________________
(૧) અવિનાશી તત્ત્વોથી રચાયું વિશ્વ !
૨૧
દાદાશ્રી : હા, શું પૂછવું છે કહો હવે.
પ્રશ્નકર્તા : આત્મા છે એ સત્ કહેવાય ?
દાદાશ્રી : જેટલી સનાતન વસ્તુઓ હોય એ બધી સત્ કહેવાય. છ ઇટર્નલ છે, એ બધી સત્ કહેવાય. આત્મા સત્ છે.
રિયલમાં તથી કોઈ લેવાદેવા !
પ્રશ્નકર્તા : આકાશ, ગતિસહાયક, સ્થિતિસહાયક, પરમાણુઓ અને કાળ આ બધા સાપેક્ષ કહેવાય ? દાખલા તરીકે અહીંથી ત્યાં ગયા એટલે ગતિ થઈ, પછી સ્થિતિ છે અને ગતિ નથી એટલે સ્થિતિ નથી તો આકાશ નથી.
દાદાશ્રી : જ્યાં ગતિ હોય અને સ્થિતિ હોય ત્યાં આકાશ હોય. પ્રશ્નકર્તા : એટલે આ તો નોન રિલેટિવ વાત થઈ. આ રિલેટેડ સ્પેસની વાત નથી.
દાદાશ્રી : આત્માને રિયલમાં સ્પેસ હોતી નથી, સ્થિતિય નથી હોતી. સ્થિતિ હોય તે સાપેક્ષ છે, ગતિય સાપેક્ષ છે.
દેહધારી આત્મા અવકાશ વગર ના હોય ને ! દેહધારી ના હોય એવો આત્મા એ અહીં આગળ હોય નહીં. એટલે બધાં તત્ત્વોને રિયલમાં લેવાદેવા જ નથી, સંબંધ જ નથી. એટલે આપણે રહેતા હોઈએ તે ઘડીએ બીજું તત્ત્વ બાજુમાં હોય, તો આત્મા કંઈ માલિક નથી કે બીજાં તત્ત્વોને કહે કે તમે ચાલ્યા જાવ અહીંથી.
પ્રશ્નકર્તા : અવ્યવહાર રાશિમાંથી જીવ જે વ્યવહાર રાશિમાં
આવ્યો ત્યારે એને કાળ પહેલો ચોંટ્યો કે પુદ્ગલ ચોંટ્યું કે શું ચોંટ્યું ? કયું તત્ત્વ પહેલું ચોંટે ?
દાદાશ્રી : કાળના આધારે આમાં પડ્યો. આમ પ્રવાહની પેઠ વહે છે. કોઈપણ પ્રવાહ આવતો હોય તો એનો વારો આવે કે ના આવે ?
આપ્તવાણી-૧૪ (ભાગ-૨) એવી રીતે આયે પડે છે. કોઈ એને પાડનાર નથી, આની પાછળ નિયતિ છે. નિયતિ એટલે પ્રવાહ !
૨૨
નિયતિ કહેશે કે આ મેં કર્યું.' ત્યારે પાછો કાળ કહેશે, “તું શું કરનાર, હું હતો ત્યારે થયું.' એટલે બધાં કોઈને માથે ના આવવા દે. કોઈ ઉપરી નથી, એવું ઠરાવે.
કેટલાક લોકોએ તો એવું જ માનેલું કે આ જગત નિયતિને આધીન જ છે. શાસ્ત્રકારોએ વાંધો ઉઠાવ્યો. નહીં તો નિયતિનો રોફ પડી જાય કે મારે લીધે જ ચાલે છે આ ! એટલે કોઈથી આ દુનિયામાં એવું બોલાય નહીં કે મારે લીધે આ જગત ચાલે છે. આત્માથી એમ બોલાય નહીં કે મારે લીધે ચાલે છે આ. પુદ્ગલથી એમ બોલાય નહીં. એવું આ નિમિત-નૈમિત્તિક છે બધું. સૂર્ય અને દરિયો બે ભેગા થયા ત્યારથી આ વરાળ ઊભી થઈ. ભેગા ના થયા હોત તો ના થાત. એવું લાગે છેને તમને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : છતાં મુખ્ય ભાગ કોનો છે ? આ પુદ્ગલનો ભાગ છે, મુખ્ય. કાળની તો આપણને બહુ પડેલી નથી. બાકી, કાળને અને આપણને શું લેવાદેવા ? ઓળખાતો નથી, ખબરેય પડતી નથી. એટલે એને બાદ કરીએ. આ ગતિસહાયક, આ સ્થિતિસહાયક અને આપણે કશું લેવાદેવા નથી. એટલે ત્રણ બાદ કરીએ અને ચોથું આકાશ. તે આકાશ તો આપણે જાણીએ છીએ કે આકાશ એટલે આ એક જગ્યા આપનારું છે. માટે આકાશને આપણી સાથે લેવાદેવા નથી. હવે ચારને બાદ કરીએ. ફક્ત આ જડ અને ચેતન (આપણે પોતે) બે તત્ત્વોની
મારામારી છે અને બીજા ચાર તત્ત્વો એને હેલ્પ કરે છે.
આત્મા ફસાયો શેમાં ?
પ્રશ્નકર્તા : આ જડ તત્ત્વ, પુદ્ગલમાં આત્મા ફસાય છે, એ
પ્રમાણે બીજા કોઈ તત્ત્વમાં ફસાઈ શકે ?