________________
(૧) અવિનાશી તત્ત્વોથી રચાયું વિશ્વ !
૧૫
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : આ બધું જે પરિવર્તન થાય છે ને આ બધું દેખાય છે વિનાશી. ઘડી પછી કંઈનું કંઈ વાદળી થઈ જાય ને કંઈનું કંઈ થઈ જાયને બધું આ ? અવિનાશી તત્ત્વ દેખાય નહીં અને જે દેખાય છે એ વિનાશી દેખાય છે. વિનાશી બધા અવળહવળ થયા કરે છે પણ તેની અંદર તત્ત્વો છે, તે અવિનાશી છે, પરિવર્તનશીલ છે. અંદર બ્રામણતા જ કર્યા કરે છે, બીજું કશું કરતાં નથી. અને તે ઘડીકમાં આમ દેખાય ને ઘડીકમાં આમ દેખાય. ઘડીકમાં આ બાજુ વાદળ દેખાય, ઘડીકમાં આમ તૂટી જાય ને આમથી આમ જતું રહે, ઘડીકમાં પાછું આમ મેઘધનુષ દેખાય, ઘડીકમાં ઊડી જાય પાછું એ બધું. મૂળ સ્વરૂપ અવિનાશી, આ જગતમાં મૂળ અવિનાશી જ છે બધું, વિનાશી બધું દેખાયા કરે અને અવિનાશી આંખે દેખાય નહીં.
આ બધા પરમાણુઓ છે ને, તે અવિનાશી છે. તે આમ ફર્યા જ કરે, નિરંતર ફર્યા જ કરે. એક પરમાણુ બીજા પરમાણુને ઓળંગે એટલા ભાગને સમય કહ્યો. એના પરથી કાળનું નિમિત્ત કાઢ્યું. એ બધું આ નિરંતર પરિવર્તન થયા જ કરે. આ આત્મા ને બીજું બધુંય પરિવર્તન થયા જ કરે.
પ્રશ્નકર્તા: આ જે પરમાણુ નિરંતર ફર્યા કરે, એને પરિવર્તનશીલ કહો છો ?
દાદાશ્રી : બીજું શું ત્યારે ? એક સ્થિતિમાં ના રહેવું. સ્થિતિ ફર્યા જ કરવી, નિરંતર અવસ્થા બદલાયા જ કરે...
પ્રશ્નકર્તા : એ પરિવર્તનશીલ કહ્યું, તો આત્મા અવિનાશી છે ને પરિવર્તનશીલ છે એ કેવી રીતે ?
દાદાશ્રી : કોઈ પણ વસ્તુ) અવિનાશી ક્યારે કહેવાય ? વસ્તુ પરિવર્તનશીલ હોય તો જ છે તે વસ્તુ હોય, નહીં તો વસ્તુ જ ના હોય.
પ્રશ્નકર્તા : તો બધી વસ્તુ પરિવર્તનશીલ થઈ ?
દાદાશ્રી : હા, બધી વસ્તુ... પ્રશ્નકર્તા: નાશવંત ને અવિનાશી, બેય ?
દાદાશ્રી : નહીં, નાશવંત તો અવસ્થાઓ, પણ આ તો મહીં પરિવર્તનશીલ એટલે નિરંતર પર્યાય ફર્યા જ કરે.
પ્રશ્નકર્તા : એના સ્વભાવમાં રહીને ફર્યા કરે ? દાદાશ્રી : સ્વભાવમાં રહીને.
પ્રશ્નકર્તા : આત્મા અવિનાશી છે, હવે આત્માનું કયું પરિવર્તન થાય છે એમાં ?
દાદાશ્રી : આ આત્મા, મૂળ ચેતન દ્રવ્ય, પછી એમાં ગુણ. તે ગુણમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, તે આ જ્ઞાનથી તમે જોતા નથી, એ પર્યાયથી જુઓ છો. જ્ઞાન તો એનો ગુણ છે. ગુણ આઘોપાછો ના થાય. એનો પર્યાય જ આઘોપાછો થાય, ગુણ નિરંતર સાથે રહેનારો. વિનાશી વસ્તુનું પરિવર્તન થાય છે. એમાં આત્માની જ્ઞાનશક્તિ પરિવર્તન પામે છે. કારણ કે અવસ્થાઓને ‘જોનાર’ ‘જ્ઞાન' છે. તે અવસ્થા બદલાય તેમ જ્ઞાન પર્યાય બદલાય છે. પર્યાયોનું નિરંતર પરિવર્તન થયા જ કરે છે. છતાં તેમાં જ્ઞાન શુદ્ધ જ રહે છે, સંપૂર્ણ શુદ્ધ રહે છે, સર્વાગ શુદ્ધ રહે છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન કયા સ્વરૂપે ફરે છે ? પર્યાય સ્વરૂપે ?
દાદાશ્રી : હા. અને પોતાના પર્યાયને પણ જે જાણે છે તે પોતે છે, શુદ્ધાત્મા છે.
પ્રશ્નકર્તા : પણ એનાથી વિનાશી ચીજો ઉત્પન્ન થાય છે ?
દાદાશ્રી : આ વિનાશી છે તેથી જ દેખાય ને આમ આ. એક ચીજ બીજે જતી હોય, તે ત્રીજા એના પડઘા દેખાય આપણને. આપણે આકાશના સામું જોઈએ અને ઘડીકમાં વાદળ આવીને ઊભું રહે. તે વાદળ બ્લેક (કાળું) હોય તો આપણને કશું ના દેખાય, પણ બે મિનિટ,