________________
(૪) કાળ તત્ત્વ !
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : આ સાયન્ટિસ્ટોએ. ફૉર્થ ડાઈમેન્શન એટલે કાળ, એમ.
દાદાશ્રી : હા, તે કાળ તો ખરું જ ને ! કાળ વગર તો થાય જ નહીં. ટાઈમ તો એક પ્રકારના હોય બધાને, પણ સ્પેસ એક જ ના હોય ક્યારેય પણ, સ્પેસ જુદી જ હોય બધાની.
ટાઈમ નીકળ્યો શી રીતે ? ત્યારે કહે છે, આ જગત ગતિશીલ છે, નિરંતર ગતિનું પ્રવર્તન છે. તે એક પરમાણુ બીજા પરમાણુને ઓળંગી રહે એટલો ટાઈમ એને સમય કહ્યો.
એટલે આ કાળ એ કાળાણુરૂપે છે, અણુરૂપે છે. એ કાળ અમુક ભાગમાં આવે, ત્યારે જ પેલી બધી વસ્તુઓ કામ કરે, નહીં તો હેલ્પ કરે નહીં.
સૂક્ષ્માતિસૂમ છે તત્વોનું જ્ઞાન ! પ્રશ્નકર્તા : બીજાં તત્ત્વો સમજાય છે અને આત્મતત્ત્વ કેમ નથી સમજાયું ?
દાદાશ્રી : પેલાંય સમજાયાં નથી, એ તો ઉપરચોટિયું સમજાયેલું છે હજુ. એની ઈનર (ઊંડી) સમજણ તો આવતાં બહુ વાર લાગે.
પ્રશ્નકર્તા : દાદાજી, કાળમાં બીજું શું ઇનર સમજવાનું ? કાળ એટલે કાળ.
દાદાશ્રી : ઓહોહો ! કાળ તો એના અણુ છે એટલા બધા, આ આખી દુનિયા કાળના અણુથી ભરેલી છે. આ તો બધું બહુ ઊંડું હોય, આ તો કશું સમજાય નહીં. ઉપરચોટિયું જ સમજવાથી મોક્ષ. બહુ ઊંડા સમજીને કામ શું છે આપણે ? ગટરમાંથી પાણી જાય એટલું જાણી લેવાનું. પછી ગટર કેટલી ઊંડી ને કેટલી પહોળી, કેટલી સડી ગયેલી કેટલી કહોવાયેલી બધું આપણે જાણીને શું જરૂર ? પાણી આવે છે અહીંથી ને અહીંથી આ જાય છે. બસ એટલું જાણી લીધું એટલે
બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : તો આત્મા પણ એટલો સહેલો જ છે ને સમજવાનો, જેટલાં આકાશ, કાળ, સ્થિતિસહાયક..
દાદાશ્રી : ના, એક્ય સહેલો નથી. આત્મા તો બહુ અઘરો, આત્મા તો કોઈએ આટલોય જાણેલો નહીં, એક આટલો, વાળ જેટલોય કોઈએ.
પ્રશ્નકર્તા : પણ આપની કૃપાથી, જ્ઞાનીની કૃપાથી, આપ મળી ગયા એટલે પછી સહેલું જ છે ને ?
દાદાશ્રી : હા, પણ અહીં આપણા મહાત્મા એકલા જ જાણે. બાકી બહાર કોઈ જાણે નહીં. હિમાલયમાં રખડે, ગમે ત્યાં રખડે પણ આ સંતો-બંતો કશું જાણે નહીં, રામ તારી માયા. એ તો કહેશે, ‘ભગવાન ક્રિયેટર હૈ, યે સબ ભગવાનને બનાયા ઔર યે થંભે મેં ભી ભગવાન હૈ.” એવું બોલે. ત્યારે મૂઆ, લાકડા ક્યાંથી બાળીશું ?
કાળતું કાળાણુ રૂપે વહત ! પ્રશ્નકર્તા : કાળ અણુરૂપ છે એવું કહે છે ને ? દાદાશ્રી : હા, એટલે કાળના અણુ છે. પ્રસનકર્તા : તો એ પરમાણુ કહેવાય ? દાદાશ્રી : ના, એ અણુ બધા જુદા !
પ્રશનકર્તા : તો આ જે અણુ છે એને જડ ના કહેવાય ? કાળાણુ છે એ રૂપી નહીં ? કાળાણુ એ અરૂપી કહેવાય ?
દાદાશ્રી : બધું અરૂપી, એક જડ તત્ત્વ એકલું જ રૂપી છે.
પ્રશ્નકર્તા : દાદાજી, કાળના અનંતા અણુઓ કીધા તમે, એ અણુ એટલે આ ફિઝીક્સના જે અણુ છે એવા અણુ ?
દાદાશ્રી : હા, પણ તે આ દેખાય અણુ, આ રૂપી છે અને પેલા