________________
(૨) આત્મા, અવિનાશી તત્ત્વ !
૩૧
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
ગયો, કહે છે. એટલે આપણે અવસ્થાને જીવ કહીએ છીએ અને ભગવાન મૂળ વસ્તુને જીવ કહેતા'તા. તે આપણે હવે મૂળ વસ્તુને આત્મા કહીએ, તો છે તે આ જીવ સમજાય.
જીવ કોને કહેવાય ? જીવે ને મરે, એનું નામ જીવ. આત્મા તેનો તે, પણ ભગવાને મૂળ વસ્તુને જીવ કહ્યો છે. એટલે એમની ભાષામાં જો સમજવું હોય તો વાર લાગે. એટલે આપણે એને આત્મા કહેવો એટલે કાયમની વસ્તુ થઈ ગઈ.
પ્રશનકર્તા : આ આપણો આત્મા, સર્વ પ્રાણીઓનો આત્મા તથા સર્વે જડ વસ્તુઓનો આત્મા વાસ્તવિકતાએ એક જ છે કે જુદા જુદા
દાદાશ્રી : જુદા જુદા છે. જે જડ વસ્તુમાં માલિકીપણું કોઇનુંય હોતું નથી, તેમાં આત્મા નથી.
પ્રશ્નકર્તા: જડ વસ્તુ શા આધારે ટકતી હશે ?
દાદાશ્રી : પરમાણુ સ્વરૂપે એ વસ્તુ છે, તે અવિનાશી છે, સ્વતંત્ર છે ને જડ છે.
કોઈ કહેશે કે ‘જડમાં સચ્ચિદાનંદ વ્યાપ્ત છે ?” ત્યારે કહે, “ના, સચ્ચિદાનંદ જડમાં વ્યાપ્ત નથી અને સચ્ચિદાનંદમાં જડ વ્યાપ્ત નથી. બેઉ પોતપોતાની રીતે અલગ જ રહે છે. એકાકાર કોઇ દહાડો થતાં જ નથી. દેહમાં બેઉ સાથે હોવા છતાંય ગુણધર્મેય બેઉમાં જુદા છે.'
આ આંખે દેખાય, કાને સંભળાય, જીભથી ચખાય છે તે બધું જડ છે. આ પાંચ ઇન્દ્રિયોથી જે દેખાય છે તે જડ છે. દિવ્યચક્ષુથી ચેતન
આત્મા ભેગો થઈ જાય તો જડ થઈ જાય અને આ જડ તો આત્માને ઓળખતા જ નથી, આત્મા એમને ઓળખે છે.
પ્રશ્નકર્તા : એ જાણવાનો ગુણ ફક્ત ચેતનમાં જ છે ?
દાદાશ્રી : હા, એટલે જાતને જાણવાનો, પછી એનામાં લાગણીઓ ધરાવવાનો, બીજા બધા પ્રકારના ગુણો એના છે.
છયેમાં ન્યારું ચેતન ! કોઈ પણ માણસ ચેતનને ઓળખી શકે નહીં કે આ ચેતન છે. ચેતન જોઈ શકાય નહીં, ચેતન સાંભળી શકાય નહીં. ચેતનની ક્રિયા પણ ન દેખાય.
પ્રશ્નકર્તા: જે અક્રિય છે, અડોલ છે, એને ચેતન કેમ કહ્યું ? દાદાશ્રી : જે અડોલ હોય, અક્રિય હોય, એ જ ચેતન હોય. પ્રશ્નકર્તા : એ શી રીતે સમજાવો.
દાદાશ્રી : ચેતનનો અર્થ શું ? જેને આ બધું જે થઈ રહ્યું છે, એનું જાણપણું થાય, ખબર થાય એ ચેતન ! આ બધાં છ તત્ત્વોમાં એક જ તત્ત્વને, ચેતનને આ બધું ખબર પડે છે. જડને કશી ખબર પડે નહીં. એટલે જ્ઞાન-દર્શન એનું નામ ચેતન. જેનામાં જ્ઞાન-દર્શન છે એ ચેતન. આ ઝાડમાંય જ્ઞાન ને દર્શન બે છે.
આ બધા છમાં આત્મા એકલો જ ચેતન છે. એટલે લાગણીબાગણીઓ બધું ખબર પડી જાય. જેને ભાન છે તે ચેતન છે, એને કંઈ પણ કરો તો એને ભાન, ખબર પડે. બીજા બધાને ખબર ન પડે.
બીજા બધા અચેતન તત્ત્વો છે. ગુણો બધા બહુ છે એમની મહીં, પોત પોતાના સ્વભાવિક ગુણો પણ તે લાગણી નહીં એની મહીં, કોઈને. આપણે કચડ કચડ કરીએને તો કશુંય નહીં.
જો આત્માને અરૂપી તરીકે જ ભજશો તો અરૂપી બીજા ચાર છે તેમને પહોંચી જાય. અસંગ આત્મ સિવાય બધાંયને પહોંચી જાય. આ
દેખાય.
પ્રશ્નકર્તા : આ ચેતન તત્ત્વ છે તે બાકીનાં જે આ ગતિ, સ્થિતિ, કાળ, આકાશ તત્ત્વો છે એ બધાંમાં એ ચેતન તત્ત્વ કોમન નહીં ?
દાદાશ્રી : ના, શેનું કોમન ? લેવાદેવા નહીં. આ જડ જોડે