________________
(૪) કાળ તત્ત્વ !
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
કાળાણુ અરૂપી છે.
પ્રશ્નકર્તા : સમય નિચેતન છે કે ચેતન ? દાદાશ્રી : નિશ્ચેતન છે ને અરૂપી છે. પ્રશનકર્તા : છતાં કાળાણુ છે એના ?
દાદાશ્રી : અણુરૂપે આમ કાળાણુ વહી રહ્યો છે. કાળ અણુરૂપે છે એટલે પાછા બોલાવી શકાય છે (કાળાણુને).
એક કલ્પ પૂરતાં જ કાળાણુઓ... કૃષ્ણ ભગવાન બોલ્યા'તા, તે વાણી કાળમાં જાય અને કાળના અણુ બંધાય. ત્યારના કાળના અણુઓ છે. તે ભગવાન મહાવીર વખતનો કાળ, ઋષભદેવ ભગવાન વખતનો કાળ, એમાં જે જે બોલાયેલું હોય તે બધું આ બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ એ બધા અણુઓ હોય છે. એને બોલાવનાર જોઈએ તો ફરી એ જ પાછું બોલે. આજે ખેંચીએ તોય બોલાય, એના એ જ શબ્દો નીકળે.
પણ એ બધી આપણી શક્તિઓ, વિદ્યા બધી ખલાસ થઈ ગઈ છે. નહીં તો બધું ઉપયોગમાં લેતા'તા. આજે કોઈ સાધના કરે, પ્રયોગ કરે તો એ અણુ બોલાવીને પાછા સાંભળી શકે.
પ્રશનકર્તા : એ કેવી રીતે બોલાવી શકાય ?
દાદાશ્રી : રીત ના હોય એની. એ છે તે સાયન્ટિસ્ટો ઠેઠ સુધી પહોંચે તો બોલાવી શકે. પણ તે કોણ બોલાવી શકે ? છેલ્લી ગ્રેડના ત્રણસો સાઠ ડિગ્રીવાળા, બીજા કોઈ એ પરમાણુનું નામ લઈ શકે નહીં. પણ એવા છે હકીક્તમાં.
પ્રશનકર્તા : તો દાદા, એ શું કહેવાય ? જો કાળને પાછો બોલાવી શકે તો ?
દાદાશ્રી : એ કાળ નથી બોલાવતા. આ શું બોલ્યા'તા તે બોલાવીએ છીએ. કાળાણુ હેલ્પીંગ એટલા માટે છે કે એ ફરી તમે
સાંભળી શકો તે દહાડાનું. એ સાંભળી શકો પણ તમારી એવી શક્તિ હોવી જોઈએ. એ આ કાળમાં કોઈ શક્તિવાળો મેં જોયો નથી. અત્યારે મારી પણ એવી શક્તિ નથી.
પ્રશ્નકર્તા : તો એવી શક્તિ મેળવવી ક્યાંથી ?
દાદાશ્રી : એ શક્તિ મેળવીને શું કામ છે ? આટલું બધું શાકભાજી મળે છે, પછી એની શી જરૂર છે ? એ શક્તિ મળે તો માણસ ક્યાં જઈને બેસે પછી ? કૂદવાનું શીખે. પછી કૂદવાની નાતમાં જવું પડે. કૂદવાની નાત તમે જોયેલી ? વાંદરા સિવાય કોઈ કૂદી ના શકે, નહીં ?
આપણું વિજ્ઞાન ત્યાં સુધી હજુ ગયું નથી અત્યારે, આંતરિક વિજ્ઞાન અને કેવળજ્ઞાન સિવાય બીજા કોઈનું કામ નહીં. એ અમારે જ અટક્યું છેને, ત્યાં જ અટક્યું છે.
પ્રશ્નકર્તા : તો હિટલરના, ચર્ચાલના પરમાણુઓ હજુ હોય હવામાં ?
દાદાશ્રી : ના, વાણી ખરી, વાણીના કાળાણુ ખરાં. એ કાળાણુ બધા ફર્યા જ કરે છે. એ જ્યારે છ આરા પૂરા થશે એટલે બધું સર્વસ્વ નાશ થઈ જશે. ફરી નવેસરથી પાછું ઉત્પન્ન થશે.
પ્રશ્નકર્તા : એ બધુંય વિનાશ થઈ જશે ?
દાદાશ્રી : હા, એ જગત નાશ નહીં થવાનું. આ લોક કહેશે, પ્રલય થાય, પણ પ્રલય થાય નહીં. પ્રલય તો હોતો હશે દુનિયાનો ? સનાતન વસ્તુઓનો પ્રલય હોતો હશે ? વિનાશી વસ્તુનો પ્રલય હોય, એટલે અવસ્થાઓનો પ્રલય હોય.
પ્રશ્નકર્તા : આ જે કાળાણુ છે એમાં એક કલ્પની વાણી હોય કે અનંતા કલ્પની વાણી હોય ?
દાદાશ્રી : એક જ કલ્પની, બીજી બધી નાશ થઈ જાય. કલ્પ