________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૨) ભિન્ન ભિન્ન હોય તો અંદર અંદર એમની આંતર ક્રિયા કેવી રીતે થાય
(૧) અવિનાશી તત્ત્વોથી રચાયું વિશ્વ !
પ્રસનકર્તા : રિયાલિટી એ રિયલનું આવિર્ભાવ છે આ ? દાદાશ્રી : હા, એ આવિર્ભાવ જ છે. બીજું કંઈ છે જ નહીં.
વાસ્તવિક્તામાં દેખાય પરમેતટપણું ! પ્રસનકર્તા : એ વાસ્તવિકતામાં જે દેખાય, એમાં શું દેખાય ?
દાદાશ્રી : પરમેનન્ટપણું. આ જગતમાં રિલેટિવ ટેમ્પરરીપણું બતાડે છે.
પ્રશ્નકર્તા: આ બધું ટેમ્પરરી દેખાય છે.
દાદાશ્રી : હવે પરમેનન્ટ દેખાતું નથી. જ્ઞાની પુરુષ જ્ઞાન આપે ત્યારે પોતાની દૃષ્ટિ પરમેનન્ટને જોઈ શકે, બધી જ વસ્તુ. હવે પરમેનન્ટ એકદમ જોવાય નહીં. પણ ‘પોતે' પરમેનન્ટ થયો એટલે ધીમે ધીમે ધીમે પરમેનન્ટ દેખાતું જાય પછી. તે છેવટે આ પરમેનન્ટમાં છે કેટલું? છેવટે આ છ તત્ત્વો છે, એ જ દેખાય. આ તમારે (આ જ્ઞાન લીધા પછી) એક ચેતન એકલું જ દેખાય અત્યારે. પુદ્ગલ પરમાણુ ક્યારે દેખાય ? કેવળજ્ઞાન થાય ત્યારે. પણ આ માર્ગ મૂળ અવિનાશી તત્ત્વ જોવાનો છે.
થીયરી ઑફ રિયાલિટી તત્ત્વને સ્પર્શ કરે છે. કોઈ સંતો-મહંતો તત્ત્વથી ભગવાન શું છે તે સમજતા નથી. તેઓ તેમના વિચાર અને કલ્પનાથી જ સમજે છે.
તથી કોઈ કંટ્રોલર એમતો ! પ્રશનકર્તા: આ તત્ત્વો જે કહ્યાં આપે, એના ઉપર કોઈનો પણ કંટ્રોલ ખરો ?
દાદાશ્રી : આ જગતની ઉપર કોઈનો કંટ્રોલ છે જ નહીં, બધાં સ્વતંત્ર છે. આત્મા આનાથી બિલકુલ છૂટો જ છે.
પ્રશનકર્તા : જો છ એ છ સ્વતંત્ર રીતે, અલગ અલગ, છૂટાં છૂટાં,
દાદાશ્રી : હા, એ જ જોવાની જરૂર છે.
આ વર્લ્ડનો કોઇ માલિક નથી, ચલાવનારો નથી, છતાં તેની નિયતિ છે. સૂત્રધાર વ્યવસ્થિત શક્તિ છે, તેય પાછી જડ શક્તિ છે.
પ્રશ્નકર્તા : આ શક્તિ જડ છે, એવું કોણે જાણ્યું ?
દાદાશ્રી : જે પોતે આત્મા થાય, જ્ઞાતા-દ્રષ્ટા થાય, તેણે. આત્મા પોતે જ બધું જાણનારો છે. જડમાં પણ અપાર શક્તિ છે.
પ્રશ્નકર્તા: પહેલું ચેતન કે જડ ?
દાદાશ્રી : પહેલું છેલ્લું ન હોય. બધાં સાથે મળીને સમુચ્ચય થાય છે.
પહેલું ને છેલ્લે તપાસ કરવા જશો તો અનંત અવતાર ફરવું પડશે. મોક્ષે ન જવાય. સાપનેય દરમાં જતાં સીધું થવું પડે.
એ તત્ત્વોને કંટ્રોલ કરવાની જરૂર જ નથી રહેતી. એ છ તત્ત્વો ઈટસેલ્ફ પોતાની જાતે જ ફરી રહ્યાં છે. સંસાર એટલે સમસરણ. સમસરણ એટલે વસ્તુઓ નિરંતર પરિવર્તન થયાં કરે. સ્વભાવિક રીતે, કોઈને કરાવવાની જરૂર નથી. જો આનો કોઈ ચલાવનારો હોત ને તો તો આપણો દમ કાઢી નાખત ! કોઈ ઉપરી જ નથી આનો. કોઈ માલિક જ નથી, આનો કોઈ બનાવનારો જ નથી. આ જગત આખું વિજ્ઞાનથી ઊભું થયેલું છે અને હું જાતે જોઈને બોલું છું. હું જાતે એની જવાબદારી લઉં છું કે કોઈ બનાવનાર નથી.
દરેક તત્વો સંપૂર્ણ સ્વતંત્ર ! પ્રશનકર્તા : છ તત્ત્વો છે એમાં આત્મા સિવાયના પાંચ તત્ત્વો છે એનું સ્વતંત્ર અસ્તિત્વ છે ?