________________
૨૯
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૨) આત્મા, અવિનાશી તત્ત્વ ! એટલે એને ચેતન તત્વ કહ્યું. એ તત્ત્વ સ્વતંત્ર છે અને અનાદિ ને અનંતનું છે.
અનંતા આત્મા છે ને બધા છે જ અને રહેવાના જ છે. એને કશું જ થવાનું નથી. વીતરાગોએ, મહાવીર ભગવાને કહેલી આ વાત છે. નિરંતર એનું હોવાપણું છે. અવિનાશી તત્ત્વ છે, મોક્ષમાં પણ તે રૂપે છે. અત્યારે પણ તે રીતે જ છે પણ ભાન થવું જોઈએ.
ફેર, આત્મા-અતાત્મા તત્વોમાં ! આત્મા તો કોઈ દહાડો અનાત્મા થાય જ નહીં. ચૈતન્ય, અચૈતન્ય ક્યારેય પણ ના થાય. એનો કોઈ ટૂકડો, કોઈ પિસીસ અચૈતન્ય ના થાય. અને અચૈતન્ય છે, એનું આપણે ડુંગળીને સમારીયે છીએ ને પેલી સ્લાઈસ પાડીએ છીએ ને, એવી ગમે એટલી આ અનાત્મ વિભાગની સ્લાઈસ પાડીએ તો પણ એકુય ટૂકડો એવો ના નીકળે કે જેમાં અજવાળું હોય. બેઉ જુદે જુદી વસ્તુ છે. સ્વભાવિક વસ્તુ છે પાછી. આ કંઈ એવી તેવી વસ્તુ નથી. સ્વભાવિક એટલે પોતે સ્વભાવસહિત છે.
આત્માની કોઈ પણ બાબત વિનાશી છે નહીં. એનો સ્વભાવ, એના ગુણેય વિનાશી છે નહીં. એ તો ફક્ત આત્માની અવસ્થા તે એકલી જ ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે. એ નિરંતર થયા જ કરે છે. અને પોતે’ ધ્રુવ રહે છે. હવે આત્માની બધી અવસ્થાઓ ચેતન છે અને પુદ્ગલની અવસ્થાઓ બધી અચેતન છે.
આત્મા શુદ્ધ ચેતન છે. આ દેખાય છે ને, એ મિશ્રચેતન દેખાય છે. અને શુદ્ધ ચેતન એ શુદ્ધાત્મા છે અને એ જ પરમાત્મા છે.
પ્રશ્નકર્તા : આત્માનું અશુદ્ધ સ્વરૂપ ખરું ? દાદાશ્રી : આ જે પ્રકૃતિ સ્વરૂપ છે એ આત્માનું અશુદ્ધ સ્વરૂપ
દરેકની જગ્યા તો જુદી જ, પણ એક જગ્યામાં બે-ચાર ના રહી શકે ને ? એનું નામ વ્યવહાર જુદો. અને નિશ્ચય એક જ છે આપણો આત્મા. જેવો આ આત્મા, એવો આ આત્મા, બધા એક જ સરખા સ્વભાવના છે.
પ્રશ્નકર્તા : ચેતન તત્ત્વ કબૂલ છે, પણ ચેતન તત્ત્વને ધરાવનાર કોઈ બીજું તત્ત્વ હોવું જોઈએ કે નહીં ?
દાદાશ્રી : નહીં, એને ધરાવનાર હોય જ નહીં. ચેતન તત્ત્વ, ચેતન જ છે અને સ્વભાવિક છે. ચેતન તત્ત્વ તમારી અંદર આખુંય બેઠેલું છે. જીવમાત્રની અંદર બેઠેલું છે અને એને કોઈની કશી જરૂરિયાત નથી પડી. અવલંબન નહીં, ચેતન તત્ત્વ અવલંબન સિવાયનું છે. જો અવલંબન હોત ને, તો તો એને મારી નાખત લોકો. પણ ચેતન એ જ ભગવાન છે.
પ્રશ્નકર્તા : એટલે નિરાલંબી છે ? દાદાશ્રી : હા, નિરાલંબી.
પ્રશ્નકર્તા : પણ ચેતનનું ધારક તત્ત્વ, અદ્વૈત વેદાંતમાં એના માટે પરાત્પર ચૈતન્ય એવો શબ્દ વાપર્યો છે.
દાદાશ્રી : પરાત્પર એટલે જ શુદ્ધ ચેતન. એને કોઈ અવલંબન ના હોય. હું દેહ સાથે કહી શકું છું કે હું નિરાલંબ છું, ત્યારે મૂળ ચેતન કેવું હશે !
જીવ અને આત્મા ! પ્રશનકર્તા : કોઈ ઠેકાણે એને આ જીવ છે, એમ કહે છે અને કેટલાક એને આ આત્મા છે, એમ કહે છે.
દાદાશ્રી : એવું છે ને કે ભગવાનની ભાષામાં એને (આત્માને) જીવ કહેતા હતા એ અને અત્યારે આપણા લોકો જીવ શેને સમજે છે ? આ જીવે છે તેને જીવ કહે છે એ. અને મરી જાય તેને છે તે મરી
નિશ્ચય પરમ તત્ત્વ ભગવાન સ્વરૂપ છે અને વ્યવહાર તો જુદો છે જ ને ! આ તમે જુદા બેઠા છો ને આ સાહેબ જુદા બેઠા છે.