્યું નથી. આ કાળનું અવિભાજ્ય સ્વરૂપ તે સમય. કાળનું ભાજ્ય સ્વરૂપ ક્યાં ક્યાં કહેવાય ? આ તો વર્ષ દહાડો એના ભાગાકાર કરે તો બાર મહિનાથી ભાગી શકાય. મહિનાના ભાગાકાર કરે તો ત્રીસ દહાડાથી ભાગી શકાય. દિવસને ભાગાકાર કરે તો ચોવીસ કલાકથી ભાગી શકાય, કલાકને ભાગાકાર કરે તો સાઈઠ મિનિટથી ભાગી શકાય, મિનિટને ભાગાકાર કરે તો સાઈઠ સેકન્ડથી ભાગી શકાય, પણ સેકન્ડના નાનામાં નાનો ભાગ તેને સમય આ લોકોએ શોધખોળ કરી છે. સ્પિરિચ્યુંઅલ સાયન્ટિસ્ટોએ કેવી શોધખોળ કરી છે, આ વિજ્ઞાનીઓએ ! આ મહાવીર સ્વામી ને ચોવીસ તીર્થકરોએ, એમના વખતમાં. કાળનો નાનામાં નાનો ભાગ, એ સમય સુધી પહોંચેલા હતા. મારે તો પાંચસો સમય સુધી નથી, એ એક સમય પર પહોંચ્યા'તા.
એ સમયને ઓળખે તેને કેવળજ્ઞાન થાય. આપણા લોકો પળને જાણે, વિપળને જાણે, પણ વિપળથી આગળ ના જાણે. આપણા લોકો અણુ સુધી પહોંચ્યા પણ પરમાણુને ન પહોંચ્યા. પરમાણને પહોંચે તો કેવળજ્ઞાન થાય. સ્પેસ તો બધું સમજે નહીં ને આપણા લોકો હજુ !
ભગવાનનું એક સમયનું રિવોલ્યુશન હોય. આ લોકોને સેકન્ડનું રિવોલ્યુશન ના હોય. કાળનું યુનિટ સમય. જો સમયનું રિવોલ્યુશન થાય તે કેવળજ્ઞાની.
કાળ હોય દયને, દ્રષ્ટા નહીં ! પ્રશ્નકર્તા: જે કાળ પ્રવર્તે છે એમાં જે સાપેક્ષ કાળનું પ્રવર્તન છે અને દરઅસલ જેની સાંનિધ્યમાં આ બધું ફરકે છે તેમાં કાળ
વામા આવેલ સરના