________________
રહ્યું છે ! એના પર કરુણા રાખવી.
ક્રોધ-માન-માયા-લોભ જે થાય છે તેય પૂરણ કરેલું તે જ ગલન
થાય છે.
પૂરણ ધીમે ધીમે થાય અને ગલન એકદમ થાય એવો નિયમ છે. આત્મસ્વરૂપ પ્રાપ્તિ પછી પ્રત્યેક ક્રિયાના જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા તો પ્રત્યેક ક્રિયા ગલન સ્વરૂપ જ છે, પછી સુટેવો હોય કે કુટેવો !
સમસ્ત પ્રકારના પૂરણ-ગલનને જે જાણી ગયો તે આત્મા પરમાત્મા
છે.
પોતે શાનાકાર, આત્માકાર છે. તે ક્ષેત્રાકાર શું કામ થાય છે ? ‘હું આવો, હું તેવો’ થયું કે થઈ ગયો ક્ષેત્રાકાર.
ઈન્દ્રિય સુખ પૂરણ-ગલનવાળાં છે, કલ્પિત છે, ટેમ્પરરી છે. અતિન્દ્રિય સુખ તે બહારની કોઈ પણ વસ્તુ વગર મળેલું આત્મિક સુખ.
પૂરણ થાય ત્યારે ગર્વ નહીં ને ગલનમાં હતાશ નહીં એ જ્ઞાન પામ્યાની નિશાની.
તાંત્રિક વિદ્યા એ બધું પુદ્ગલ પ્રપંચ છે. જ્ઞાની એમાં હાથ ના
ઘાલે.
‘રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો.’
શ્રીમદ્ રાજચંદ્ર
એક સ્વભાવી પુદ્ગલ ભાળ્યું એટલે કે કેવુંક તે ભાળ્યું હશે ! બધું પૂરણ-ગલન, પૂરણ-ગલન ભાળ્યું...
-
અક્રમ માર્ગે અંતે ક્રમ-અક્રમ માર્ગ એક થઈ જાય છે. શ્યાં સુધી કષાયો છે ત્યાં સુધી ચાર્જ થયા કરે. મુક્ત ભાગમાં અક્રમ હોય છે.
ક્રમિક માર્ગમાંય છેલ્લા સ્ટેપથી ઘણે આગળથી કર્મ ચાર્જ થવાનું બંધ થઈ જાય છે.
62
[૧૦] પુદ્ગલતી પરિભાષા !
શું પુદ્ગલ સત્ છે ?
સત્ એટલે અવિનાશી. પુદ્ગલ એટલે પૂરણ-ગલન. એ અસત્ કહેવાય. મૂળ જે પુદ્ગલ છે પરમાણુ રૂપે એ સત્ છે, અગુરુ-લઘુ છે, અવિનાશી છે. મૂળ જડ તત્ત્વ પરમાણુરૂપે છે. પુદ્ગલ જડ સ્વરૂપે નથી, પુદ્ગલના પરમાણુ જડ હોય.
વિકૃત એટલે કે વિભાવિક થયેલા પરમાણુને પુદ્ગલ કહેવાય. પ્રકૃતિ એય પુદ્ગલ છે. દરેક જીવમાં આત્મા સિવાય બીજું બધું પુદ્ગલ. શુદ્ધાત્મા ને પુદ્ગલ બે જ છે. દેહમાં જે પુદ્ગલ છે તે વિભાવિક પુદ્ગલ છે. વિભાવિક પુદ્ગલ એટલે એની મહીં બીજાં તત્ત્વો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, આકાશ બધાં જ છે. છએ તત્ત્વો જેમાં હોય તે પુદ્ગલ.
છ તત્ત્વોનું સંમેલન થાય તેને પછી પુદ્ગલ કહેવાય. પછી વિસર્જન એની મેળે જ થયા જ કરે છે નિરંતર. તું તારી મેળે લગામ છોડી દે.
પરમાણુઓના સ્કંધને પુદ્ગલ ના કહેવાય, પરમાણુ જ કહેવાય. ઝાડ કે ઝાડના લાકડાને પુદ્ગલ કહેવાય. લાકડામાં આત્મા નથી પણ આત્માને લઈને પુદ્ગલની દશા આવી થઈ ગઈ ને !
પુદ્ગલમાં પૂરણવાળો માલ સ્કંધ હોય ને ગલનવાળો માલ સ્વભાવિક હોય. સ્કંધમાંથી ગલનમાં પરમાણુરૂપે સ્વભાવિકતાએ ગલન
થાય.
પુદ્ગલ સ્વતંત્ર છે, આત્માના અવલંબન વિનાનું છે. એક ક્ષણવારેય જો એના અવલંબનમાં આવે તો તે કાયમનું થઈ જાય. આત્મા છોડે નહીં. પણ બન્ને સ્વતંત્ર છે, કોઈ કોઈના તાબામાં નથી. કોઈ કોઈને વશ કરી ના શકે.
ઈલેક્ટ્રિસીટી જે શરીરમાં છે તે પુદ્ગલ તત્ત્વ છે, અવસ્થા છે.
63