________________
(૪) કાળ તત્ત્વ !
૧
દાદાશ્રી : ફક્ત નિમિત્ત.
પ્રશ્નકર્તા : પણ પહેલાં ભેગા થયેલા ખરા કે નહીં, એવું હોય કે નહીં ?
દાદાશ્રી : થયેલા ને એ બધા સંજોગો. આ જે દેહધારી આવે છે, એવું એક જ ફેરાનું ગપ્પુ નથી. અનંત અવતારથી આવ્યા કરે છે. સંજોગો બદલાયા કરે છે. જે પહેલાં ભેગા થયેલા હોય ને તો જ તે સંજોગો આજે ભેગા થાય. જેની પર અભિપ્રાય સારો બેઠો એ ભેગા થાય ને અભિપ્રાય ખરાબ થયો તેય ભેગા થાય. અભિપ્રાય ખરાબ બેઠો હોય તે દુ:ખ આપીને જાય ને અભિપ્રાય સારા બેઠા હોય એ સુખ આપીને જાય. એ અભિપ્રાય સારા બેઠા એનું નામ રાગ કહેવાય છે. અભિપ્રાય ખરાબ બેઠા એને દ્વેષ કહેવાય છે.
કાળને આધીન જે વસ્તુ સરસ લાગે છે તેનું કામેય શું છે ? આ ગુલાબ કાળને આધીન આજે સારું લાગે છે. આવતી કાલે કાળને આધીન નીરસ લાગે. આ તો કાળને આધીન સરસતા-નિરસતા છે. આત્માની સ્વસત્તા કાળને આધીન નથી. એની તો વાત જ જુદી છે. કાળને આધીન બધું ભૂલવે છે. રૂપ તો આત્માનું જ, સ્વરૂપનું જ જોવા જેવું છે.
એ છે કાળતો સ્વભાવ !
પ્રશ્નકર્તા : એટલે દાદા, એવું ખરું કે કાળને હિસાબે બધું બદલાવું જોઈએ ? અને જીર્ણ થાય એટલે પડી જવું જોઈએ ?
દાદાશ્રી : કાળ દરેક વસ્તુને જર્જરિત કરે છે. આપણે અહીં આગળ વાડા હતા, એ બહુ જૂના થઈ ગયા ત્યારે એના થાંભલા પણ પડી ગયા, તે આપણે દેખ્યું ને ?
પ્રશ્નકર્તા: હા, વચ્ચે થાંભલા પડી ગયા હતા.
દાદાશ્રી : પણ કાઠિયાવાડી ભાષામાં વાડો. આ થાંભલા બે પડી
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
ગયા છે, આ આમ થઈ ગયું છે. પેલી બાજુ છાપરાં ઉપર નળિયાં તો છે નહીં. એને વાડા કેમના કહીએ ? એ જ્યારે હતા ત્યારે બહુ કિંમતી હતા. હવે એનું ડિમોલીશન કરીને ઉપર મકાનો બાંધી દીધાંને પણ આ લોકોએ. એવું જ હોય દરેક જગ્યાએ. નવું-જૂનું થયા કરે હંમેશાં. કાળ હંમેશાં દરેક વસ્તુને ખાય છે, એના પ્રમાણથી. સોનું હોય તે પણ ધીમે ધીમે ખવાય. તેમ શાસ્ત્રો પણ ખવાય છે.
૬૨
જ્ઞાતીના વેલાનેય કરે કાળ નિર્વંશ !
જાગૃતિ હોય ત્યાં અજાગૃત કરી નાખે, એવો આ કાળનો સ્વભાવ
જ છે. એટલે અમે વારે ઘડીએ ચેતવ ચેતવ કરીએ છીએ, ‘બીવેર !'
પ્રશ્નકર્તા : પણ જાગૃતિ થયા પછી એ ટકે નહીં પાછી ? દાદાશ્રી : એ જાગૃતિ કે નહીં પાછી. પણ આ કાળ એવો છે કે એ કાળ બધી ધૂળ ઊડાડેને તોય જાગૃતિ ઓછી થઈ જાય, એવું છે આ. આ કાળ બહુ વિચિત્ર છે.
અને જોડે જોડે અક્રમ વિજ્ઞાન છે, એટલે કર્મો ખપાવ્યા સિવાય પ્રાપ્ત થયેલું વિજ્ઞાન છે આ. એટલે કર્મો ખપાવવા જતાં તમને ધૂળ ઊડશે. મને તો વાંધો ના આવે. મારે તો બહુ કર્મો રહ્યાં ના હોય.
જ્ઞાનીનો વેલો ચાલે પણ કાળે કરી નિર્દેશ થયા કરે છે. કાળનો સ્વભાવ છે કે દરેકને નિર્દેશ કરી શકે છે. જ્ઞાની થાય ત્યારે પાછો વેલો થાય. કાળ નિર્મૂળ કરે. નિર્મૂળ કરવાની કે નાશ કરવાની બીજા કોઈની તાકાત નથી.
સાયન્ટિસ્ટોતી દૃષ્ટિએ કાળ !
પ્રશ્નકર્તા ઃ કાળને પણ ચોથું પરિમાણ ગણ્યું છે. લંબાઈ, ઊંચાઈ ને પહોળાઈ એની જોડે ચોથું કાળને પણ મૂક્યું છે.
દાદાશ્રી : કોણે ?