________________
(૧) અવિનાશી તત્ત્વોથી રચાયું વિશ્વ !
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
છ અવિનાશી તત્ત્વો છે આ જગતમાં. થીયરી ઑફ રિલેટિવિટી સાયન્ટિસ્ટો
જ્યારે ઓળંગશે ત્યારે જ આ વાત સમજમાં આવશે. રિલેટિવિટીની થીયરી આખી ઓળંગે ત્યારે ત્યાં આગળ બિગિનીંગ ઑફ રિયાલિટી (રિયાલિટીની શરૂઆત) થાય છે.
પ્રશ્નકર્તા : એ થીયરી ઑફ રિયાલિટી શું છે ?
દાદાશ્રી : ત્રણ જ થીયરી જાણવાની છે. પણ આગળ પછી ત્યાં એને માટે વાણી જ નથી હોતી. હું સમજાવી શકું ખરો, પણ મૂળ વસ્તુ તમે જ્યારે જાણશો ત્યારે જ સમજાશે, એટલે ત્યાં આગળ આ છ તત્ત્વો રહેલાં છે. છ તત્ત્વો ને આ (જગત) કેવી રીતે આમ ચાલી રહ્યું છે ને ભગવાન શું કરી રહ્યા છે તે બધું ત્યારે જણાશે.
આ થીયરી ઓફ રિલેટિવિટી ઓળંગી ગયો તો રિલેટીવ ક્રોસ (પૂરું) થઈ જાય ને રિયલની શરૂઆત થાય. આ તો હજુ થીયરી ઑફ રિલેટિવિટીમાં જ ફર્યા કરે છે, એથી આગળ ખસ્યા નથી. એટલે એટલું જાણવાની જરૂર છે અને તમારે જો અનવેલ્ડ (વ્યક્ત) કરવો હોય આત્મા, તો આવીને તમે સમજો ને પછી એકવાર તમેય થઈ શકશો ત્યાં આગળ.
ધેર આર શ્રી થીયરી; થીયરી ઑફ રિલેટિવિટી, થીયરી ઑફ રિયાલિટી એન્ડ ધી એબ્સૉલ્યુટિઝમ થીયરી. તે એબ્સોલ્યુટમાં રહીને વાત કરીએ છીએ, આ રિયાલિટીની !
પ્રશ્નકર્તા : હું પોતે જે ભણ્યો છું ને જે જાણું છું એ હું ભણાવું છું મારા વિદ્યાર્થીઓને પણ વિદ્યાર્થીઓને એ મારી જે સમજમાં છે એ એમની સમજમાં આવે એટલા માટે મારે એમનાં લેવલ ઉપર પહેલું જવું પડે છે અને પછી આસ્તે આસ્તે એમને ઉપર લાવવા પડે છે.
દાદાશ્રી : યસ, યસ, રાઈટ.
પ્રશ્નકર્તા : તો એ પછી મારી કક્ષાએ આવી શકે કે મારાથી પણ ઉપર જઈ શકે. તો તમે એવું નીચે આવીને અમને ઉપર નથી
લઈ જઈ શક્તા ?
દાદાશ્રી : ત્યાં (રિયાલિટીમાં) ભાષા નથી રહી. રિયાલિટીમાં ભાષાથી તમને સમજાય ખરા, પણ તમને એબ્સોલ્યુટ બતાવી શકે નહીં એ. અત્યાર સુધી મેં આ નીચે ઉતરીને જ વાત કરી છે તમારી જોડે.
પ્રસનકર્તા : રિયાલિટી વિષે કંઈ પણ રસ જાગે એવું થોડું કહો.
દાદાશ્રી : બાય રિયલી સ્પિકીંગ, ધેર આર સિક્સ ઈટર્નલ એલિમેન્ટસ્ ઈન ધીસ વર્લ્ડ, બાય રિલેટિવલી સ્પિકીંગ, ધેર આર ઑન્સી ફેઝીઝ, નો ઈટર્નલ એલિમેન્ટ.
પ્રશનકર્તા : એટલે રિલેટિવ ફરી કહો, રિલેટિવમાં શું કહ્યું તમે ? રિલેટિવમાં ફેઝીઝ છે ?
દાદાશ્રી : રિલેટિવમાં ફેઝીઝ છે અને આ રિયલમાં ઈટર્નલ છે. ધેર આર સિક્સ ઈટર્નલ એલિમેન્ટસ. વર્ડની ઑરિજિનાલિટી આ છે. વર્લ્ડમાં શું છે ઓરિજિનમાં ? તો આ છે, એથી આગળ કશું છે નહીં.
યિલ અને રિલેટિવ ! જે સનાતન હોય એને જ રિયલ કહેવામાં આવે છે અને એમના ભેગા થવાથી મિલ્ચર સ્વરૂપે જે બધું ઊભું થયું એ રિલેટિવ.
પ્રશનકર્તા : રિયલ ને રિલેટિવ શું છે ? તે બે કર્યું ને તે બેને શું સંબંધ છે ? લિંક શું ?
દાદાશ્રી : રિયલ પરમેનન્ટ વસ્તુ છે. હવે છમાં શુદ્ધ ચેતન પરમેનન્ટ છે ને બીજા પાંચ જે પરમેનન્ટ છે, એમાં ચેતન ભાવ નથી. બીજા અનંત પ્રકારના ગુણધર્મો છે. તે બધાના ગુણધર્મોને લઈને આ રિલેટિવ ભાવ ઉત્પન્ન થયો છે ખાલી. આત્મા તો નિરંતર આત્મા જ રહે છે. આ ગધેડામાં, કુતરામાં, દરેકમાં આત્મા ચેતનરૂપે જ રહે છે. નિરંતર. ક્ષણવારેય બદલાયો નથી, ફક્ત બિલીફ રોંગ થાય છે.