________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૨) આત્મા, અવિનાશી તત્ત્વ !
૩૩ આત્માના એકલા જ ગુણો નથી. હવે આત્મા અરૂપી તે આત્મા એકલો જ અરૂપી નથી. આપણા લોક અરૂપી એટલે આત્મા જ માની લે છે. આકાશ પણ અરૂપી છે. પછી ગતિસહાયક અરૂપી છે. સ્થિતિસહાયક અરૂપી છે અને કાળના પરમાણુયે અરૂપી છે. એક ફક્ત આ પુદ્ગલ એકલું જ રૂપી છે, પુદ્ગલ એકલું જ મૂર્ત છે. આત્માને અમૂર્ત તરીકે એકલું ભજવાથી કામ ના થાય. બીજાં ચાર તત્ત્વોય અમૂર્ત છે.
બધાય તત્ત્વો અગુરુ-લઘુ સ્વભાવનાં છે. જે (વિભાવિક) પુદ્ગલ આપણે છોડી દેવાનું છે, તે ગુરૂ-લઘુ સ્વભાવનું છે. ક્રોધ-માન-માયાલોભ એ વિકારી પુદ્ગલ છે અને તે ગુરુ-લઘુ સ્વભાવનું છે. અગુરુલઘુ સ્વભાવ બધાં જ તત્ત્વોને છે. છયે તત્ત્વો નિર્લેપ છે. તેથી તેને ટંકોત્કીર્ણ કહીએ છીએ. બધાં જ અવિચળ છે. એક (વિભાવિક) પુદ્ગલ તત્ત્વ ચંચળ છે. બીજા બધાં જ અવિનાશી છે. એટલે એકલા આ ગુણો ભજવાથી આત્માની ભજના થતી નથી.
પ્રશ્નકર્તા: મને આ આંખે સ્પષ્ટ ચેતન બિન્દુઓ દેખાય છે, એ શું છે? - દાદાશ્રી : ના, ચેતન આંખે કશું દેખાય નહીં, કલ્પનાથી કશું દેખાય નહીં. ચેતન નિર્વિકલ્પ છે. એ તો અનુભવમાં જ આવે. સાકર ગળી છે, પણ ગળી છે એ વસ્તુ દેખાય નહીં. ગળી છે એ વસ્તુ દેખાય ?
પ્રશ્નકર્તા : ના દેખાય.
દાદાશ્રી : આપણે કહીએ, ગળી એટલે શું દેખાય ? એ તો મોઢામાં તમે મુકો એટલે તમે સમજી જાવ. એટલે ચેતન એ અનુભવની વસ્તુ છે. જ્યાં નિરાકુળ આનંદ વર્યો, નિરાકુળતા વર્તી એ ચેતન. નહીં તો આકુળતાવ્યાકુળતા એ ચેતન નહીં.
પ્રસનકર્તા : જેવા જેવા જ્ઞાની પુરુષો હોય, એમણે જેવું જેવું કર્તવ્ય કર્યું હોય, તે રૂપ તેને દેખાય ?
દાદાશ્રી : ના, એવું નહીં. એ તો બધું ક્યાં સુધી ? જ્યાં સુધી
અહંકારી છે ને, ત્યાં સુધી જુદું જુદું દેખાય. નિર્અહંકારી થયા પછી કરોડ નિર્અહંકારી હોય તો પણ એક જ જાતનું તત્ત્વ દેખે અને સો અહંકારી હોય ને, તો પાંચસો જાતનાં તત્ત્વ દેખે.
પ્રશનકર્તા : જે રૂપ જોયું હોય એ તત્ત્વ મળી જાય તો તે પાછો આવે ખરો ?
દાદાશ્રી : ના, પછી શું કરવા આવે છે ? કારણ કે એ તત્ત્વ મળ્યા પછી ઈચ્છાઓ હોય નહીં. એને ઈચ્છા હોય ત્યાં સુધી આ બધું તોફાન છે.
અને આ બધું જાણવા જેવું છે. આ વીતરાગ વિજ્ઞાન. તમારે તો જે (સુખ) ચાખવાનું મળે તે ચાખી લીધું પછી બીજે દહાડે આવવું, એમ કરીને બેસવું નિરાંતે. પછી મારી વાત તમને સમજણ પડશે. પહેલું તમારી બુદ્ધિથી માપવા જાવ તો બુદ્ધિથી શી રીતે મપાય ? એવી વસ્તુ ના હોય આ. કારણ કે હું બુદ્ધિ વગરનો માણસ છું. એક સેન્ટ પણ મારામાં બુદ્ધિ ન હોય. અને બુદ્ધિ હોય ત્યાં સુધી કશી વાત સાચી સમજણ પડે નહીં.
પ્યૉર કોણ તે ઈમ્યૉર કોણ ? પ્રશ્નકર્તા : હું પ્યૉર સૉલ (શુદ્ધાત્મા) છું, તો આ ચંદુ ઈપ્યોર (અશુદ્ધ) કેવી રીતના થયો ?
દાદાશ્રી : આ છ તત્ત્વો છે ને, એ અવિનાશી છે. આમ સામસામે ફરવાથી વિનાશી અવસ્થા થાય છે.
તે આ ચંદુભાઈ છે તે આ પુદ્ગલનું સ્વરૂપ છે ને ‘પોતે’ ‘હું ચંદુ છું’ માને છે, તેથી આ દોષો થયા કરે છે. તે ખરેખર આ પોતાનું સ્વરૂપ નથી. પોતે ઈપ્યૉર થયો જ નથી પણ ઈચ્યૉર થયાની ભ્રાંતિ જ છે. કારણ તું તો પ્યૉર જ હતો, પણ ભ્રાંતિથી તારી માન્યતામાં આવ્યું કે ‘હું આ ચંદુ છું.” બાકી બાય રિલેટિવલી સ્પિકિંગ યુ આર ચંદુ. રિયલી સ્પિકિંગ યુ આર પ્યૉર સૉલ, નોટ રિલેટિવલી સ્થિકિંગ.