________________
(૪) કાળ તત્ત્વ !
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પછી એની મેળે નાશ થયા જ કરે એ અવસ્થાઓ બધી. આમાં કશું તત્ત્વ તો બદલાતું જ નથી. તત્ત્વ જૂનું થતું નથી, બધી અવસ્થાઓ જૂની થાય છે. અવસ્થા ઉત્પન્ન થાય છે, અવસ્થાઓ જૂની થાય છે ને આ અવસ્થા પછી નાશ થાય છે, બસ.
પ્રશ્નકર્તા : તો પછી આ નવું કશું થતું જ નથી ? દાદાશ્રી : એવું છે ને, નવી વસ્તુ જ આ દુનિયામાં છે નહીં
પ્રશ્નકર્તા ઃ તો જન્મ થાય એ પણ બધી અવસ્થામાં જ આવે?
દાદાશ્રી : હા, પણ એમાં નવું કશું દુનિયામાં બનતું નથી. આ તો લોકોને જન્મ લાગે. “અવસ્થા” જોનારાને આ ઉપાધિ છે, ‘વસ્તુ જોનારાને કશું છે નહીં.
પ્રશ્નકર્તા : પણ એ કાળ કરે છે ને ?
દાદાશ્રી : નિમિત્તરૂપ બને છે. કાળ કે જે નવાને જૂનું જ કરી રહ્યો છે નિરંતર. ઉત્પન્ન થવું, વિનાશ થવું એ બધું કાળ તત્ત્વનું કામ છે. એ ઉત્પન્ન થવું, વિનાશ થવું એ ઈટર્નલ નથી. ઈટર્નલની અવસ્થાઓ છે.
હવે આમાં છ જે ઈટર્નલ છે ને, તે નિરંતર પરિવર્તન થયાં કરે છે, સમસરણ કર્યા કરે છે. એટલે પરમાણુ, ચેતન બધું આમ ફર્યા જ કરે. એ સ્વભાવિક છે. એ પરિવર્તન થાય છે ત્યારે અવસ્થાઓ ઊભી થાય છે. અવસ્થાઓ જે ઊભી થાય એ બધી વિનાશી હોય. એટલે હવે વિનાશી અવસ્થા કેવી રીતે માપી શકાય, કે આ કેટલા કાળ રહેશે ? ત્યારે કહે, કાળ એટલે ટાઈમીંગ નામનું એ તત્ત્વ છે.
આ કાળ કેવી હેલ્પ કરે છે ? જો કાળ હતો તો આપણે બધા ભેગા થયા, એ કાળે. એ તો આપણે નક્કી કર્યું હોય કે દસ વાગે આવીશું પણ એ દસે એઝેક્ટલી ના હોય, પણ કેટલાય સમય-બમય એમાં જુદા હોય. આ આપણે જે બોલી રહ્યા છીએ એ બધું ફૉરકાસ્ટ છે. કમિંગ ઈવેન્ટસ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. એટલે તમે એ આધારે જાણો છો, પણ આ કામ કોણ કરી રહ્યું છે ? કાળ જ કરી રહ્યો છે, એમ કરીને જગત ચાલી રહ્યું છે.
આ પુદ્ગલ, પૂરણ-ગલન, સંયોગો-વિયોગો જે બધા ભેગા થાય છે. તે શેનાથી ખબર પડે ? ત્યારે કહે, કાળથી. કાળ ના હોય તો નવા-જૂની થાય જ નહીં. કાળ તત્ત્વ છે, જેવી તેવી વસ્તુ નથી. નવામાંથી જુનું થયું શી રીતે ? આની ત્રિરાશી શી મળે તે ? તાળો મળે કંઈ ? કેવું ખોટે ખોટું હારું (હાળું) ? અને પછી માણસ શી રીતે શાંતિને પામે ?
અવસ્થા જોનારતે ઉપાધિ ! પ્રશ્નકર્તા : આપે જે વાત કરી કે, સતત બધું બદલાયા કરે છે, કશું નાશ નથી પામતું.
દાદાશ્રી : એ દરેક વસ્તુ જૂની કરવી, એ કાળનું કામ. અને
દાદાશ્રી : કોઈ કરતું નથી, કાળેય આમાં નિમિત્ત છે. બધાય નિમિત્ત તરીકે છે. કોઈ જો કર્તા થાય ને, તો તો ચડી બેસે દુનિયા ઉપર.
પ્રશ્નકર્તા : એટલે એની મેળે થયા કરે છે અહીં ?
દાદાશ્રી : સહજ સ્વભાવે. જેમ નર્મદાનું પાણી ત્યાંથી વહ્યા કરે છે ને એની મેળે દરિયાને મળે છે. એમાં લોકોને બુદ્ધિથી એમ લાગે કે, કોણ એને તેડી જાય છે ? દરિયો આ બાજુ છે એવું કેમ ખબર પડે ? સહજ સ્વભાવે. સહજ સ્વભાવે ચાલ્યા જ કરે છે. એવું જોઈ લેવાનું છે બધું આ જગતું. આમાં ભગવાન પોતે હલે છે. તે સ્વતંત્ર કર્તા નથી. સહજ સ્વભાવ, નિમિત્ત બધા, કાળના નિમિત્તે આ થાય, તો ફલાણાના નિમિત્તે આ થાય, ફલાણાના નિમિત્તે પેલું થાય, એમ નિમિત્તો ભેગા થવાથી બધું થયા કરે છે.
પ્રશ્નકર્તા : પણ અમે તમને ભેગા થયા, એ પણ નિમિત્તથી ભેગા થયા ?