________________
દારૂડિયાને બીજા દારૂડિયા મળી જ આવે. જ્ઞાન મળ્યા પછી જ આકર્ષણવિકર્ષણ કહેવાય. કારણ કે ‘પોતે' જાણકાર જ રહે. શ્યારે અજ્ઞાન દશામાં પોતે કર્તા થાય, ‘હું ખેંચાયો’ માને તેથી.
અહીં જ્ઞાની પાસે ભક્તિમાં થબાકા (તાળીઓ) પાડે ત્યારે ઉલ્હાસ આવે, ત્યારે ખરાબ પરમાણુઓ નીકળી જાય ને શુદ્ધિ થતી જાય. મિથ્યાત્વ ઓગળે ને સમકિત થતું જાય.
રાગ-દ્વેષ એ અહંકારનો ગુણ છે અને આકર્ષણ-વિકર્ષણ પુદ્ગલનો ગુણ છે. અહંકાર જાય પછી પુદ્ગલને પુદ્ગલનું આકર્ષણ રહે, પોતાને નહીં.
શરીરમાં ઈલેક્ટ્રિલ બોડી છે, તેના કારણે આખું શરીર ચુંબકીય હોય છે. તેના આધારે આકર્ષણ-વિકર્ષણ થાય છે. આ બધું સાયન્સ જ
છે.
જ્ઞાન મળ્યા પછી પોતે પુદ્ગલના પક્ષમાંથી ખસીને આત્મપક્ષી થાય છે. પણ પુદ્ગલની ખેંચ અનંત અવતારની જતી નથી. ખાસ નુકસાનકર્તા ખેંચ કોઈ હોય તો તે સ્ત્રી-પુરુષના આકર્ષણની. ત્યાં ખૂબ ખૂબ જાગૃતિ જોઈએ.
આકર્ષણથી પરણે ને આકર્ષણના પરમાણુ ખલાસ થાય ત્યારે ત્યાગ કરે. ત્યારે પોતે માને કે મેં ત્યાગ ર્યો. એ ખાલી અહંકાર જ છે.
ક્યાં ક્યાં આકર્ષણ કે વિકર્ષણ થાય ત્યાં પ્રતિક્રમણ કરવું ઘટે. ગમતું કે ના ગમતું દરેકનો ઉકેલ લાવવાનો છે.
રાગનો નિકાલ કરવો પડશે. (જગતમાંથી) જેના જેના પરમાણુ ભર્યા તે (જગત)ને સોંપીને છૂટા થવાનું છે.
નિર્ભેળ આત્મા ને નિર્ભેળ પરમાણુનું જ્ઞાન હોય. તત્ત્વજ્ઞાન સદાય નિર્ભેળ હોય.
મનના ને દેહના પરમાણુઓ ભેગા થાય ત્યારે ભયંકર અશાંતિનો એટેક આવે, આપઘાતેય કરાવે.
ભાવમન એટલે (વ્યવહાર) આત્માનું રંજાયમાનપણું. ઉદય આવે ત્યારે રૂપકમાં આવે. રંજક પરમાણુઓની ગાંઠ ફૂટે તે મન.
અજ્ઞાનતામાં અણહક્કનું લેવાના વિચારો આવે ત્યારે જાનવર થવાના પરમાણુ ખેંચાય.
સમકિતીના પરમાણુઓ હલકા હોય ને મિથ્યાત્વીના ભારે હોય અને મેન્ટલ માણસના ખૂબ ભારેખમ હોય.
દાદાએ મહાત્માઓને વચન આપેલું, “છેલ્લી ઘડીએ દાદા ખડે પગે હાજર રહેશે !” ને સમાધિ મરણ થશે જ !!
દાદાશ્રીને જે લોકો મળેલા તે બધા જોડે પરમાણુઓ અમુક અંશે મળતા આવે. ત્યારે જ એ ભેગા થાય.
પરમાણુઓનું ચાલકબળ કોણ ? કયા આધારે તેમનો આકાર, સ્પેસ ભેગા થાય છે ?
પરમાણુઓ સ્વભાવથી જ ચાલે છે. એને કોઈ ચલાવનાર નથી. નિરંતર પરિવર્તનશીલ જ જગત છે. વ્યવસ્થિતય ચલાવતું નથી. વ્યવસ્થિત તો ખાલી સંજોગ ભેગા કરી આપે છે..
ખૂબ ખૂબ વિશેષ પ્રમાણમાં પરમાણુઓ મળતા ભેગા થાય ત્યાં વિરહો ઉત્પન્ન થાય. દાદા ભગવાનને યાદ કરો તો તેમની મહીંના પરમાણુ આપણામાં ખેંચાય. એટલે મહાન વિભૂતિઓને, તીર્થકરોને યાદ કરવાના.
દાદાના પરમાણુઓ ઊંચા હોય. તેને અડવાથી જ ઠંડક વળે. ચરણસ્પર્શથી તો ગજબના પરમાણુઓ પ્રાપ્ત થાય.
તીર્થકરોના પરમાણુઓ આખા બ્રહ્માંડમાં ઊંચામાં ઊંચા હોય. જે ચરમ શરીર કહેવાય.
તીર્થકરોને જબરજસ્ત લાવણમય દેહ હોય ! એમની હાજરીમાં પાંચસો જોજન સુધી દુકાળ ના પડે !
લોકકલ્યાણની જ એક માત્ર ભાવના પ્રવર્તે ત્યારે તીર્થંકરી
56
57