________________
(૧) અવિનાશી તત્ત્વોથી રચાયું વિશ્વ !
૧૩
૧૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
કારણ કે એ પોતે અપરિવર્તનશીલ જ હોય તો કયું કર્યું જુએ એ ? જોનાર તેનો તે જ અને જોવાની વસ્તુ ફર્યા કરે. એ ચાલે નહીંને ! જોવાની વસ્તુ ગઈ. તેની જોડે જોનારેય ગયો. ફરી જોવાની વસ્તુ ગઈ, તેની જોડે જોનારેય ગયો. કારણ કે વસ્તુના પર્યાયો વિનાશી અને પરિવર્તનશીલ. વસ્તુના ગુણ અવિનાશી અને પરિવર્તનશીલ અને વસ્તુનું દ્રવ્ય અવિનાશી અને અપરિવર્તનશીલ.
ફેર, વિતાથી અને પરિવર્તનશીલમાં ! પ્રશ્નકર્તા : હવે દાદા, વિનાશી અને પરિવર્તનશીલ બેમાં શું
દેખાયા કરે તો પરિવર્તન ના કહેવાય. બધું વારાફરતી દેખાયા જ કરે. બધાને પોતે જુએ-જાણે. અને બધાં તત્ત્વો કુદરતી રીતે ફર્યા જ કરે છે. દરેક તત્ત્વ આમ કરતાં કરતાં ભેગાં થઈ જાય છે. એમાં જ્યારે પુદ્ગલ ને આત્મા બે પાસે આવે છે ત્યારે ત્યાં એડજસ્ટમેન્ટ આવું થઈ જાય છે, કે બેઉમાં પોતાનામાં જે ગુણ છે નહીં એવાં નવા ગુણ ઊભા થાય છે, વિશેષ પરિણામ ઊભા થાય છે. કોઈને ઈચ્છા નથી આવી પણ સ્વભાવથી આવું ઊભું થઈ જાય છે. બધાં તત્ત્વોનો જ સ્વભાવ પરિવર્તનશીલ છે.
આત્મા પરિવર્તતશીલ, યતે કારણે ! પ્રશ્નકર્તા : આપે કહ્યું કે જગતમાં બધી જ વસ્તુ પરિવર્તનશીલ છે, આત્મા પણ પરિવર્તનશીલ છે. ચૈતન્ય પરિવર્તનશીલ કઈ રીતે હોઈ શકે, એ જરા સમજાવો.
દાદાશ્રી : ચૈતન્યના ગુણધર્મ છે પોતાના. ગુણેય છે ને પાછા ધર્મય છે. ગુણ એ કાયમના છે ને ધર્મ પરિવર્તનશીલ છે. જેટલી ચીજો આ જગતમાં પરમેનન્ટ, સનાતન, ઈટર્નલ છે એ બધાને ગુણ અને ધર્મ બન્ને હોય તો આત્માના ગુણ કયા ? તો આ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખધામ, બીજા ઘણા ગુણો છે. આ બધા જે એના ગુણ છે, તે તેના કાયમના, પરમેનન્ટ. હવે ધર્મ શો ? મહીં જે પરમેનન્ટ ગુણો છે, જેમ કે અનંત જ્ઞાન, જ્ઞાન એટલે પ્રકાશ એક જાતનો. તે પ્રકાશ એની જે બહાર અવસ્થી થાય, તે પરિવર્તનશીલ હોય એટલે શેયના પ્રમાણે જ્ઞાન ફર્યા કરે. શેય પરિવર્તનશીલ છે એટલે જ્ઞાન પણ પરિવર્તનશીલ થાય. દર્શન, દેશ્ય પણ પરિવર્તનશીલ છે એટલે દ્રષ્ટા પણ પરિવર્તનશીલ થાય. એ (શયો-દેશ્યોના) આધારે પોતે પોતાની (જ્ઞાન-દર્શન) અવસ્થા હોય, એ અવસ્થા પરિવર્તનશીલ હોય.
પ્રશ્નકર્તા : મૂળ આત્માને તો અપરિવર્તનશીલ જ કહેવાય છે
દાદાશ્રી : વિનાશી તો નાશ જ થઈ જાય. એક વસ્તુ સનાતન હોવા છતાંય નિરંતર પરિવર્તનશીલ હોય અને વિનાશી ચીજ તો પરિવર્તનશીલ સ્વભાવની કહેવાય જ નહીં. પરિવર્તનશીલ જે છે, એનો વિનાશી તો અમુક ભાગ જ છે. અને પરિવર્તનશીલ તો આત્મા પણ છે. આ છ યે તત્ત્વો પરિવર્તનશીલ છે.
પ્રશનકર્તા છ તત્ત્વો એ પરિવર્તનશીલ છે, એ કેવી રીતે ? છ તત્ત્વો અને આત્માની હાજરીમાં ઊભું થયેલું વિશેષ પરિણામ પરિવર્તનશીલ
દાદાશ્રી : વિશેષ પરિણામેય ખરું. એ તો સંસાર અપેક્ષાએ વિશેષ પરિણામ.
પ્રશનકર્તા : હા, પણ એ જ પરિવર્તનશીલ છે ને ?
દાદાશ્રી : પણ સ્વભાવિક અપેક્ષાએ પરિવર્તનશીલ. એની છે તે અવસ્થાઓ હોય છે, આત્માની અવસ્થા, પુદ્ગલની અવસ્થા, એ અવસ્થા વિનાશી છે.
દાદાશ્રી : એવું છે કે, આ (જ્ઞયો-દેશ્યો) પરિવર્તનશીલ હોય તો એને પરિવર્તનશીલ જ જોઈ શકે. અપરિવર્તનશીલ જોઈ શકે નહીં.
પ્રશ્નકર્તા : અવિનાશીના પરિવર્તનશીલ સ્વભાવથી વિનાશી ચીજ ઉત્પન્ન થાય છે એ દાખલો આપી સમજાવો. * વિશેષ ફોડ માટે જુઓ આપ્તવાણી શ્રેણી-૩, પાન નં ૬૦ થી ૬૨, આત્મગુણો : જ્ઞાન-દર્શન