________________
વ્યવહારિક તે આધ્યાત્મિક પૂર્ણજ્ઞાત સભર આપ્તવાણી !
જ્ઞાની પુરુષ એટલે આ વર્લ્ડમાં કોઈ ચીજ એવી નથી કે જે એમને જાણવાની બાકી હોય. જ્ઞાની વર્લ્ડની ઓઝર્વેટરી કહેવાય.
પ્રશ્નકર્તા: પણ તમે જે જાણો છો એ બધું જાહેર કરી ના દેવાય ?
દાદાશ્રી : આ જાહેર જ કરીએ છીએ ને ! આ આપ્તવાણી લખાશે, એ એટલા માટે છે કે આ લોકોને આ જે પાછલી પરિભાષાના શબ્દો છે ને, લોકોને સમજાતા નથી એકુય. એટલે આ છે તે આપણી ભાષામાં, તળપદી ભાષામાં બધાને આપ્યું ને, તે બધા સમજી જાય, કે ધર્મ શું છે ને આત્મા શું છે.
પ્રશ્નકર્તા: તમે જે ત્રણસોને છપ્પન ડિગ્રી ઉપર બેઠા છો, તે ડિગ્રીનું જ્ઞાન બધાને આપવું જોઈએ ને ?
દાદાશ્રી : હા. તે આ આપ્તવાણી (પુસ્તક) છે ને, તેવી ૧૪ આપ્તવાણી નીકળશે. શ્યારે ૧૪ આપ્તવાણી પૂરી થશે, તે બધામાં ભેગું થશે ત્યારે એમાં પૂરું જ્ઞાન આવી જશે. એટલે મણકા પૂરા થવા જોઈએ ને ?
આ ચાર અંશ જ ઊણું કેવળજ્ઞાન છે. એટલે આ શાસ્ત્રો જ કહેવાય. પેલા શાસ્ત્રો તો સુઝેય નથી પડતી.
પ્રશ્નકર્તા: પેલાં જે છ દર્શન છે, એવું આ આપ્તવાણી એક દર્શન ના કહેવાય ?
દાદાશ્રી : ના, આપ્તવાણી એ છ દર્શનનું ભેગું સ્વરૂપ છે. છ દર્શન પોતપોતાનાં જુદાં જુદાં. પેલો કહે છે, “અમારું આ, અમારું આ, અમારું આ.’ આ ભેગું દર્શન છે. આ અનેકાંત છે, એકાંતિક નહીં. એટલે છ દર્શનનું ભેગું છે. છ દર્શનવાળા ભેગા અહીં બેઠા હોય, તો કોઇ ઊઠી ના જાય. બધાંને પોતાનાં દર્શન જેવું જ લાગે. એટલે આ પક્ષપાતી ન્હોય, નિષ્પક્ષપાતી ! અહીં જૈનવાળો બેસી શકે, વેદાંતવાળો બેસી શકે, અહીં પારસીયે છે, બધાં હોય અહીં.
પ્રશ્નકર્તા: દાદાની વાણીમાં શ્રદ્ધા રાખે, આપ્તવાણીમાં શ્રદ્ધા રાખે તો સમક્તિ થાય કે નહીં ?
દાદાશ્રી : તમને શી રીતે શ્રદ્ધા બેઠેલી ? પ્રશ્નકર્તા: આપ્તવાણી વાંચીને જ શ્રદ્ધા બેસી ગઇ.
દાદાશ્રી : એનું નામ સમકિત. આ દૃષ્ટિને ફીટ થઇ જાય એટલે આત્મદ્રષ્ટિ કહેવાય. આ દૃષ્ટિને (આપ્તવાણીમાં સમજાવેલી દૃષ્ટિને) આપણી દૃષ્ટિ સંપૂર્ણ રીતે ફીટ થઇ જાય એટલે આત્મષ્ટિ થઇ. બીજી દૃષ્ટિ તે ‘આ હોય, આ હોય, આ, આ, આ હોય, આ, આ’ એમ બે જદી જદી માલમ પડે. પણ પછી બીજું પુસ્તક વાંચે નહીં તો ઊકેલ આવે.
આ તો બધી આપ્તવાણીઓ હેલ્પીંગ છે. પાછળનાં લોકોને જરૂર પડશે ને ? એને માટે હેલ્પીંગ છે. આ આપ્તવાણી તો મોટી આશ્ચર્યની વસ્તુ છે. અને આપ્તવાણીથી સંસાર વ્યવહારમાંય અડચણો બધી જતી રહેશે.
કેટલાક માણસો મને એમ કહે છે કે બહુ અડચણમાં આવું છું અને આપ્તવાણી લઇને જરા આમ જોઉં છું તો એ પાનું નીકળે છે ને મારી અડચણ કાઢી નાખે છે. આને મળી જાય, લિંક મળી. જાય.
પ્રશ્નત : સંકલન બહુ સરસ થયેલું છે. એક-એક સજેક્ટ બહુ સરસ સંકલિત થયાં છે.
દાદાશ્રી : હા. એવી મારી ઇચ્છા છે, તે સારું થાય. એટલે થોડો થોડો ટાઈમ કાઢીને વાંચતા રહેવું જરાં.
પ્રશ્નકર્તા : એટલે દાદા, અમે કહીએ છીએ કે અમારે આપ્તવાણીનો ઘણો ઉપકાર છે.
દાદાશ્રી : આપ્તવાણી તો પોતાનું જીવતું જાગતું સ્વરૂપ છે ને, એક જાતનું !
એટલે આ વાણી વાંચેને તો એમ ને એમ સમતિ થઈ જાય !