________________
ચા સિલોનમાં પાકે ને મુંબઈમાં શેઠિયો પીએ !
ચા ભાવે છે તેનો અર્થ અંદર પરમાણુ ખેંચે છે અને શોખ છે તે તો તેના તમે કરનારા છો !
તેજસ શરીર દરેક શરીરમાં કોમન હોય છે. ખાવાનું પચાવવાનું, લોહીનું પરિભ્રમણ થવું એ બધું તેજસ શરીરનું કાર્ય છે. કરોડમાં તે મશીનરી ગોઠવાયેલી છે અને તેના તાર બધે પહોંચે, તેનાથી ખાવાનું તથા બીજું બધું ચાલે છે.
નોનવેજ (માંસાહાર) ખાતો હોય તેની વૃત્તિઓ રમખાણી હોય.
પરમાણુ તો વીતરાગ જ છે. ખાનારો રાગ-દ્વેષી છે, તેથી જે કંઈ ખોરાકમાંથી કે કશામાંથી સુખ લે છે તે પોતે પોતાના ભોગે લે છે. જેનું પરિણામ આવ્યા વગર તો ના જ રહે ને !
પરમાણુઓ ભેગા થાય ! એમનું લાવણ્ય એટલું બધું હોય કે બધાને આકર્ષણ થાય. તીર્થકરોનો દેહ, લોહી, હાડકાં, માંસ બધું જુદું જ અને અજાયબ હોય ! એમની વાણી સ્યાદ્વાદ હોય.
વર્તમાન તીર્થકરના પરમાણુઓ બ્રહ્માંડમાં ફરતા હોય. એમનો લાભ બહુ થાય.
[૮] ખોરાકના પરમાણુની અસરો ! ખાધું એ ફર્સ્ટ ગલન અને સંડાસ જાય એ સેકન્ડ ગલન. પૂરણગલન પરસત્તામાં છે. પૂરણ કંઈક અંશે પોતાની સત્તામાં છે, સવાશે નથી. જ્ઞાન મળે તો તે સત્તામાં આવી જાય. કમિકમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન થાય તોય કંઈક અંશે સત્તામાં આવી જાય. પૈસા કમાવા તેય ગલન છે, વ્યવસ્થિત છે.
પૂરણ મહેનતથી થાય ને ગેલન સ્વયં થાય.
ગયા ભવમાં ખાવા માટે ભાવથી પૂરણ કર્યું હોય તેનું આ ભવમાં ખવાય તેને ફર્સ્ટ ગલન કહ્યું.
જે પણ કંઈ ખવાય છે તે શા આધારે ખવાય છે ?
જમનારને ખબર નથી કે આજે શું જમવાનું આવશે? બનાવનારને ખબર નથી કે કાલે શું બનાવીશ ? વળી કેટલું ખવાશે ને કેટલું નહીં ખવાય એ બધું પરમાણુઓ બધા ગોઠવાયેલા છે. અંદરના પરમાણુઓને ગમતું જ ખવાય છે. એની જ ડિમાન્ડ હોય તે પ્રમાણે બધું ભેગું થઈ જાય છે.
નાનું એક વર્ષનું બાળક જાતજાતનું ખાવાનું ધરો તો તે ના ખાય અને એકાદ વસ્તુ ચટ કરીને ખઈ જાય ! એને વાનગીની સમજ નથી પણ મહીંના પરમાણુ ખેંચે તે મુજબ ખાય છે.
અમુક વાનગી નથી ભાવતી, તેનું શું કારણ ? મહીંલા પરમાણુ ખેંચતા નથી ને જે બહુ ખેંચે તે બહુ ભાવે. અંદરના સૂક્ષ્મ પરમાણુઓ ધૂળને ખેંચે.
ટી.બી.ની બિમારીનું વિજ્ઞાન જ્ઞાનીની દૃષ્ટિએ શું છે ?
જે વિચાર કરો તેના પરમાણુઓ મહીં ખેંચાય ને ભેગા થાય. મધપૂડો બાળવાના વિચાર કર્યા તો ટી.બીના પરમાણુઓ ખેંચાયા. મધમાખી તો શું પણ કોઈ પણ જીવને મારીએ એટલે એ વેર વાળે જ અને રોગ ફુટે. કુદરતનો નિયમ છે કે શરીરના ઘા પણ રૂઝવે. આ તો ખાલી અહંકાર જ કરે છે કે મેં કર્યું. આ અણનીય શક્તિ અગાધ છે, ત્યાં ભગવાનનીય શક્તિ નથી.
કુદરત તો મનુષ્ય કરેલા સારા-ખોટા ભાવનીય આગળ (રૂપક સુધી) લઈ જાય છે.
પુદ્ગલ એટલે એંઠવાડો. પૂરણ-ગલન એમાં હર્ષ કે શોક શું કરવાનો ? મનુષ્યો બધા સ્મશાનની રાખના જ લાડવા ખાય છે.
દાદાશ્રી કહે છે, “અમને તો ખાવાનુંય ના ગમે. આ ચાવવાનું વિ. માથાકૂટ તે ગમતી હશે ? અને જુદા રહીએ એટલે વાંધો નહીં.' ખાવાનું જ ના ગમે એવા દાદા સિવાય બીજા કોઈ મળે ?
59