________________
(૩) ગતિસહાયક તત્ત્વ - સ્થિતિસહાયક તત્ત્વ !
૩૯
આપ્તવાણી-૧૪ (ભાગ-૨) જતું રહે ખરું ? પાણી લઈ જાય એને. એવું આ ગતિસહાયક તત્ત્વ છે.
જો ગતિસહાયક એકલું જ હોત ને તો આ કોઈ બેસત નહીં. દોડધામ, દોડધામ, દોડધામ ચાલ્યા જ કરે. આ ઘરો પણ ફર ફર કરે ને લોકોય ફરે. એનો પાર જ ના આવે. એટલે આ સંસારી કાર્ય થાય નહીં. એટલે સ્થિતિસહાયક તત્ત્વ છે ને, તે ઘરને સ્થિર રાખે. તમે બધા બેઠા છો ને, તેને સ્થિર રાખે. પછી પાછું જવું હોય તો જવા દે.
જડ તત્ત્વ ગતિ કેવી રીતે કરી શકે ? એ (ગતિસહાયક) તત્ત્વ હોય તો જ ગતિ કરી શકે. જેમ આપણે નદીમાં એક લાકડું નાખીએ એ ગતિ કોણ કરે છે ? લાકડું શી રીતે કરે છે ? નદીમાં ચાણોદ આગળ લાકડું નાખીએ અને ત્યાં ભરૂચ આગળ છે તે કાઢીએ તો એ ગતિ કોણ કરાવે છે એને ?
પ્રશ્નકર્તા : વ્યવહારથી જડ તત્ત્વ હોય તો જડથી આનો ઉકેલ
આવે.
હોય તો માઈલ જઈ શકે નહીં. આત્મામાંય હાલવા-ચાલવાનો ગુણ નથી.
પ્રશ્નકર્તા : ઉપનિષદમાં એવું વર્ણન છે કે ‘આત્મા ગતિમાન છે અને આત્મા ગતિમાન નથી’, તો આમાં બેમાં કયું સાચું ?
દાદાશ્રી : આત્માયે ગતિમાન નથી અને આ પંચ તત્ત્વય (શરીર) ગતિમાન નથી. એ ગતિમાન તત્વ અંદર છે અને તે ગતિમાન તત્ત્વ એટલું બધું કામ કરે છે કે પોતે જાણીજોઈને ગતિ નથી કરતું, આત્માને મહીં ઇચ્છા થાય, એટલે ચાલુ થઈ જાય.
વિભાવે કરીને ગતિ'ના ભાવ ! એ ‘એને’ પ્રવહનનો ભાવ થયો, તેની સાથે હેલ્પ કરનારું તત્ત્વ છે આ. જે એને અહીંથી દોરી જાય. નહીં તો ચેતન કે જડમાં એવી શક્તિ જ નથી, એવો ગુણેય નથી કે પોતે પોતાની મેળે અહીંથી ખસી શકે. એટલે એ ગતિસહાયક તત્ત્વ છે. ગતિસહાયક તત્ત્વ છે એટલે ચાલ ચાલ જ કરે, એટલે પછી એ પાછો અટકે કેમ કરીને ? ત્યારે કહે, બીજું સ્થિતિસહાયક તત્ત્વ છે. એને સ્થિતિ કરી છે. એટલે જ્યાં અનુકૂળ આવે ત્યાં બેસવું હોય તો બેસાડી દે. એટલે આ તમે બેઠા છો ને, એ સ્થિતિસહાયક તત્ત્વને આધારે..
પ્રશ્નકર્તા : ચેતન તત્ત્વ જવાનો ભાવ કરે છે ? ભાવ કોનો ?
દાદાશ્રી : એક ચેતનમાં જ પોતાનો ભાવ કરવાની શક્તિ છે. એટલે એ સ્વભાવય કરી શકે છે અને વિશેષ ભાવેય કરી શકે છે. હા, તે વિશેષભાવથી, એને અહીંથી આમ આઘે જવાની ઇચ્છા થાય છે, એવો ભાવ થાય છે. ત્યારે એ એની ઈચ્છા જ અને બીજું એક તત્ત્વ એવું છે કે જે એને હેલ્પ કરીને ત્યાં લઈ જાય. એને ધર્માસ્તિકાય કહે છે, ગતિસહાયક તત્ત્વ. આને ગતિ કરવી છે ને એ ગતિને સહાય કરે. જેમ માછલું હોય ને તે વહેતાં પાણીમાં હોય ને, એ પોતે તરતું ના હોય ને એમ ને એમ પડી રહ્યું હોય ને, તોયે એ પહોંચી જાય આગળ. માછલું
દાદાશ્રી : ના, એમ નહીં. એ પાણી એને ખેંચી લાવે છે, તે આપણને ઉઘાડું દેખાય છે. એવું આ બધાં ખેંચાય. આમ કોણ લઈ જાય છે ને લાવે છે ? એ ગતિસહાયક નામનું તત્ત્વ છે, તે આ ગતિ કરાવી શકે છે.
પ્રશ્નકર્તા : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એ બધું શું છે ? એ ના સમજાયું. - દાદાશ્રી : એ બધું છે કે, પારિભાષિક શબ્દો છે. ધર્માસ્તિકાય એ ગતિસહાયક હોય અને પેલું અધર્માસ્તિકાય એ સ્થિતિસહાયક. પારિભાષિક શબ્દો એટલે એમાં સમજણ ના પડે. આપણું સાદી ભાષામાં લખેલું છે, તે સાચું. આપણી શુદ્ધ ગુજરાતી ભાષામાં લખેલું, આપણું. અને તે પાછી ગ્રામીણ, ગામઠી ભાષામાં. આમ સરસ આપણને એ બધું સમજાય. પેલું અધર્માસ્તિકાય એમાં પેલા ધર્માધર્મને લેવાદેવા નહીં, આ તો નામ જ ધર્મ છે.