________________
શુદ્ધ ચેતન સિવાય બધું જ પુદ્ગલ છે.
જ્ઞાની પુરુષનું પુદ્ગલ દિવ્ય હોય અને તેમાંય તીર્થકરોનું પુદ્ગલ દિવ્યાતિદિવ્ય હોય, આખા બ્રહ્માંડમાં ટોપમોસ્ટ હોય !
દાદાશ્રી કહે છે, શાસ્ત્રોમાં પુદ્ગલ શબ્દ છે પણ તેનો યથાર્થ અર્થ સમજવામાં અમે વીસ વર્ષ કાઢ્યાં ! ૧૯૪૫માંય મને નહીં સમજાયેલું. પૂરણ-ગલન અને શુદ્ધાત્મા આટલો જ ભેદ સમજાઈ જાય તો કામ થઈ
ગયું.
પાંચ તત્ત્વોને એક પુદ્ગલમાં ઘાલ્યાં અને છઠ્ઠો આત્મા. એટલે આત્મા અને પુદ્ગલ બે જ વસ્તુ છે દરેક શરીરમાં, એની વહેંચણ કરતાં આવડી તો આત્મા જડી જાય ! અને આ વહેંચણ જ્ઞાની કૃપા વિના શીદને શક્ય બને ?
મન-વચન-કાયા ઈફેક્ટ છે, એમાં હાથ ઘાલવાની જરૂર જ નથી.
દેહ પડછાયાની જેમ વળગેલો છે. ભ્રાંતિથી પડછાયાને જ ‘હું છું” માને છે. બપોરે બાર વાગે સૂર્ય સમભાવમાં આવે એટલે પડછાયો સમાઈ જાય. એમ સમતામાં આવે એટલે બધું ઊડી જાય.
પુદ્ગલ જોડે એકતા થાય તે પોતાને વિનાશી થવું પડે અને તેનાથી જુદો રહે તો અવિનાશી છે. કર્તાપણાના ભાનથી એક થાય છે.
પુદ્ગલનું સ્વામીપણું છૂટે ત્યાં સ્વસ્વામીપણું અનુભવાય.
વર્તન પુદ્ગલનું છે ને જ્ઞાન આત્માનું છે, માટે વર્તન ને જ્ઞાનને કંઈ લેવાદેવા નથી.
વ્યથા પુદ્ગલની ને તેને જાણનાર આત્મા.
પૌત્રલિક રીતે કોઈ જિતેન્દ્રિય જિન થાય નહીં, ‘જ્ઞાન’ થાય તો જ થવાય.
અતિન્દ્રિય પ્રત્યક્ષ આત્મા થકી છે, ઈન્દ્રિય પ્રત્યક્ષ સંપૂર્ણ યુગલ થકી જ છે. આ દાદાશ્રીનું જ્ઞાનાવલોકન છે.
તમને શેયો પરમાણુ સ્વરૂપે ના હોય, સ્કંધ રૂપે હોય. પૂરણ-ગલન છે બધું. પૂરણ ના દેખાય, ગલન દેખાય.
ભગવાન મહાવીરની દૃષ્ટિમાં શું હોય ?
સતી, વેશ્યા, ચોર, દાનવીર, ડાહ્યો, ગાંડો, બધામાં એક પુદ્ગલ જ જોયું. જેમ ભાતભાતના દાગીનામાં માત્ર સોનું જ જુએ તેમ ભિન્ન ભિન્ન પ્રકૃતિઓમાં બધું પુદ્ગલ જ છે એકસરખું એમ જોવાનું. ખરેખર છેવટે તો માત્ર એક પોતાનું જ પુદ્ગલ જોવાનું છે, બીજાનું નહીં.
જ્ઞાનીનું છેલ્લું પુદ્ગલ હોય. મોક્ષે જનારાઓનું છેલ્લું પુદ્ગલ હોય. તેમનું જે જે પુદ્ગલ હોય તે સર્વ છોડાવનારાં પુગલ છે.
જ્ઞાનીનો સૂક્ષ્મ દેહનો કયો ભાગ બહાર જાય ? પુદ્ગલનો ભાગ જાય અને તેય પરસત્તા છે.
70
[૧૧] પુદ્ગલ ભાવ ! પુદ્ગલ ભાવ કોને કહેવાય ?
રસ્તામાં જલેબી તાજી તળાતી જોઈને મહીં ખાવાનો ભાવ એની મેળે જ ઉત્પન્ન થઈ જાય ને ! એને પુદ્ગલ ભાવ કહેવાય. ભાવ માત્ર પુદ્ગલ કહેવાય, આત્માનું કંઈ નહીં એમાં.
ઈચ્છાપૂર્વકની વૃત્તિને ભાવ કહેવાય.
ભાવો બે પ્રકારના છે. એક પુદ્ગલ ભાવ અને બીજા વ્યવહાર આત્માના ભાવો. મન-વચન-કાયાના તમામ ભાવો એ પુદ્ગલના ભાવો, જેમ કે મને આ ભાવે છે, આ ગમે છે. તેના પરથી વ્યવહાર આત્મા પોતાના ભાવો કરે છે, જેનાથી સંસાર ઊભો થાય છે.
સોનાના ભાવ તાંબામાં ના હોય ને તાંબાના સોનામાં ના હોય, બેઉ જુદા જ છે. તેમ મન-વચન-કાયાના તમામ ભાવો એ પુદ્ગલ ભાવો છે. તે ચેતનના ભાવો નથી. બેઉ જુદા જ છે. આ પુદ્ગલના તમામ ભાવો પૂરણ-ગલન સ્વભાવના છે.
શ્યાં સુધી પુદ્ગલ ભાવ નષ્ટ ના થાય ત્યાં સુધી શુદ્ધાત્મા ના થવાય.