________________
(૩) ગતિસહાયક તત્ત્વ - સ્થિતિસહાયક તત્ત્વ !
૫૫
મોક્ષે જતાં આત્મા, ઠેઠ સુધી અકર્તા !
આ બંધાયેલો ક્યાં સુધી લાગે છે ? અહંકાર છે ત્યાં સુધી બંધન છે. પોતે જ્યારથી માને હવે હું છૂટો થયો, એ જ મોક્ષ !
પ્રશ્નકર્તા : મોક્ષમાં ત્યાં કેવી રીતે જાય ?
દાદાશ્રી : એ તમારે કશું કરવું જ ના પડે. એ સ્વભાવથી જ તમને લઈ જાય. જો આ બધાં કર્મ છૂટી ગયાં ને, તો આત્માનો સ્વભાવ ઊર્ધ્વગામી છે. પુદ્ગલ એને અધોગામી કરે છે. પુદ્ગલ વળગીને એને નીચું લઈ જાય છે. આ બેના ઝઘડામાં જ્યારે ‘એનો’ પુદ્ગલ ભાવ છૂટી જાય છે, ત્યારે ઓટોમેટિકલી પોતે મોક્ષે જતો રહે.
પ્રશ્નકર્તા : આત્માનું સ્વરૂપ તો જે છે તે જ રહે છે ?
દાદાશ્રી : હા, એને પાછું ધર્માસ્તિકાય વળાવવા હઉ જાય ઠેઠ. ધર્માસ્તિકાયની મદદ વગર જઈ ના શકે. તે એટલો કર્મનો હિસાબ આ ચૂકવે છે, ઠેઠ પહોંચાડતાં સુધીનો હિસાબ.
પ્રશ્નકર્તા : કોની સાથેનો, ધર્માસ્તિકાય સાથેનો ?
દાદાશ્રી : આ ધર્માસ્તિકાય એ ચૂકવે છેને ! મોક્ષ સ્વરૂપ થઈ ગયો એ આપણે વ્યવહારથી કહેવાય છે એવું, બાકી આત્મા તો મોક્ષ સ્વરૂપ હતો જ. આ તો એ સહાયક છે. ‘પોતાની’ ઈચ્છા હતી તેથી સહાય કરે છે.
પ્રશ્નકર્તા : જ્યારે આત્મા મોક્ષે જાય છે તે વખતે ગતિસહાયક
ને સ્થિતિસહાયક આ બે જ તત્ત્વો રહે છે, બીજું કશું રહેતું નથી. તો આ બે તત્ત્વો ક્યા કારણોસર એની સાથે રહે છે ?
દાદાશ્રી : જે તત્ત્વોનું કામ બાકી છે, એ તત્ત્વો રહે છે. જેને કામ બાકી નથી, એ કોઈ તત્ત્વ રહેતું નથી. હવે આત્માને મોક્ષમાં લઈ જવાનું કામ બાકી, એ ગતિસહાયક તત્ત્વ અને ત્યાં સ્થિર કરવાનું સ્થિતિસહાયક તત્ત્વ, એ બે તત્ત્વો કામ કરીને ચાલ્યા જાય પછી એમને
પદ
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
ઘેર. ગોઠવણી જ હોય છે એવી.
પ્રશ્નકર્તા ઃ ત્યારે આત્મા કોઈ અમુક દશામાં હોય છે કે એને આ બે તત્ત્વો...
દાદાશ્રી : ના, દશા-બશા કશું જ નહીં. આત્માને મોક્ષે જવું છે. એવો ભાવ કરેલો ને એટલે એ ભાવના આધારે, એ ગતિસહાયક તત્ત્વ ને સ્થિતિસહાયક તત્ત્વ જોઈન્ટ થઈ ગયાં. અહીંથી આપણે નવસારી જવાનો ભાવ કરીએ, એટલે ગતિસહાયક તત્ત્વ કામ કર્યા કરે ને સ્થિતિસહાયક તત્ત્વય કામ કર્યા કરે.
પ્રશ્નકર્તા : હવે એ કેવળીઓ, તીર્થંકરો જે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને આ પૃથ્વી ઉપરથી મોક્ષે ગયા, એ આત્મા જે મોક્ષે ગયા એને
ગતિસહાયક તત્ત્વોનો મહીં ટેકો મળ્યો હશેને ?
દાદાશ્રી : એ ગતિસહાયક જે તત્ત્વ છે, તે એનું ડિસ્ચાર્જ કર્મ મહીં તૈયાર જ છે. તે એને ઉપર લઈ જાય છે, બસ. એમાં પોતાનું કર્તાપણું નથી.
એટલે શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું કે પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો.'
એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બધા આ પૂર્વ પ્રયોગ એટલે ચાર્જ થયેલું છે. માટે આ ડિસ્ચાર્જથી ત્યાં મોક્ષમાં પહોંચાડી દે છે. અત્યારના કર્તાપદથી આ નથી. ચાર્જ થયું છે એ ડિસ્ચાર્જ થાય છે. કો'ક કહેશે, ‘ભઈ, ઊર્ધ્વગમન શા આધારે થયું ? એ પોતાની શક્તિથી કર્યું આમ ?” ત્યારે કહે, ‘ના, એ હોય નહીં કશું.’ વ્યવહાર નિર્માલ્ય છે. એટલે પહેલાંનું ચાર્જ થયેલું, આ છેલ્લું ડિસ્ચાર્જ થઈ મૂકી દે ઠેઠ. આપણને ત્યાં સિદ્ધક્ષેત્રમાં ઠેઠ મૂકે, એટલું જ નહીં પણ અહીં આગળ આવો છો ને ફરો છે ને, એ પૂર્વ પ્રયોગાદિ યોગથી. એ આપણો પૂર્વ પ્રયોગ અહીં લાવે છે અને એમનો પૂર્વ પ્રયોગ ત્યાં સિદ્ધક્ષેત્રમાં લઈ જાય, કારણ કે બાકી રહ્યું નહીં ને હવે !