________________
(૩) ગતિસહાયક તત્ત્વ - સ્થિતિસહાયક તત્ત્વ !
૪૯
પ૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : અઢી. દાદાશ્રી : અઢી. ત્રીજી વખત બે, ચોથી વખત... પ્રશ્નકર્તા : દોઢ. દાદાશ્રી : એ ફરી કોણ કૂદાડે છે આ ? પ્રશ્નકર્તા : ચેતન તત્ત્વથી એ પ્રભાવિત છે, માટે કૂદે છે.
દાદાશ્રી : એ જે આમ નાખ્યો ને, તેને સહાય આપી, ગતિસહાયકનો ગુણ આપ્યો. પછી ગતિ કર્યા કરે. તે જ્યાં સુધી એની ગતિ પૂરી ના થાય ત્યાં સુધી પડી ના જાય. આપણે કહીએ કે એય મેં નાખેલો, બંધ થઈ જા ! તોય ના અટકે.
પ્રશ્નકર્તા : ગિલોડી પોતે જે આખી જીવતી જતી રહી આત્મા સાથે એ પણ ધર્માસ્તિકાયના કારણે ચાલે છે. આત્મા છે એટલે ચાલે છે કે ધર્માસ્તિકાય છે માટે ચાલે છે?
દાદાશ્રી : આત્મા છે તો જ ચાલે છે. કારણ કે આત્મા નીકળી જાય પછી ના ચાલે.
પ્રશ્નકર્તા : પણ આત્મા ચલાવે છે ? આત્મા કર્તા છે ? એ ચાલવાનો ?
દાદાશ્રી : આત્મા નહીં, પણ આત્માને લઈને ચાર્જ થયેલું છે. ચાર્જ થયેલું છે એ ડિસ્ચાર્જ થવાથી ચાલી રહ્યું છે.
પ્રશ્નકર્તા : આત્મા તો ચાલી ના શકેને ? આત્મામાં ક્યાં ચાલવાની શક્તિ છે ?
દાદાશ્રી : પણ આત્માને લઈને ચાર્જ થયેલું છે. અને આજે જો મહીં ગિલોડીમાંથી આત્મા નીકળી જાય તો તો પછી ચાલે જ નહીં.
પ્રશ્નકર્તા : પણ આત્મા તો અકર્તા છે ને ? દાદાશ્રી : હા, અકર્તા ખરો, પણ એને ચાર્જ થયું એટલે બીજો
આત્મા ઊભો થયો ને ?
પ્રશ્નકર્તા : બીજો આત્મા ?
દાદાશ્રી : ગિલોડી એ બીજો આત્મા જ કહેવાય. એને પ્રતિષ્ઠિત આત્મા કહ્યો, તે ચાલ્યા કરે છે. અને પૂંછડું જે કપાય છેને, એ તો કંઈ પદ્ધતસર ચાલતું નથી. હલમૂહલા કરે, કૂદાકૂદ કરે.
એ નથી પમાણુઓ ! પ્રશ્નકર્તા : એટલે આ પૂંછડીમાં જ કેમ બંધ થઈ ગયું ગતિસહાયક તત્ત્વનું કાર્ય ?
દાદાશ્રી : કારણ કે આત્મા પૂંછડીમાંથી છૂટો થઈને ગિલોડી મહીં ગયો ને ! આત્મા રહે ત્યાં સુધી બધાં તત્ત્વો રહેઆત્માએ ખાલી કર્યું કે બધું ખાલી. એ બીજા તત્ત્વો સંકોચ-વિકાસ થઈ શકે એમ નથી. એક આત્મા એકલું જ તત્ત્વ સંકોચ-વિકાસ થઈ શકે એમ છે.
ગતિસહાયક અને સ્થિતિસહાયક બે તત્ત્વો ભેગાં થઈ અને પછી આમ આમ (હલમૂહલા) થયા કરે. એ તત્ત્વ મહીંથી નીકળી ગયું એટલે ખલાસ ! એ તત્ત્વ પાછું આખા શરીરમાં ગિલોડી સાથે રહે છે.
પ્રશ્નકર્તા : હવે પંછડી જે આ બધા પરમાણુઓની બનેલી છે અને પરમાણુઓ કેન્દ્રની આજુબાજુ ગોળ ફરે, એ પરમાણુમાં તો હજુ ગતિ છે જ. પૂંછડી મરી ગઈ છે પણ પરમાણુ તો હજુ ફરે જ છે ને ?
દાદાશ્રી : પરમાણુને આ કશું લેવાદેવા નથી ને ! બધું સ્વતંત્ર છે, પોતપોતાનું છે.
પ્રશનકર્તા: તો એ પૂંછડી થોડાક દિવસ પછી કહોવાઈ જવાની. દાદાશ્રી : એ સડી જવાની. પ્રશ્નકર્તા : એનું થવાનું શું ? દાદાશ્રી : અને જે પરમાણુ હતા તેના તે જ થઈ જાય પાછા.