________________
(૪) કાળ તત્ત્વ !
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : ક્રમિક ક્રિયા થાય, પણ એ સમયના ગાળામાં જ ખરીને ? સમય આધીન તો ખરીને એ ક્રિયા ?
ફરે ને તો નાશ થઈ જાય બધી. આ અમુક સિલ્લક થાય પછી બધું બંધ. નહીં તો તો આ દુનિયામાં પાર જ ના આવે ને ! બે ચોવીસીઓ પૂરતી, એક અવસર્પિણીની ચોવીસી અને એક ઉત્સર્પિણીની ચોવીસી. ૪૮ તીર્થંકરો થાય અને તેની અંદર જે હોય તે બધું. પછી ખલાસ થઈ જાય.
નિશ્ચય તે વ્યવહાર કાળ ! પ્રશ્નકર્તા : સમય શું છે ? જન્મ-મરણ વચ્ચેનો જે કાળ છે, એ સમય જ છે ?
દાદાશ્રી : ના, એ એક્લો સમય નથી. જન્મ-મરણ વચ્ચે તો બધા બહુ સમય હોય, બે-ચાર વખત તો ડાયવોર્સ થયેલાય હોય. સમયનો અર્થ શું થાય ? નવાને જૂનું કરવું ને જૂનાને નવું કરવું એ સમયનો અર્થ. હવે બીજું સમયને માટે કંઈ જાણવું છે ? આનો અર્થ આ થાય.
પ્રશ્નકર્તા : આ તમે જે કાળ કહો છો, કાળ શબ્દ જે વાપરો છો તેમાં એક વિચારની ગાંઠ ફૂટી, વિચાર શરૂ થયો, તેનો અંત આવ્યો, એના ગાળાને કાળ કહો છો ?
દાદાશ્રી : ના, એ કાળ તો બહુ મોટો કહેવાય. પ્રશ્નકર્તા : તો કાળ કોને કહો છો ?
દાદાશ્રી : કાળ તો છે તે આ ખમીસ મેલું છે, એટલું કહેવા જઈએ ને, તે પહેલા તો કાળની બહાર નીકળી ગયા હોઈએ. કાળ તો સમય પરિણામિક છે.
પ્રશ્નકર્તા : આ ક્રમિક ક્રિયા જે છે, એ કાળની અંદર છે કે કાળથી બહારની છે ?
દાદાશ્રી : જાડા કાળની. કેટલોય કાળ, સંખ્યાત કાળ ભેગો થાય ત્યારે ક્રમિક ક્રિયા થાય.
દાદાશ્રી : ક્રમિક ક્રિયા બધી સમયના આધીન. સમયના આધીન કોઈ મૂળ અવિનાશી વસ્તુ (તત્ત્વ) નથી.
પ્રશ્નકર્તા : આ સમયના આધીન જે ક્રિયા થઈ રહી છે અને એના દ્વારા પ્રગતિ થશે એવું જે માને, તો તો પછીએ ક્યારેય મુક્ત ના થાય ને, દાદા?
દાદાશ્રી : ના, તે ક્યારેય મુક્ત ના થાય. સમયના આધીન તો ફક્ત પુદ્ગલ એકલું જ છે. મુક્તિ સમયના આધીન નથી.
પ્રશ્નકર્તા : આ પેલા જૈન પરિભાષામાં ‘સમય’ શબ્દ આવે છે ને જે તીર્થંકરોએ કહ્યો છે, શબ્દ સમય, એ જરા સમજાવોને કે સમય શું છે ?
દાદાશ્રી : તું સમય શાને કહું છું ?
પ્રશ્નકર્તા : નાનો-મોટો સર્વ કાંઈ જે વીતી રહ્યું છે કે, પાસ થઈ રહ્યું છે એ સમય.
દાદાશ્રી : ઓહોહો ! બરોબર. એટલે મૂળ વસ્તુ તે તું સમય કહું છું. એટલે કાળના નાનામાં નાના ભાગને સમય કહેવામાં આવે છે. પછી આગળમાં બધા જુદા જુદા કલાક કહેવાય, મિનિટ કહેવાય, પળ કહેવાય.
આ કાળ છે, તેનું પણ વિભાજન થતું થતું થતું સમય સુધી જાય. સમયનું પછી વિભાજન ના થાય. સમયના બે ટુકડા ના થાય. હવે સમય એ એટલો બધો નાનો ભાગ છે કે આંખનો મિચકારો (પલકારો) થાય છે ને તેનાથી બહુ નાનો. આપણી જે પળ છે ને, એ પળથી સમય બહુ નાનો છે. પળનાય ભાગ થઈ જાય પણ સમયનો પછી ભાગ નથી થતો. એક સમય, બે સમય, ત્રણ સમય પણ સમયના