________________
પર.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
માનવયોનિમાં ખરાં ?
દાદાશ્રી : બધામાં, દરેકમાં હોય, એ વગર તો આ જગત ચાલે જ નહીં.
(૩) ગતિસહાયક તત્ત્વ - સ્થિતિસહાયક તત્ત્વ !
પ૧ એમાં જે આ પરમાણુ મિચર થયા છે એ તે રૂપે જ છૂટા પડી જાય.
આ તો ખુલાસો જોઈએ ને ? આ હું નાનપણમાં બહુ વિચાર કરીને થાકેલો કે આ જીવ નીકળે છે કે શું નીકળે છે ? જ્યારે હું આ તત્ત્વ સમજ્યો, એ તત્ત્વો સુરતના સ્ટેશને મારા પ્રકાશમાં આવ્યા, ત્યારે મને સમજાયું આ બધું !
પ્રમાણ, ભિન્ન ભિન્ન દસ્કમાં ! પ્રશ્નકર્તા ઃ ઝાડમાં સ્થિતિસહાયક ગુણ વધારે હોય ? દાદાશ્રી : બહુ થોડું હોય અને ગતિસહાયક પણ ઓછું હોય.
પ્રશ્નકર્તા : તો દાદા, દરેકમાં ગતિસહાયક અને સ્થિતિસહાયક, એની પ્રકૃતિ પ્રમાણે હોય ?
દાદાશ્રી : હા, પ્રકૃતિ પ્રમાણે. એનામાં પેલું સ્થિતિસહાયક ગુણ વધારે હોવાથી એ સ્થિતિસહાયકપણું ભોગવે છે. કેટલાક તત્ત્વોમાં ગતિસહાયક વધારે હોય તો ગતિ જ કર્યા કરે અને કેટલાકમાં સ્થિતિ અને ગતિ બન્ને હોય, સરખા સમાન હોય તો એવું હોય.
પ્રશ્નકર્તા : આ શારીરિક પ્રવૃત્તિઓ જે બધી ચાલે છે, એ કોને આધીન છે ? કોણ ચલાવે છે ?
દાદાશ્રી : મેં તને કહ્યુંને, પેલું ગતિસહાયક ચલાવનાર છે. એ ગતિસહાયક પાછું પુણ્ય-પાપને આધીન હેલ્પ કરે છે. જો પુણ્ય હોય તો ગતિસહાયક હેલ્પ કર્યા કરે.
પ્રશ્નકર્તા : દાદા, સ્થિતિસહાયક અને ગતિસહાયક તત્ત્વો છે એમાં સારું-ખરાબ કંઈ ખરું ?
દાદાશ્રી : ના, એ તો પાપીનેય હેલ્પ કરે અને પુણ્યશાળીનેય હેલ્પ કરે. એ નિષ્પક્ષપાતી છે. આકાશ કોઈને હેલ્પ કરે નહીં.
પ્રશનકર્તા: તો આવા ગતિસહાયક તત્ત્વો કે સ્થિતિસહાયક તત્ત્વો
પ્રશનકર્તા : એટલે દાદા, અહીંથી તમે સાંતાક્રુઝ જાવ તો તમને ધર્માસ્તિકાયે કંઈ મદદ કરી કહેવાય ?
દાદાશ્રી : હા, એ ધર્માસ્તિકાય જ કરે છે ને ! પ્રશ્નકર્તા : તો પછી આ જીવ શું કરે છે ?
દાદાશ્રી : જીવ, પ્રતિષ્ઠિત આત્માએ ભાવ કરેલા. પ્રતિષ્ઠિત આત્મા વ્યતિરેક ગુણને લઈને, ગતિસહાયક તત્ત્વથી ખસે છે. પ્રતિષ્ઠિત આત્મા કહે, તે પ્રમાણે ધર્માસ્તિકાય બધું ભેગું થાય. આ માલ ધર્માસ્તિકાય ભરેલો છે. હવે કોઈ માણસને આપણે ઊઠવાનું કહીએ તો ઉઠાય જ નહીં. એ અધર્માસ્તિકાય માલ ભરેલો છે. એટલે શી રીતે થાય ? અને કોઈને ચંચળ સ્વભાવનો, તે બેસે નહીં ઘડીવાર. અહીં પગમાં ભમરો છે, એવું બોલે લોક. તે બેસાતું જ નથી. તે એનું ધર્માસ્તિકાય વધારે ભરેલો.
આ તો ભગવાને કહ્યું'તું કે સમ પ્રમાણ ભરજે. આ સંસારનો ઉપાય નોર્માલિટી છે. આખી રાત તપનું બીડું ના ઝડપીશ. જરા સૂઈ જજે, ખાધું છે, શરીરને મુશ્કેલી પડે. તોય આખી રાત (કામકાજમાં) મૂઓ મંડ્યો છે, કહેશે.
એ તત્વ છે સતાતત, રિયલ ! પ્રશ્નકર્તા : પેલું જે સ્થિતિસહાયક તત્ત્વ કહ્યું, એ રિલેટિવ કે રિયલ ?
દાદાશ્રી : રિયલ જ છે, રિલેટિવ હોય નહીં એ. પોતે ઈટર્નલ હંમેશાં રિયલ જ હોય. પછી ‘એને’ ગતિ આપનારું તત્ત્વ છે, એના ટુકડા પિસિસ થતા નથી. જે ગતિસહાયક છે તે આખું લોકાકાશના