________________
(૩) ગતિસહાયક તત્ત્વ - સ્થિતિસહાયક તત્ત્વ !
[૪]
આપણે આવવા-જવાનું પૂર્વ પ્રયોગાદિ કારણથી ચાલે છે. પૂર્વ પ્રયોગાદિ કારણ તે અને નવા પૂર્વ પ્રયોગી તૈયાર થઈ ગયા છે. પછી આગળ જોઈશે ને ? એમ કરતાં કરતાં જે છેલ્લું પૂર્વ પ્રયોગ તે ઠેઠ પહોંચાડી દે ઉપર સિદ્ધગતિમાં. કોણે પહોંચાડ્યો તમને ? એ આત્માને કેવી રીતે ઉપર લઈ ગયા ? એક તો આત્માનો ઊર્ધ્વગામી સ્વભાવ અને એક બાજુ આ ધર્માસ્તિકાય એને હેલ્પ કરનારું, સ્વભાવને મદદ કરનારું ગતિસહાયક તે ઠેઠ પહોંચાડી દે હડહડાટ. વિજ્ઞાન છે આ તો.
સંસાર કાળમાં તથી કો' અડચણ આત્માને !
બસ, છ તત્ત્વોથી જ આ સંસાર ચાલી રહ્યો છે. અને આ છે તત્ત્વોમાંથી આત્મા છૂટે તો મોક્ષે જાય, સિદ્ધગતિમાં જાય. પછી કાયમ સિદ્ધગતિમાં જ, પછી પરમેનન્ટ સુખ, ત્યાં બીજું તત્ત્વ નથી એટલે ગૂંચવાડો ઊભો થતો નથી. અહીં તત્ત્વો છે એટલે ગુંચવાડો ઊભો થયો છે.
આખા સંસારકાળમાં આત્મા આત્મા જ રહ્યો છે ને સહેજેય ચાલ્યો નથી. જ્યારે છેલ્લે દેહે મોક્ષે જવાનો થાય ને તોય ગતિસહાયક તત્ત્વ લઈ જાય છે. એમાંય નિરંતર આત્મા આત્મા જ રહે છે. એટલે મારું કહેવાનું કોઈ આત્માને કશું અડચણ પડી નથી, એવો આ સંસાર કાળ છે.
કાળ તત્વ !
તવાતે જૂતું કરે કાળ તત્વ ! આ જગતની બધી વસ્તુઓ પરિવર્તન થયા કરે છે નિરંતર. એટલે નવા-જની થયા કરે છે તે કાળના આધીન. એટલે કાળ કામ કરી રહ્યો છે. એ ઈટર્નલ વસ્તુ છે, કાયમની છે, સનાતન છે. આ તત્ત્વો ફરે છે તે ટાઈમને લઈને છે.
પ્રશનકર્તા : જો ચેતન હોય, પ્યૉર કૉન્સીયસ હોય તો એ ટાઈમને આધીન કેમ છે ?
દાદાશ્રી : ના, એવું આધીન કોઈ કોઈને નથી, પણ કાળ તત્ત્વને લઈને આ નિરંતર નવા-જૂના થાય છે. એ કાળ તત્ત્વ બધું કરે છે.
પ્રશ્નકર્તા : એટલે બધાને માટે કાળ સરખો ના હોય ?
દાદાશ્રી : એ કાળ તો બિચારો શું કરે ? નવાનું જૂનું કરવું એ એનો ધંધો ને છેવટે એને નાશ કરવું. પાછું નવું ઉત્પન્ન કરવું એ એનો ધંધો. એને બીજું લેવાદેવા નહીં ને ! આપણો હિસાબ હોય તે ચૂકવાય.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે નાશ કરવું ને પાછું ઉત્પન્ન કરવું, એ કાળનો ધર્મ છે, એક્યુઅલી ?
દાદાશ્રી : કાળ પોતે કરતો નથી, કાળના નિમિત્તે થાય છે આ.
પ્રશ્નકર્તા ઃ હા, નિમિત્તે થાય એ બરોબર છે, એટલે એમાં કાળ નિમિત્તરૂપ બને છે ને ?