________________
નહીં. છ તત્ત્વોથી ઊભું થયેલું પુદ્ગલ જ આત્મા માટે જેલ છે.
દાદાશ્રી આ બધું કેવળજ્ઞાનમાં જોઈને કહે છે.
ભક્તિ કોણ કરે છે ? પગલ. પુદ્ગલનો સ્વભાવ જ છે કે બ્રહ્મની સામે બ્રહ્મ લટકાં કરે. ભક્તિથી આવરણ તૂટે ને દેખાય.
ચેતનની ભક્તિ પુદ્ગલ ક્યારે કરી શકે ? ચેતન પ્રાપ્ત થયા પછી. ચેતન પ્રાપ્ત કરેલાની ભક્તિથી ચેતન પ્રાપ્ત થાય.
શુદ્ધ ચેતન અનઈફેક્ટિવ છે અને પ્રગલ જ ઈફેક્ટિવ છે સદા. પણ એ પૌગલિક ઈફેક્ટમાં ‘હુંપણાનો આરોપ કોઝિઝ ઉત્પન્ન કરે છે. તેની પછી ઈફેક્ટ આવે છે.
ચાલતાં ચાલતાં માથાના વાળ ઊડે તો તે શું આપણને હરકત કરે ? તેમ સંસારનાં પુદ્ગલો ‘આપણને’ હરકત કરતાં નથી.
પરાઈ ચીજના સ્વામી થઈ બેઠા છે, તેથી દુઃખોનો પાર નથી. પોતાની ચીજના સ્વામી થાય તે આખા બ્રહ્માંડના સ્વામી થાય.
શુદ્ધ ઉપયોગપૂર્વક આહાર લે તો આહાર ને ‘હું’ બન્ને જુદા રહે. પણ ‘મેં ખાધું” કહે તેથી વિષ નંખાય છે.
શુદ્ધાત્માનું સુખ ચાખ્યા પછી આ બધા પુદ્ગલના સુખો લીમડા જેવા કડવા ઝેર લાગવા જોઈએ. શ્યાં સુધી મીઠાશ જાય નહીં ત્યાં સુધી છૂટાય નહીં.
- ત્યાગવાની કેટલી વસ્તુઓ છે ? અનંતી. ‘હું'ને વોસરાવાનું હતું તેને બદલે સચોડો આત્મા જ વોસરાવી દીધો ! શી દશા થાય ?
પુદ્ગલ સ્વભાવથી જ ચંચળ છે ને આત્મા અચળ છે.
જેટલી ચંચળતા વધે તેટલો પુદ્ગલ તરફ જાય ને આત્માથી દૂર થાય. પાંચેય ઈન્દ્રિયો ને મન મુદ્દગલનાં બનેલાં છે. તે જીત્યા જીતાય એવાં નથી. એ બધા શેય બને ને પોતે જ્ઞાતા થાય ત્યારે જિતેન્દ્રિય જિન થાય. પહેલા જે (પ્રતિષ્ઠિત આત્મા) જ્ઞાતા બની બેઠો હતો, તે શેય થઈ જાય ને મૂળ આત્મા જ્ઞાતા બની જાય, ત્યારે કામ થાય.
પુદ્ગલને જ જાણવું ને સમજવું એનું નામ જ્ઞાતા.
જે આત્માને જાણે તે પુલને જાણે. બેમાંથી એક જાણે તો બીજું જણાઈ જાય સ્વય. ‘કોણ છું' જાણે તો આખું પુદ્ગલ બાકીનું જણાઈ જાય. ક્રમિકમાં આત્મા જાણવો બહુ મુશ્કેલ છે. છેલ્લા અવતારમાં આખોય આત્મા જણાય. અક્રમમાં તો બે કલાકમાં જ આત્મા જણાઈ જાય છે. પછી બાકી રહેલું નિકાલી.
જ્ઞાનીની વાણી નિમિત્તાધીન હોય. દરેકને તેની સમજ શક્તિ પ્રમાણે જુદી જુદી રીતે સમજાવવું પડે.
પુદ્ગલને લઈને આત્માનું અજ્ઞાન થયું છે અને પાછું પુદ્ગલને લઈનેય જ્ઞાન થાય છે. આધાર જ છે પુદ્ગલનો.
આત્મા નિરંતર સ્થિર જ છે. જ્ઞાન પછી પુદ્ગલને ભગવાન કહેવું પડે એવું સ્થિર થઈ જાય છે. કોઈ પણ સંજોગોમાં કંપાયમાન થાય નહીં.
છેવટે તો પુદ્ગલને નિષ્ક્રિય થઈ જવાનું છે, આત્માની જેમ. આત્માનુભવ થયા પછી પુદ્ગલ નિષ્ક્રિય થઈ જાય.
કેવળીનો ફોટો પડે ત્યારે જાણવું કેવળી થયા. એટલે કે પુદ્ગલેય કેવળી થાય ત્યારે મોક્ષ થાય. આત્મા તો કેવળી છે જ પણ ‘પોતાની સમજણમાં કેવળી થવો જોઈએ.
કેવળી ભગવાનમાં કર્તાભાવ જ નથી. મન-વચન-કાયા જોડે તેમને કંઈ પણ લેવાદેવા જ નથી. તદન જુદા જ રહે તેનાથી. જ્ઞાની આત્મસ્વભાવના જ રક્ષક હોય, પુલના નહીં.
- ડૉ. નીરુબહેન અમીત
74
75