________________
(૧) અવિનાશી તત્ત્વોથી રચાયું વિશ્વ !
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
તત્ત્વો અવિનાભાવી રૂપે (એકબીજા વિના રહી કે હોઈ ના શકે તેવો ભાવ) છે.
દાદા છે વર્લ્ડની ઑઝર્વેટરી ! ધીસ ઈઝ ધ વર્લ્ડસ્ ઓક્ઝર્વેટરી. ચાર વેદના ઉપરી છે આ દાદા. એટલે તમારા મનમાં બધા ખુલાસા થઈ જવા જોઈએ અને તો જ સમજાય અને તો જ નિવેડો આવે. નહીં તો આ ગપ્પાં હજાર વર્ષથી ગાયા કરતા'તા, કશું વળશે નહીં. એટલે તમને સમજાય ત્યાં સુધી પૂછો. અહીં પૂછવા જેવું છે.
તમને આ બધી વાત ગમે છે ? સાયન્સ છે આ તો. આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ આ સાયન્સ ઉત્પન્ન થયું નથી. ધીસ ઈઝ ધી કેશ બેન્ક ઑફ ડીવાઈન સોલ્યુશન ! પહેલી જ વખત આ બહાર પડે છે લોકોમાં !
દાદાશ્રી : હા, જેટલું આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે એટલું જ પાંચ તત્ત્વોનું છે. બધાંય તત્ત્વો સંપૂર્ણ સ્વતંત્ર છે.
પ્રશનકર્તા : આત્માની અપેક્ષાએ છે કે સ્વતંત્ર હોય છે બીજા પાંચ તત્ત્વો ?
દાદાશ્રી : એ સ્વતંત્ર છે બધાં, બિલકુલ સ્વતંત્ર છે. કોઈ કોઈને લેવાય નહીં ને દેવાય નહીં અને અત્યારે પણ સ્વતંત્ર, એને કશી લેવાદેવા નથી. આત્મા કોઈના તાબામાં નથી, કોઈ આત્માના તાબામાં નથી.
પ્રશ્નકર્તા : પણ આત્મા અક્રિય છે, આત્મા કંઈ કરતો નથી ? દાદાશ્રી : હા, બિલકુલ અક્રિય છે.
પ્રશ્નકર્તા કંઈ કર્યું નથી, તો એને પુદ્ગલનો સંજોગ કેવી રીતે થયો ?
દાદાશ્રી : પુદ્ગલમાં જ રમે છે . આ બધાં છે તત્ત્વો ભેગાં જ છે. પણ કોઈ તત્ત્વ એકબીજામાં પ્રવેશ નથી પામતું, જુદાં જ છે. કોઈ તત્ત્વ કોઈ તત્ત્વની પર અસર કરી શકતું નથી.
એમાં ફક્ત ભેદ શું છે કે બીજા પાંચેય તત્ત્વોમાં ચેતન ભાવ નથી અને આત્મામાં ચેતન ભાવ છે. આત્મા એકલાને ઈનામ મળે એવું નથી. પાછું તે દરેકનો વિશેષ ગુણધર્મ છે કે જે બીજાનામાં નથી. બીજામાં નથી એવો વિશેષ ચેતન ગુણધર્મ આ આત્મામાં છે. પુદ્ગલ પરમાણુમાં જુદો વિશેષ ગુણ છે, પુદ્ગલ પરમાણુમાં રૂપી ગુણ છે કે જે બીજા પાંચમાં છે નહીં. એટલે દરેકનામાં વિશેષ ગુણ હોય પાછો.
જગત આખું તત્ત્વોથી ભરેલું છે. ચેતન તત્ત્વ એક આત્મા એકલું જ છે, તે જ પરમાત્મા છે. અને બીજાં તત્ત્વો જડ છે, એ ચેતન નથી. અચેતનભાવવાળાં, પણ બહુ જાતજાતના ગુણધર્મવાળાં છે.
જગતમાં બીજાં તત્ત્વો ના હોત તો આત્માય ના હોત. આ બધાં
એક તત્ત્વનો જ્ઞાતા જ્ઞાની કહેવાય. આત્મા એકલો જ જાયો તે તત્ત્વજ્ઞાની કહેવાય. જેણે બધાં જ તત્ત્વો જાણ્યાં, જુદાં જુદાં દરેક તત્ત્વો શું કરી રહ્યા છે તે પણ જાણે, તે સર્વજ્ઞ કહેવાય.
આત્મા જાણ્યાનું ફળ મોક્ષ. અનંત પીડામાં પણ મોક્ષ છે. જેણે આત્મા જાણ્યો તે સર્વ તત્ત્વોનો જ્ઞાતા-દ્રષ્ટા થયો.
છતા મિશ્રણથી થયો સંસાર ! પ્રશનકર્તા : આ બ્રહ્માંડમાં સ્થિર વસ્તુ શું છે ?
દાદાશ્રી : પાંચ ઈન્દ્રિયથી દેખાય છે એમાં સ્થિર વસ્તુ જ ના હોય. બધું રિલેટિવ સ્વભાવથી ચંચળ જ છે. આત્મા સ્થિર છે. બધાંય તત્ત્વો સ્થિર સ્વભાવનાં છે, પણ અહીંથી (સંસારમાંથી) બધાં છૂટાં થાય (રિયલમાં આવી ત્યારે સ્થિર થાય, ત્યાં સુધી ભેગું (રિલેટિવ) બધું ચંચળ જ. એટલે સ્થિર વસ્તુ જ નથી કોઈ. ખરી રીતે આત્મા સ્થિર છે પણ એને આ ચંચળનો પ્રસંગ થયો છે ને ચંચળ તરીકે એનેય ફરવું