________________
(૨) આત્મા, અવિનાશી તત્ત્વ !
- ૩૭
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
[3] ગતિસહાયક તત્વ - સ્થિતિસહાયક તત્વ !
નથી. હે પાર્થ ! જે આને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવિકારી જાણે છે, તે પુરુષ કોને કેવી રીતે મારે છે તથા કોણ કોને મરાવે છે? એ બધું સમજે છે. આ તો જૂનાં વસ્ત્ર છોડીને નવાં વસ્ત્ર ધારણ કરે છે.” બીજું કશું છે નહીં. ‘આ મરી ગયું” એની ઘડભાંજ ને ભાંજગડ એ બે લોકોને છે. (ગીતા અધ્યાય-૨, શ્લોક-૧૬ થી ૨૨)
પ્રશ્નકર્તા : ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને એવું કહ્યું, કે મોક્ષ છે તે મારા અંદર જ છે, તો મોક્ષ અંદર જ છે ?
દાદાશ્રી : હા, પણ અંદર જ છે ને, બહાર ક્યાં છે ? પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને એમ કહ્યું કે મારામાં છે. દાદાશ્રી : હા, એમનામાં જ છે પણ બહારથી ક્યાંથી લાવે ?
પ્રશ્નકર્તા : એટલે આ તો આ ગીતાનો કહેવાનો આશય છે કે ‘તું બધાને છોડી દે. તું કેવળ મને જ ભજ' એમ અંદર લખ્યું છે.
દાદાશ્રી : એ શું કહેવા માંગે છે કે, ‘એ કૃષ્ણ એ હું છું” અને કષ્ણ એટલે આત્મા. દરેકના શરીરમાં આત્મા છે, એ પોતે જ કૃષ્ણ છે અને તેમાં જ મોક્ષ છે, કહે છે.
પ્રશ્નકર્તા : ‘આત્મા સો પરમાત્મા’ કીધું છે એટલે ? આત્મા એ જ કૃષ્ણ ?
દાદાશ્રી : હા, આમાં જે કૃષ્ણ કહેવા માંગે છે ને, “આ હું કરું છું તે...' એ પોતે આત્મસ્વરૂપે બોલે છે. એટલે સમજવામાં ભૂલ થઈ. લોકો જાણે એમ સમજી ગયા કે આ વ્યક્તિરૂપે બોલે છે, એટલે ‘હું કરનાર છું અને મેં જ આ દુનિયા કરી છે.' એ બધું એવું નથી, એ આત્મારૂપે બોલે છે. આ મારી પાસે બધી આખી ગીતા સમજી લો, તો તમને પછી સમજાય.
ગતિ થાય ગતિસહાયકને કારણે ! આ જડ-ચેતનને અહીંથી પ્રવહન કરાવનારી શક્તિ જોઈએ. ચેતનમાંય પ્રવહન કરવાની શક્તિ નથી અને જડમાંય પ્રવહન કરવાની શક્તિ નથી. આત્મામાં સ્વભાવિક ગુણ નથી આ ગતિ કરવાનો. પરમાણુ અહીંથી આઘુંપાછું થઈ શકે નહીં અને આ ચેતન પણ આઘુંપાછું થઈ શકે નહીં. તે આઘુંપાછું કરાવનારું, બન્નેને સ્થાનફેર કરવા માટે એક ગતિસહાયક નામનું તત્ત્વ છે. એને સહાય કરે અને ગતિમાં લઈ જાય એને.
પ્રશ્નકર્તા : એ ગતિ શેનાથી થાય છે ? પોઝિટિવ-નેગેટિવ પાવરથી ગતિ થાય છે ?
દાદાશ્રી : ના, ના. ગતિસહાયક તત્ત્વ જ છે કે જે વસ્તુઓને ગતિ કરાવડાવે છે, વ્યવહારમાં હેલ્પ કરે છે. મહીં ભાવના થઈ (વ્યવહાર) આત્મામાં કે જવું છે એવો અંદર કંઈક ગણહારો (અણસારો) માલમ પડ્યો, તે ગતિસહાયક તત્ત્વ એને હેલ્પ કરે.
પ્રશનકર્તા : ભગવદ્ ગીતામાં પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ એવું કહ્યું છે.
દાદાશ્રી : એ પ્રકૃતિને કહે છે. અપરા ને પરા બન્ને પ્રકૃતિને કહે છે. હવે આ જુદી વસ્તુ છે કે આ જે પંચ તત્ત્વ છે બોડી, એ બોડીમાં હાલવા-ચાલવાનો ગુણ નથી. અહીંથી હાલવું, અહીંથી જવું * આત્માને ગતિ કરવાની ભાવના થઈ, ત્યાં વ્યવહાર આત્મા બધે સમજવો.