________________
૧૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૧) અવિનાશી તત્ત્વોથી રચાયું વિશ્વ !
૧૧ પડે છે. અહીંથી છૂટો થઈ ગયો, પોતાના ગુણ-સ્વભાવ જાણ્યા અને જ્ઞાની પુરુષ છૂટો કરી આપે, ત્યાર પછી એ મુક્તિમાં જાય. તે મુક્તિમાં ત્યાં પછી કાયમને માટે સ્થિર, કારણ કે ત્યાં બીજાં તત્ત્વો નથી. બીજાં તત્ત્વો હોય તો એને હેરાન કરે, પાછાં પ્રવાહમાં જોડે ખેંચી જાય.
પ્રશ્નકર્તા : આત્મા પરમેનન્ટ છે પણ પછી આ પુદ્ગલ સાથે મિક્સિંગ બધું કેમ થયું ? એનું રિઝન (કારણ) શું પાછું ?
દાદાશ્રી : કોઈ કારણ નથી મિક્સ થવાનું. આ છ તત્ત્વો બધાં ભેગાં જ છે એને લોક કહેવાયો. પણ લોક એટલે શું ? ત્યારે કહે, ‘સંસાર.” ત્યારે સંસાર એટલે શું ? સમસરણ. સમસરણ એટલે શું ? નિરંતર પરિવર્તન. તે આ છ તત્ત્વો એકમેકની પાછળ આમ ભેગાં થઈને બધાં ફર્યા જ કરે છે. કોઈ દહાડો (કમ્પાઉન્ડ સ્વરૂપે) ભેગાં થઈ જતાં નથી. કોઈ દહાડો જુદાં પડવા જેવું છે નહીં, એવી રીતે (મિલ્ચર સ્વરૂપે) ફર્યા જ કરે છે. અત્યારેય જુદાં છે. આ મનુષ્યોનો દેહ છે એમાંય જુદાં છે. પણ આ તો વિજ્ઞાનથી આ બધું ઊભું થઈ ગયું છે, તે માણસ ગૂંચાયો છે.
વસ્તુ એટલે અવિનાશી. આ છ દ્રવ્યો સામસામી ભેગાં થાય ત્યારે અવસ્થા ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : એ છ દ્રવ્યો એકબીજામાં ભળી જાય ખરાં ?
દાદાશ્રી : ભળે. છ દ્રવ્યો એકબીજામાં (મિલ્ચર સ્વરૂપે) ભળવાથી જ આવું થયું છે.
પ્રશ્નકર્તા : ઓતપ્રોત થઈ જાય ખરાં ?
દાદાશ્રી : એટલે કે પરિવર્તન પામે, આ બધાં છ દ્રવ્યો પરિવર્તનવાળાં છે. આકાશ ક્ષેત્ર છે અને એની અંદર પરમાણુ આમ ફરે. આત્મા ને પરમાણુ બધું ભેગું થઈને પછી આ મિલ્ચર ઊભું થઈ જાય છે. ઉત્પત્તિ જેની થાય એનો વિનાશ છે. એટલે એ અવસ્થાની ઉત્પત્તિ છે. એટલે એ વિનાશ થાય, પણ આત્મા તો ઉત્પન્ન થયો નથી
અને વિનાશ થવાનો નથી. એ છ સનાતન તત્ત્વોના આધારે જ આ જગત થયેલું છે.
પ્રશ્નકર્તા છ તત્ત્વો ઇન્ટરેક્શન થવાથી આ બધું બન્યું. તો હજુ એવું થયા કરે છે કે એક વાર થઈને પછી અટકી ગયું ?
દાદાશ્રી : ના, એ નિરંતર થયા કરે છે ને ચાલ્યા કરે. થયા કરે ને ચાલ્યા કરે.
પ્રશ્નકર્તા : એમાંથી છૂટી પણ જાય ને નવા પેસતાં પણ જાય ?
દાદાશ્રી : ઉત્પન્ન થાય, થોડા વખત રહે પછી લય થાય. એમ નિરંતર થયા કરે.
પ્રશ્નકર્તા : એટલે લય થાય એટલે મોક્ષ થઈ જાય ?
દાદાશ્રી : ના. આ માણસ જેમ જન્મે છેને, થોડો વખત રહે છે અને પછી મરે છેને, એવું આ બધું જગત ચાલ્યા કરે.
પ્રશનકર્તા : હવે દ્રવ્ય અને વસ્તુ... દાદાશ્રી : ગુણ અને પર્યાય જેમાંથી ઉત્પન્ન થાય છે એ દ્રવ્ય
પ્રશ્નકર્તા : અને વસ્તુ ? દાદાશ્રી : દ્રવ્ય એ જ વસ્તુ.
પ્રશ્નકર્તા : આપણે આ જે વાત કરીએ ને, આપણું આ જે તત્ત્વ અને જૈનો જે વાત કરે છે એ તત્ત્વ, એ બેમાં ફેર શું ?
દાદાશ્રી : એક જ, ફેર કશોય નહીં.
પ્રશ્નકર્તા : આત્મા કેવી રીતે બદલાયા કરે છે ? પરિવર્તન થયા કરે છે?
દાદાશ્રી : આ જે બધું દેખાય છે ને, તે બધું એક જ જાતનું