________________
[૯] પુદ્ગલમાં નિરંતર થાય પૂરણ-ગલત ! જે પૂરણ થયું તે ગલન થાય, સંયોગ છે તે વિયોગ થાય.
જશ મળે તેય જોયા કરો, અપજશ મળે તેય જોયા કરો. કારણ કે જશ-અપજશ બેઉ પુદ્ગલ છે, પૂરણ-ગલન છે. પહેલા પૂરણ કરતી વખતે શું ખરીદી કરવી એ આવડી નથી. તેથી ગલનમાં આ અપજશનો માર ખાધો છે અત્યારે !
પુદ્ગલ = પુર્ + ગલ. ૨ નો ૬ થઈ ગયો છે અહીં, સંધિથી પુરગલ, પૂરણ અને ગલન કહેવાય.
જગતમાં પાંચ ચીજો છે. દેહમાં ત્રણ છે; પૂરણ, ગલન અને શુદ્ધાત્મા. બહાર બે જ ચીજો છે; ભોજનાલય અને શૌચાલય. ભોજનાલય તે ભોગવવા યોગ્ય, શૌચાલય તે છોડવા યોગ્ય. આના પાછા બે વાક્યોમાં બધું આવી ગયું. ૧) શુદ્ધાત્મા ૨) સંયોગો. બે જ છે જગતમાં.
બોલ્યો એવા પરમાણુ બધા થઈ જાય ને ત્યારે એ ખેંચાય. પરમાણુ આવ્યા ત્યારે એ પુરું કહેવાય. પછી એ ફળ આપીને ગલન થાય ત્યારે ગલ કહેવાય.
કર્મ બંધાતી વખતે પરમાણુઓનું પૂરણ થાય છે, એને કર્મનો બંધ કહે છે અને કર્મ છૂટે ત્યારે ગલન થાય છે, એને કર્મની નિર્જરા કહે છે. એટલે પૂર + ગલ કહેવાય.
જેવું પૂરણ થાય તેવું જ ગલનમાં નીકળે. લીમડાને ગમે તેટલું મીઠું પાણી પાઈએ તોય એ મીઠો થાય ?
પૂરણ-ગલન બન્ને કુદરતી રીતે થાય છે. અજ્ઞાન દશામાં સંજોગોના દબાણથી પૂરણ થાય છે ને સંજોગોથી ગલન થાય છે.
જ્ઞાન મળ્યા પછી માત્ર ગલન જ રહે છે, નવું પૂરણ થતું નથી. ભમરડો માત્ર ગલન ક્રિયા બતાડે છે. ભમરડાને દોરી વીંટીને મનુષ્ય પૂરણ કરે છે ને ગલન ક્રિયા ભમરડો કરે છે. તેવી રીતે મનુષ્યના કેસમાં આત્માનો પ્રતિનિધિ થઈ બેઠેલો ‘હું પૂરણ કરે છે અને ગલન દેહ કરે છે. “હું” એ અહંકાર ને પોતે કર્તાહર્તા થઈ ગયો છે અને મુળ આત્માને ક્યાંય ગાંઠતો નથી. આ પૂરણ-ગલન પુદ્ગલનું છે, છતાં ‘હું માને છે કે ‘હું જ કરું છું.’ પુદ્ગલ બધું જ ‘વ્યવસ્થિત’ છે.
જ્ઞાન પછી ‘હું શુદ્ધાત્મા થાય છે. જેનાથી અહંકારનો નાશ થાય છે. જીવ ભાગ ખેંચાઈ જાય છે ને નિર્જીવ ભાગ રહે છે. તે પછી જાતે ગલન થયા કરે.
આત્મા શાશ્વત છે ને બીજું બધું પૂરણ-ગલન છે. એમાં ‘પોતે' રાગ-દ્વેષ કરે છે, નફો-ખોટ માનીને અને સંસાર બાંધ્યા કરે છે, અજ્ઞાનતાથી.
પૂરણ થતું કેવી રીતે અટકાવાય ?
આત્મજ્ઞાન વિના પૂરણ ના અટકી શકે. હા, તેમાં ફેરફાર થઈ શકે. જેમ કે ખોટું કામ થતી વખતે અંદર એમ થયા કરે કે ‘આમ ન થવું જોઈએ’ એ પૂરણ છે અને સારું કામ થાય ત્યારે એમ થાય કે ‘આમ થવું જોઈએ તેય પૂરણ છે. તેના આધારે ગલન ફરી થાય છે. પૂરણ પછી ગલન સ્વયં જ થયા કરે. પૂરણ ફેરફાર કરવાનું થોડુંક જ ‘પોતાના” હાથમાં છે. કારણ સંજોગો પાંસરા હોય તો જ સારું કરવાના વિચારો આવે. સંપૂર્ણ સ્વતંત્રતા તો કોઈનીય ક્યાંય નથી જ.
જ્ઞાન મળ્યા પછી કોઈ માટે ખરાબ કે સારા વિચારમાં તન્મયાકાર થઈ જાય તોય તે ગલન જ કહેવાય. દાદાનું વીતરાગ વિજ્ઞાન અજાયબ
‘સહજસ્થિતિ થવી તેને શ્રી વીતરાગોએ મોક્ષ કહ્યો’, તે મહાત્માઓને વર્તે છે. પુદ્ગલ સારું-ખોટું જોવાનું નથી, માત્ર જાણવાનું છે. કોઈ મહાત્મા ગાંડા કાઢે તોય જાણવું કે પૂરણ કરેલું ગલન થઈ
60
61