________________
અજ્ઞાન દશામાં મિશ્રચેતનને પોતે ચેતન માને છે.
રાગ-દ્વેષ થવા એ ‘આપણો’ ધર્મ અને ભાવ-અભાવ થવો એ પુદ્ગલનો ધર્મ. ભાવ-અભાવ વ્યવસ્થિતને આધીન છે, પણ ‘આપણે’ તેને ‘જોવાનું’ ફક્ત. અને ડખલ કરીએ તો એ ઊભા રહેશે, નહીં તો જોવાથી જતા રહેશે. ભાવો કહે છે, ‘અમે અમારા પૂરણ-ગલનના રસ્તે અને તમે વીતરાગતાના રસ્તે ચાલવા માંડો !' તો બન્ને છૂટા પડી જાય. વીતરાગ થવાની જરૂર છે.
ભેદજ્ઞાન હોય તેને આ પુદ્ગલ ભાવ છે ને આ આત્મ ભાવ છે એમ નિરંતર દેખાય. સારા-ખરાબ વિચારો એ પુદ્ગલ ભાવ છે બધા. આત્માને એમાં કંઈ લેવાદેવા નથી. વિચારો શેય ને ‘પોતે’ જ્ઞાતા છે.
મહીં જડ ભાવો, પ્રકૃતિ ભાવો કૂદાકૂદ કરે, તેને આપણે સાંભળવા ના જોઈએ. લેપાયમાન ભાવો એ જડના ભાવો છે, તેનાથી ‘હું’ (આત્મા) સર્વથા નિર્લેપ જ છું. લેપાયમાન ભાવો એ મારું સ્વરૂપ નથી, જડનું છે.
આખું જગત જડ ભાવોથી મૂંઝાયેલું છે. જડ ભાવો તો જ્ઞાનીનેય કૂદાકૂદ કરે. પણ જ્ઞાની એને ઓળખી ગયેલા હોય, એટલે એને ગાંઠે
નહીં.
ધરતીકંપનું દૃશ્ય જોયું હોય, અનુભવ્યું હોય, તેને મહિનાઓ કે વર્ષો સુધી એ ચિત્રપટ ખસે નહીં. એ લેપાયમાન ભાવો છે. જ્ઞાન હોય તે છૂટું પાડી શકે, ડરવાની જરૂર નહીં.
દાદાશ્રી કહે છે, ‘અમનેય સત્સંગમાં કોઈ હેરાન કરતો હોય બધાને તો મહીં થાય કે નાલાયક છે, ખરાબ છે.' એવું તોફાન મહીં થાય પણ પછી અમે કહીએ કે ‘એ તો ઉપકારી છે’, તો મહીં બધું ચૂપ થઈ જાય. નાલાયક કહ્યું, નેગેટિવ કહ્યું કે મહીં કૂતરાં (પુદ્ગલ ભાવો) ભસાભસ કરશે.
સામાને આપણે દોષિત કહીએ ત્યારે આપણી ઇચ્છામાં એ દોષિત છે એવું લાગે ત્યારે જ લેપાયમાન ભાવો બધા ફરી વળે. અને આપણે કહીએ, ‘ના, એ તો બહુ સારા માણસ છે, ઉપકારી છે’ એટલે બધું બંધ
72
થઈ જાય. આ વિજ્ઞાનમાં જે સફળ થઈ ગયો પછી તેને પ્રારબ્ધ પણ યારી આપ્યા જ કરે. કો'ક જ ફેરો વાંકુંચૂકું ચાલે. આખો સિદ્ધાંત સિદ્ધ ના થાય ત્યાં સુધી સ્વપુરુષાર્થ, સ્વપરાક્રમ ઘટે. શ્યારે કંઈ મહીં બગડે, લોકોના દોષ દેખાવાના ચાલુ થાય તો સમજી જવું કે પેલા જડ ભાવો મૂંઝવી રહ્યા છે.
એક જડ ભાવ ને એક ચેતન ભાવ એમ બે છે. જડ ભાવને લઈને સહી આપણી થઈ જાય તો દોષ બંધાય, નહીં તો કશું જ નહીં. બીજા શબ્દમાં ચેતન ભાવ ભળે તો દોષ બંધાય. આટલું જ સમજી ગયો તે પાર ઉતરી ગયો.
ચેતનમાં જ્ઞાતા-દ્રષ્ટા ભાવ છે અને બીજા અનેક ભાવ છે જે અગુરુ-લઘુ છે. શ્યારે ગુરુ-લઘુ સ્વભાવ એ વિભાવિક પુદ્ગલનો ગુણ
છે.
‘મેં કર્યું’ એ જડ ભાવો છે. મેં સામાયિક કરી, પ્રતિક્રમણ કર્યું, જપ-તપ કર્યાં, એ બધા જડ ભાવો છે.
આ જડ ભાવો છે અને આ ચેતન ભાવો છે, એવી ભેદપૂર્વકની શ્રદ્ધા બેસે, એવું એક કિરણ ફૂટે, ધારણ કરે, તેને સમ્યક્ત્વ કહ્યું. [૧૨] પુદ્ગલ અને આત્મા ! આત્માનું વજન ખરું ?
મૂળ આત્માનું વજન ના હોય પણ વ્યવહાર આત્માનું વજન થઈ શકે. મૂળ આત્માની સાથે બીજા પરમાણુ હોય તે પરમાણુનું વજન એને વ્યવહાર આત્માનું વજન મનાય છે.
મૂળ દૃષ્ટિ બદલાયા સિવાય જે કંઈ પણ કરવામાં આવે તે બંધન
છે.
પરમાણુ ને આત્મા એકબીજાથી સ્વતંત્ર છે, કોઈનો કોઈના પર પ્રભાવ નથી. પરમાણુઓથી ભગવાન બંધાયા છે.
દાદાની ભાષામાં પુદ્ગલ આત્માને વળગ્યું છે, આત્મા પુદ્ગલને
73