________________
(૧) અવિનાશી તત્ત્વોથી રચાયું વિશ્વ !
૨૩
૨૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : મુખ્ય આ જડ તત્ત્વ, પુદ્ગલ એકલું જ. પ્રશ્નકર્તા : આકાશ તત્ત્વ કે એવાં બીજાં કોઈ તત્ત્વમાં ફસાય
દાદાશ્રી : આમ તો એ બધાં તત્ત્વોમાં આપણે ફસાયા છીએ. આત્મા સિવાય બીજા પાંચ છે તે બધાંમાં અત્યારે ફસાયા છીએ. બધાંએ આપણને બાંધ્યા છે.
પ્રશનકર્તા : ખાલી એકલા અવકાશમાં ભગવાન ફસાય કે બધાં તત્ત્વોમાં ફસાયા છે ?
દાદાશ્રી : એમ નહીં, આ ફસાયા છે તે બધાં તત્ત્વોથી ફસાયા છીએ અને વૈજ્ઞાનિક કારણ છે એનું. વૈજ્ઞાનિક ઉપાધિ છે. આ ફસાયા કોનું નામ કહેવાય કે આ હું ધોતિયું પહેરીને રસ્તામાં જતો હોઉં અને પવન આવ્યો, પવનમાં ધોતિયું ઊડીને પેલી બાજુ કાંટાના જાળામાં ફસાયું એટલે પાછો એ ત્યાં કાઢવા માથાકૂટ કરું, ત્યારે હોરો બીજો પવન આવે અને બીજી બાજુ ફસાયું એટલે જાળાં આપણને છોડે નહીં. એટલે આપણે શું જાણીએ કે આપણે ફસાયા કે જાળું ફસાયું ?
પ્રશ્નકર્તા : આપણે ફસાયા.
દાદાશ્રી : હં. એવી રીતે આત્મા ફસાયો છે, અનંત શક્તિનો ધણી ! શક્તિને શું કરે પણ, માથા ફોડે ?
પ્રશ્નકર્તા : એકલા જડ તત્ત્વમાં ફસાયો છે એમ જ એકલું માનવાનું નથી, બધા તત્ત્વોની અંદર ફસાયેલો છે.
દાદાશ્રી : આ જડમાં ફસાયો તે ફસાયો પણ બધાં તત્ત્વોની અંદર ફસાયો છે. હવે જ્યારે બધા તત્ત્વોની અને જડની ને પોતાની બેની ઓળખાણ પડશે કે તરત છૂટો થઈ જશે. આ મને બાંધ્યા છે તે તત્ત્વો આવાં છે ને હું આવો છું, એવું ભાન થશે ત્યારે છૂટું થઈ જશે. આ તો પેલું બેભાનપણે ચાલ્યું કે આ મારો ગુણ અને આ અરૂપીયે મારો ગુણ, કહે છે. ત્યારે બીજા તત્ત્વો અરૂપી તો છે જ,
બળ્યા. તે એવો થઈ ગયો પાછો.
પ્રશ્નકર્તા : એક જડ સિવાય બધા અરૂપી.
દાદાશ્રી : અરૂપી છતાં ચેતન નહીં અને આપણે ચેતનને અરૂપી કરી એના ઉપર મદાર બાંધીએ, ત્યારે કહે, તો માર ખાઈશ !
અતાદિથી છએ સાથે જ ! પ્રશ્નકર્તા : પાંચ તત્ત્વો નહોતાં ત્યારે આત્મા ક્યાં હતો ?
દાદાશ્રી : આ પાંચ તત્ત્વો હતાં નહીં. એવો દિવસ જ નથી ઊગ્યો. આત્મા એના આધારે જ અત્યારે રહ્યો છે. એ જ્યારે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અહીંથી છૂટો થાય, તે પાંચ તત્ત્વો બંધ થઇ જાય. બાકી પાંચ તત્ત્વો આત્માની જોડે ને જોડે જ છે, એ પછી નાના જીવડાંરૂપે હોય કે મોટાંરૂપે કે ઝાડરૂપે હોય. ઝાડમાંય પાંચ તત્ત્વ, નાનામાં નાના જીવમાંય પાંચ તત્ત્વ, બે ઇન્દ્રિયમાંય પાંચ તત્ત્વ, ત્રણ ઇન્દ્રિયમાંય પાંચ તત્ત્વ, ચાર ઇન્દ્રિયમાંય પાંચ તત્ત્વ અને આ પાંચ ઇન્દ્રિયમાંય પાંચ તત્ત્વ જોડે ને જોડે જ છે.
આ શરીરમાં છએ છ તત્ત્વો ભેગાં થયેલાં છે. આ તત્ત્વો મિલ્ચર રૂપે છે, કમ્પાઉન્ડ નથી. એટલે જુદા પાડી શકાય. કમ્પાઉન્ડ થયો એટલે આત્માના ગુણધર્મ બદલાઈ જાય અને આ જડનાય ગુણધર્મ બદલાઈ જાય.
એમાં આત્માનું કશું બગડ્યું નથી. આત્મા આમાં સંયોગી પદાર્થ છે. બધી વસ્તુઓ આ છ ભેગી થાયને, એ સંયોગી છે. એટલે જ્ઞાની પુરુષ આને પાછું છૂટું પાડી અને આત્મા જુદો કરી આપે. આત્મા ચોખ્ખો જ છે, સ્વચ્છ જ છે, ફક્ત બિલીફ રોંગ છે.
વિકલ્પો લિમિટેડ, આત્મગુણ અલિમિટેડ !
જગત તો બહુ મોટું વિશાળ સમજવા જેવું છે. કશું બન્યું જ નથી. આ એના એ જ છ તત્ત્વોની જ આ બધી ઘાલમેલ છે, બીજું