________________
(૩) ગતિસહાયક તત્ત્વ - સ્થિતિસહાયક તત્ત્વ !
૪૧
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
ઉપલક જાણવામાં મુક્તિ ! પ્રશ્નકર્તા : ગતિસહાયક અને સ્થિતિસહાયક એ શક્તિ છે કે એના પણ અણુઓ છે ?
દાદાશ્રી : ના, ના, એ તો મોટા પ્રદેશરૂપે છે. બહુ મોટું કે જેને જે ઇચ્છા થાયને, એટલે એને હેલ્પ કરે છે. એ અણુ ના હોય એના, પ્રદેશ હોય. એ કહેવાય પ્રદેશ પણ તમને તમારી બુદ્ધિથી ન સમજાય એ..
પ્રશ્નકર્તા : આપે શું કીધું, ગતિસહાયક પ્રદેશ સ્વરૂપ છે ? દાદાશ્રી : આત્માનાયે અનંત પ્રદેશ છે. પ્રશ્નકર્તા : દાદા, પ્રદેશ વિશે કહોને. પ્રદેશ એટલે ?
દાદાશ્રી : તમારી ભાષાનું ના બોલશો અને આ શબ્દ ખાલી આપેલા એટલું જ, એ તો જ્યારે એ દશાએ પહોંચે ત્યારે સુક્ષ્મ ભેદે સમજાય. આપણને કામનું નહીં, બહુ ઊંડું ઊતરવાનું નહીં. આ પાણી આવ્યું કંઈથી ? ત્યારે કહે, ટાંકીમાંથી આવ્યું. શેમાં આવશે ? નળીમાં. આ પછી હાથ-પગ ધોઈ નાખીએ, મોઢું ધોઈ ને નહાયા પછી ક્યાં જાય છે ? ત્યારે કહે, આ ગટરમાં. બસ, એટલું જ જાણવાની જરૂર છે. ગટર શેમાં વહે છે ? ત્યારે કહે, નદીમાં. ઉપલક જાણે, તેમાં મુક્તિ અને બહુ જાણવા ગયો ઊંડા અર્થમાં, તો ત્યાં તે ત્યાં બેસી રહેવું પડે. કામ શું આપણે, કામ સાથે કામને ? ગાડીમાં બેસે ને પૂછે ક્યારે બનાવી, શેની બનેલી છે, એ બધું જાણવાની જરૂર ? આપણે ગાડીમાં બેસીને સ્ટેશને ગયા, પછી ગાડી એને ઘેર અને આપણે આપણે ઘેર.
સ્થિર કરાવે સ્થિતિસહાયક ! પ્રશનકર્તા : દાદા, અધર્માસ્તિકાય તત્ત્વનું કાર્ય શું ?
દાદાશ્રી : સ્થિર કરે એ અધર્માસ્તિકાય. જ્યારે ગતિ આપ્યા પછી બંધ જ ના થાય ત્યારે કરવું શું ? ત્યારે કહેશે, અધર્માસ્તિકાય
તત્ત્વ છે તે એને સ્થિર કરે. નહીંતર તો ગતિ એકલી જ ચાલ્યા કરે. બસ, આ બધા માણસો-બાણસો કોઈ બેસે-કરે નહીં. બધું દોડધામ, દોડધામ, દોડધામ, દોડધામ રાત-દહાડો કર્યા જ કરે. પણ સ્થિતિસહાયક છે આ બધું, તેથી નિરાંતે સૂઈ જાય છે ને બધા. આ ગાડી ચાલે છે ને, તે ગતિસહાયક તત્ત્વને લઈને ચાલે છે. નહીં તો ચાલે નહીં અને સ્થિતિસહાયક તત્ત્વથી ઊભી રહે. એ સ્થિર તત્ત્વનો ઉદય આવે એટલે સ્થિર થઈ જાય. ગતિસહાયકનો અમલ પૂરો થઈ રહે, તે વપરાય જાય પછી સ્થિતિસહાયક તત્ત્વ કામ કરે.
લોક કહે છે ને કે મારી ચાલવાની હામ (હિંમત) જતી રહી હવે. હવે મારાથી ઉઠાતું નથી ને ચલાતુંયે નથી. તો શું જતું રહ્યું ? ત્યારે કહે, પુદ્ગલનું નહોય, આત્માનું નહોય, ત્યારે ધર્માસ્તિકાય જતું રહ્યું, ગતિસહાયક જતું રહ્યું. એ જ્યારે ઊઠવાની હામ જતી રહે છે, મરતી વખતે ઊઠવાની શક્તિ બિલકુલેય ખલાસ થઇ જાય, ત્યારે પેલું ગતિસહાયક તત્ત્વ ખલાસ થઈ ગયેલું હોય છે.
ગતિના ભાવ કરે કોણ ? પ્રશ્નકર્તા : એટલે આ ગતિસહાયક તત્ત્વ છે એ એવી રીતે પાસે લઈ આવે કે આ સંજોગો ઊભા થઈ જાય ?
દાદાશ્રી : ના, ગતિસહાયક તત્ત્વ આને આ રીતે કામ કરતું નથી. બધાં તત્ત્વો પરિવર્તનશીલ સ્વભાવના જ છે, પણ ગતિસહાયક તત્ત્વ તો, પુદ્ગલ વિકૃત થાય અને આત્મા વિકૃત થાય ત્યારે મદદ કરે.
પ્રાનકર્તા : દાદા, જે ગતિસહાયક તત્ત્વની વાત કરી, તો એ ગતિ ઉત્પન્ન કરનારું તત્ત્વ છે કે ગતિ ઉત્પન્ન થયા પછી એને સહાય કરનારું તત્ત્વ છે ?
દાદાશ્રી : સહાય કરનારું છે. પ્રશ્નકર્તા : તો પછી ગતિ ઉત્પન્ન કરે છે એ કોણ કરે છે ? દાદાશ્રી : ચેતન તત્ત્વની પોતાની માંગણી નથી, વ્યતિરેક ગુણ