________________
(૩) ગતિસહાયક તત્ત્વ - સ્થિતિસહાયક તત્ત્વ !
પ૩
૫૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
જેટલું અખંડ છે, એટલે જ્યાં આગળ તમારે કામ જોઈએ, ત્યાં આગળથી મળી રહે એ તમને. હવે જ્યારે ગતિ કરનારું તત્ત્વ છે. ત્યારે એવું સ્થિર કરનારું તત્ત્વ પણ અખંડ જ છે. તે પણ અવિનાશી છે. આ પ્રમાણે બધાના સ્વભાવ છે પાછા. એ બધા પોતપોતાના ગુણધર્મના આધારે હોય છે.
આ જડ અને ચેતન સનાતન તત્ત્વો છે. એટલે અહીંથી એને ગતિ કરવી હોય તો એને ગતિ કરાવનારું સનાતન તત્ત્વ હોવું જોઈએ તો દહાડો વળે.
પ્રશ્નકર્તા : પુદ્ગલને અને આત્માને એક જ ગતિસહાયક તત્ત્વ ગતિ આપે છે ?
દાદાશ્રી : હા, એક જ તત્ત્વ.
ગતિ આપનારી શક્તિ એ અનાદિ શક્તિ છે, અવિનાશી છે, અનંત છે. તેને ત્રણેવ કાળ છે અને એ શક્તિ દરેક પરમાણુને ખસેડે છે. તે શક્તિ અણુની અંતર્ગત છે પણ પરમાણુની બહાર છે, આત્માની બહાર છે. તે શક્તિ પોતે કંઇ જ હલાવતી નથી પણ ખસેડવામાં હેલ્પ કરે છે. આ ગતિસહાયક તત્ત્વ છે.
મોક્ષેય લઈ જાય ગતિસહાયક ! પ્રશ્નકર્તા: આ જીવને મરતી વખતે ઉપરથી વિમાન લઈ જાય, આત્માને ઉપર લઈ જવા માટે વિમાનની વાત કરે છે ને ?
દાદાશ્રી : વિમાન તો આ બાળ લોકોને સમજાવવા માટે. એ તો ધર્માસ્તિકાય લઈ જાય છે. એટલે આ લોકોને ધર્માસ્તિકાય સમજાવાય નહીંને, તે આ વિમાન કહે.
પ્રશ્નકર્તા ઃ તો એના થકી જ આપણે જે કંઈ કરવું છે, તે એમની મદદથી જ થઈ શકે. આપણે મોક્ષે જવું છે તો એ ગતિસહાયક અને સ્થિતિસહાયક તત્ત્વની મદદ કેવી રીતે લેવાની ?
દાદાશ્રી : ઉપયોગ થઈ જ રહેવાનો. આ તમે ઘેરથી અહીં આવ્યા, એ તમારા ભાવ પૂર્વે કરેલા. અત્યારે તમે નવા કરતા નથી.
પ્રશ્નકર્તા : અત્યારે મોક્ષે જવાના ભાવ કરીએ છીએને આપણે ? દાદાશ્રી : અત્યારે તમે ભાવ નથી કરતા. પ્રશ્નકર્તા : તો ?
દાદાશ્રી : એ તો પૂર્વે કરેલા છે, એ ઉદયમાં આવ્યા. એટલે એ બધું ડિસ્ચાર્જ કર્મ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બેઉ ડિસ્ચાર્જ કર્મ છે. નવાં કર્મ બાંધે ત્યારે એ પાછાં નવેસરથી કરવાં પડે. એટલે સુધી કે ઠેઠ મોશે પહોંચાડતાં સુધી એ ડિસ્ચાર્જ.
પ્રશનકર્તા : હું એ જ પૂછું છું કે મોક્ષે જવા માટે એ હેલ્પફૂલ ખરાં કે નહીં ?
દાદાશ્રી : એ ઠેઠ મોશે પહોંચાડે ત્યારે એ ડિસ્ચાર્જ પૂરું થાય. પ્રશ્નકર્તા : મોક્ષે જવા માટે એનો કઈ રીતે ઉપયોગ કરવો ?
દાદાશ્રી : આપણે ઉપયોગ નહીં કરવાનો, એ તો એ પોતે જ લઈ જાય.
પ્રશ્નકર્તા : દાદા, એ જે તત્ત્વો છે એનો અમલ ઑટોમેટિક જ થાય છે ?
દાદાશ્રી : એ ઑટોમેટિક જ. પ્રશ્નકર્તા : પણ ભાવ તો કરવો પડે ?
દાદાશ્રી : ભાવ પહેલાં કરેલા, તેનું ફળ આવ્યું આ. નવું કરવાનું નહીં આપણે. ઠેઠ મોશે પહોંચાડે ત્યારે પછી એનું કાર્ય પૂરું થાય.
પ્રશનકર્તા : જો આપણે ભાવ કરીએ તો ગતિસહાયક તત્ત્વ અને સ્થિતિસહાયક તત્ત્વ આપણને મદદ કરે ખરા હજી પણ ?
દાદાશ્રી : હં.