________________
(૨) આત્મા, અવિનાશી તત્ત્વ !
હવે ‘આણં’ શું કરવું જોઈએ કે રિયલી સ્પિકિંગમાં જ રહેવું જોઈએ અને રિલેટિવલી સ્પિકીંગમાં ‘તું’ જે તારી જાતને માનતો હતો, તેનું નામ ઈગોઈઝમ હતું. ‘તમે’ તો ચેતન છો, તમારું ક્રિયેશન કુદરત કરી શકે નહીં અને કુદરત નિર્જીવ છે. એટલે કુદરતે આ તમને કર્યા નથી. તમે ક્રિયેચર નથી કુદરતના.
૩૫
ગીતાતા ફોડ, જ્ઞાતીતી દૃષ્ટિએ !
પ્રશ્નકર્તા ઃ જગતની ઉત્પત્તિ આપે કીધું કે સ્વયં છે, અનાદિ કાળથી ચાલી આવે છે', તો ગીતા એમ કહે છે કે “જ્યાં સૂર્ય પણ નથી જઈ શકતો, ચંદ્ર પણ નથી જઈ શક્તો અને જે ઉચ્ચ કોટિનું ધામ છે એ મારું ધામ છે’’, તો એ ધામ તો જગતથી બીજું હશે કે જગતમાં જ હશે ?
દાદાશ્રી : જગતમાં અહીં (આત્મામાં) જ છે, બીજે ક્યાં આગળ ? એ તમને અવળું સમજાય છે. વાંકી દૃષ્ટિઓને બધું વાંકું દેખાય. સમ્યક્ દૃષ્ટિવાળાને સમ્યક્ દેખાય. સમ્યક્ દૃષ્ટિ થશે ને, ત્યારે દેખાશે સાચું.
પ્રશ્નકર્તા : બહુ મશહૂર શ્લોક છે, ‘એ તત્ત્વને સૂર્ય પ્રકાશ નથી આપતો, ચંદ્ર પ્રકાશ નથી આપતો.’
દાદાશ્રી : ચેતન તો સૂર્યને જ એ પ્રકાશ કરે છે. હા, ત્યારે પછી !
હવે શું કહે છે,
“નાસતો વિદ્યતે ભાવો, નાભાવો વિદ્યતે સત્’
ભગવદ્ ગીતા, અધ્યાય-૨, શ્લોક-૧૬
‘“અસત્નો ભાવ નથી”, એટલે અસ્તિત્વ જ નથી. અસત્ એટલે જે વસ્તુ છે નહીં, અહીં એનું અસ્તિત્વ જ નથી. અને સત્નો અભાવ નથી. સત્ એટલે વસ્તુ. જે ત્રિકાળી વસ્તુ એને સત્ કહેવાય. ત્રણેય કાળ રહે. જેનો વિનાશ ક્યારેય ના થાય, તેને સત્ કહેવાય અને જે
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
વિનાશી એને અસત્ કહેવાય. “આ તત્ત્વદર્શીઓએ બંનેનો નિર્ણય જોયો છે કે આ અવિનાશી અને આ વિનાશી. જે વડે આ સઘળું વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણ’”, તે કહે છે. “આત્મા વડે આ બધું વ્યાપ્ત છે.” આત્મા છે તો આ વ્યાપ્ત છે, નહીં તો આ આત્મા ના હોત
૩૬
તો વ્યાપ્ત ના હોત એવું કહેવા માંગે છે. “અવ્યયનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી.” અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી, એમ ગીતામાં કહે છે. પછી...
“આત્મા નિત્ય છે, અવિનાશી છે, અપ્રમેય છે. એવા શરીરધારી આત્માના આ શરીરો તે બધાં નાશવંત કહ્યાં માટે, હે ભરત, તું યુદ્ધ
કર.’ કહે છે. એ તો લોકભાષામાં મરે છે. બાકી ભગવાનની ભાષામાં કોઈ મરતું નથી ને કોઈ જન્મતુંય નથી. આ પૂતળાં જન્મે છે ને પૂતળાં મરે છે. કોઈ મરે છે, એ મરતું કોને કહેવાય કે જે કાયમને માટે ખલાસ થઈ જાય તે. આ તો ઉત્પન્ન થવું, પછી વ્યય થાય, પાછું ઉત્પન્ન થાય, પછી વ્યય થાય છે.
પ્રશ્નકર્તા ઃ ઉત્પાત, વ્યય, ધ્રુવ ?
દાદાશ્રી : હા. અને ધ્રુવ પોતે, કાયમનો રહે છે અને અવસ્થા ઉત્પન્ન-વિનાશ થયા કરે. ઉત્પન્ન-વ્યય, ઉત્પન્ન-વ્યય. ‘જવાની’ ઉત્પન્ન થઈ'તી, નહીં ? ન'તી થઈ તમને ? અને વ્યય થઈ ગઈ ને ?
પ્રશ્નકર્તા : હા, થઈ ગઈ.
દાદાશ્રી : આ વૈડપણ ઉત્પન્ન થયું છે. હવે વ્યય થઈ જશે ને ? આ બધું ઉત્પન્ન-વ્યય થયા કરે. જે આ આત્માને મારનાર જાણે અથવા જે આને (આત્માને) મરાયેલો જ માને છે, તેઓ બન્ને નથી સમજતા. કારણ કે આ આત્માને કોઈ મારી શકે એમ છે નહીં. અગર જે એને મરી ગયો છે એમ માને છે, તે બધાય સમજતા નથી. કેમ કે આ આત્મા નથી મરતો કે નથી મરાતો. આ આત્મા કદી જન્મતો નથી ને મરતો નથી. આ પૂર્વે નહીં હોય, ફરી નહીં હોય એમ પણ નથી, છે જ ત્રિકાળી. આ અજન્મા, નિત્ય, શાશ્વત, પુરાતન છે; તેથી શરીર મરાયા છતાં મરાતો