________________
આત્મા સિવાય બધું જ લિંગ કહેવાય. ત્રણ જાતના લિંગ – સ્ત્રી, પુરુષ અને નપુંસક લિંગ હોય છે.
ક્રોધ-માન-માયા-લોભ થાય ને તેનો તાંતો રહે એ ખોટું કહેવાય. તાંતો કોઈ પણ વસ્તુનો ના રહે, જાણે કશું જ બન્યું નથી એવું તરત જ રહે તો તે માત્ર આકર્ષણ-વિકર્ષણ, જે પરમાણુનો ગુણ છે, તે રહે. જ્ઞાન મળ્યા પછી ક્રોધને બદલે ઉગ્રતાના પરમાણુ રહે અને લોભને બદલે આકર્ષણના પરમાણુ ૨હે.
આકર્ષણ-વિકર્ષણમાં બે જાતના પરમાણુઓ છે. દ્વેષમાં ક્રોધ ને રાગમાં લોભ. પોઝિટિવ-નેગેટિવ ભેગા થાય ત્યારે પરમાણુઓનું આકર્ષણ
થાય.
લોહીની સગાઈ જેવું કશું જ નથી દુનિયામાં.
આ તો પરમાણુઓનું જ આકર્ષણ-વિકર્ષણ છે. સરખા પરમાણુઓવાળા બીજા ભવમાં ભેગા થઈને જન્મે.
આકર્ષણ-વિકર્ષણને કાઢવાનાં નથી. રાગ-દ્વેષના ભાવોને માત્ર કાઢી લેવાના છે.
આસક્તિ ત્યાં વેર. આસક્તિ એ પ્રત્યક્ષ ઝેર છે. શ્યાં રાગ ત્યાં દ્વેષ અવશ્ય થશે. દ્વેષમાંથી રાગ અને રાગમાંથી દ્વેષ આમ ચાલ્યા જ કરે. દ્વેષને મૂળથી કાઢો.
પરસ્પર વિરોધી પરમાણુઓવાળા ભેગા થાય ત્યારે જાગૃતિ વધે, નહીં તો તો ઘોર આવરણમાં જ હોય.
વીતરાગતાની ટેસ્ટીંગ (કસોટી) ક્યારે કહેવાય ? સાપ પડી રહ્યા હોય ને ત્યાં બેસી રહ્યા તે નહીં, સાપને છંછેડ્યા પછી મહીં હાલ્યું કે સ્થિર રહ્યું તે જોવાનું.
આત્મામાં રાગ કે દ્વેષ નામનો ગુણ નથી. શરીરમાં જે ઈલેક્ટ્રિકલ બોડી છે તે શ્યારે મળતા પરમાણુઓ આવે છે ત્યારે આખી બોડી લોહચુંબકની જેમ ખેંચાય છે. લોહચુંબક અને ટાંકણી જેવો ઘાટ છે આ.
54
તેને માત્ર જાણવાનું છે કે ખેંચાયું, તેને બદલે ‘પોતે’ માને કે ‘હું ખેંચાયો,
મને રાગ થાય છે.’
જ્ઞાન મળ્યા પછી, કષાય ગયા પછી માત્ર પુદ્ગલનું આકર્ષણ કે વિકર્ષણ જ રહે છે. આકર્ષણ કે વિકર્ષણવાળા ચુંબકીય પરમાણુઓનો સ્કંધ મહીં હોય છે તે ખેંચાય છે, ઇચ્છા ના હોય તોય ! આ તો પુદ્ગલ પુદ્ગલને ખેંચે છે. આત્મા મહીં ભળે તો જ રાગ કહેવાય.
મૃત્યુ પછી કયા દેહમાં જીવ જશે એ કોણ નક્કી કરે ? કોઈ કરતું નથી. એ કુદરતી નિયમ છે. એ તો હિસાબવાળા પરમાણુઓ શ્યાં હોય ત્યાં જીવ ખેંચાઈ જાય. આકર્ષણના નિયમથી, કૉઝલ બોડીના પરમાણુઓને કારણે ખેંચાય છે. આત્મા આમાં નિર્લેપ જ છે. આકર્ષણમાંથી લાંબે ગાળે વિકર્ષણ ઊભું થાય. (કયા આધારે ? એવો પરમાણુઓનો સ્વભાવ જ છે.)
કર્મો પ્રમાણે જન્મ મળે છે તે કેવી રીતે ? કોણ કરે ? દવા મોઢે ખાય ને માથાનો દુખાવો મટી જાય એ શા આધારે ? દવાને શી રીતે ખબર પડે માથામાં જવાનું ? એ તો દર્દ દવાને ખેંચે એવો નિયમ છે. એમ આકર્ષણથી ગધેડામાં જન્મે કે મનુષ્યમાં. આકર્ષણથી જ આખું જગત ચાલે છે. કોઈની વચ્ચે જરૂર નથી. આપણી અંદર જ છે બધું.
આકર્ષણવાળા છૂટા પડતી વખતે રડે ને વિકર્ષણવાળા છૂટા પડે ત્યારે ખુશ થાય. બધી પરમાણુઓની જ ઈફેક્ટ છે.
મરેલાની પાછળ રડનારાને રડવા દેવા. મોહ-મમતાના પરમાણુઓ નીકળે છે, તેને નીકળી જવા દેવા.
ગમે તેને શેકહેન્ડ કરવાથી તેના ગમે તેવા પરમાણુઓ આપણામાં
આવે.
વ્હાલો કે અળખામણો અંદરના પરમાણુઓને કારણે લાગે છે. કોઈ બહુ સાંભરે તો તેના પરમાણુઓ આપણી મહીં પેસી જાય. સરખે સરખા પરમાણુઓ સ્વભાવથી ભેગા થઈ જ જાય. એક
55