________________
(૧) અવિનાશી તત્ત્વોથી રચાયું વિશ્વ !
[૨] આત્મા, અવિનાશી તત્વ !
આત્માનું સ્વરૂપ ! પ્રશ્નકર્તા : આત્મા શું છે ? “
દાદાશ્રી : આત્મા એ વસ્તુ છે. વસ્તુ એટલે ઈટર્નલ ચીજ છે અને પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત છે. પોતાનું વસ્તુત્વપણું જાળવે છે. પોતાના ગુણ પણ બધા જાળવી રાખે અને એને અવસ્થાઓ પણ
મુક્ત જ અપાવે મુક્તિ ! આ જગતમાં છ જ તત્ત્વો છે અને તે દરેક નિજ સ્વભાવમાં જ છે. અને દરેક પોતાનો જ ભાગ ભજવે છે છતાં છ તત્ત્વો અનંત કાળથી રહે છે. પાંચ અચેતન અને છઠ્ઠું પોતે ચેતન, જે બધું જ જાણે. એક (પુદ્ગલ પરમાણુ) તત્ત્વ એવું છે કે પોતે (ચેતન) જેવું અડપલું કરે તેવું જ એ થઈ જાય. રૂપીને દેખીને પોતે રૂપી થાય છે. મૂળ પોતે અરૂપી છે. પોતે અડપલું કરવાથી રૂપી ઊંચુંનીચું થાય છે પણ નાશ કશાનો થતો નથી. અવસ્થાનો નાશ થાય છે. અડપલું કરવાથી સંસાર અને ના કરવાથી મોક્ષ. અડપલું ક્યારે ના કરે ? જ્યારે પોતે ભાનમાં આવે ત્યારે.
વેદના ઉપરી ભેદવિજ્ઞાની કહેવાય, જે આત્મા અને બીજા પાંચ તત્ત્વો છે એ બધાંને જુદા પાડી દે. અમારી સિદ્ધિઓ લોકો તત્ત્વ સ્વરૂપ પામે એમાં ચાલે.
જ્યાં બુદ્ધિ નથી ત્યાં છે આત્મજ્ઞાત ! તત્ત્વ વસ્તુ જાણવી હોય તો, જ્યાં બુદ્ધિ નથી ત્યાં જ જાણવા મળે, બીજી કોઈ જગ્યાએ તત્ત્વ હોય નહીં. કારણ કે બુદ્ધિને લિમિટેશન્સ છે અને જ્ઞાન અનૂલિમિટેડ છે. એ જ્ઞાની પુરુષ હોવા જોઈએ. જ્ઞાની તો વર્લ્ડમાં કો’ક જ ફેરો હોય છે. જ્ઞાની હોય જ નહીં ને ! વર્લ્ડમાં કોઈ ચીજ એવી ના હોય કે જે જ્ઞાનીના જ્ઞાનની બહાર હોય. આ દેખીને બોલું છું. આ કંઈ પુસ્તકની વસ્તુ નથી. પુસ્તકનું કામ લાગે નહીં ને ! પુસ્તકની વસ્તુ જડ હોય હંમેશાં, અને પુસ્તકમાંથી તમે ગ્રહણ કરેલી ચીજ હોય, તે શું હોય ? એ પણ જડ હોય. જ્ઞાની પાસેથી ડિરેક્ટ હોવું જોઈએ. ડિરેક્ટ પ્રકાશ હોવો જોઈએ તો જ ઉકેલ આવે. નિરંતર જાગૃતિ છે દાદાની એટલે એ સમજી શકે છે એને, આત્મા ફુલ્લી અન્ડરસ્ટેન્ડ થયેલો (સમજાયેલો) છે. આ બધું અનવેલ્ડ (નિરાવરણ) આત્માથી જ જોઈ શકાય છે.
છ તત્ત્વોમાં એક ચેતન તત્ત્વ છે. જેને આપણે આત્મા કહીએ છીએ, શુદ્ધાત્મા કહીએ છીએ કે ભગવાન કહીએ છીએ એ ચેતન તત્ત્વ છે અને બીજા પાંચેય તત્ત્વ અચેતન છે. એટલે ચેતનતા એમનામાં નથી.
એટલે જે તત્ત્વો બધાં છે એમાં પરમ તત્ત્વ હોય તો પરમાત્મા. પરમ તત્ત્વ જેની સરદારી હોય, જે મોટામાં મોટું તત્ત્વ હોય, અનંત શક્તિનો ધણી હોય, એ પરમાત્મા. આત્મા એટલે પરમ તત્ત્વ જેમાં ચેતન છે. બીજા કોઈમાં ચેતન નથી. બીજાં તત્ત્વોની બહુ જ શક્તિ છે, જબરજસ્ત. તેથી તો જગત બધું આવું દેખાય છે. પણ ચેતન નથી એટલે એમનામાં જ્ઞાન નથી. અને જ્યાં જ્ઞાન નથી ત્યાં આત્મા નથી, પરમાત્મા નથી.
ચેતન તત્ત્વ તે એક તત્ત્વ નથી, અનંતા ચેતન તત્ત્વો છે. એ બધાંને ભેગાં કરીએ તો એક સ્વભાવનાં છે. જેમ આપણે સોનાની લગડીઓ હોય બધી, તે કરોડો હોય તોય પણ સોનું જ કહેવાય ને ! * આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૩ને ૪માં આત્મતત્ત્વના દ્રવ્ય-ગુણ-પર્યાય સંબંધી વિશેષ વાણી છે.