________________
આ બધું સાયન્સ કેવી રીતે કામ કરે છે ?
મહીં ઈફેક્ટિવ બોડીના પરમાણુઓ તૈયાર થાય છે. બે જ રાઈના દાણા ખાવાના હોય, તે બહાર સ્થળમાં બધું ભેગું થાય તોય બે જ રાઈના દાણા ખવાય, ત્રણ નહીં. ઈફેક્ટરૂપે બધા સંયોગો ભેગા થાય ત્યારે અહંકાર શું કરે કે “મેં ખાધું” માને, ખરેખર તો અંદરની ડિઝાઈન પ્રમાણે ખવાશે. એમાં રાઈ માત્ર ફેરફાર ના થાય.
પરમ પૂણ્ય દાદાશ્રીની આ ખૂબ ઝીણી વાત છે ! કષાયો આ ભવના કે ગત ભવોના ?
આ ભવના ક્રોધ-માન-માયા-લોભ મરતાં સુધી બધાં જ ઓગળી જાય છે ને આવતા ભવ માટે નવાં બાંધે છે ને જોડે લઈ જાય છે અને તે આખી જિંદગીના સરવૈયા રૂપે લઈ જાય છે. આવી રીતે કષાયોનો હિસાબ બંધાય છે.
તો આને ભવોભવના કર્મો કેમ કહ્યાં ?
ખરેખર ભવોભવથી ભેગાં થયેલાં છે એવું નથી હોતું. પાછલા બીજ ઓગળી જાય ને એવા ને એવાં જ બીજાં નવાં બીજ ફરી નંખાતાં
બે ચોખ્ખા પરમાણુનું મિલન વ્યવસ્થિતના નિયમને આધીન છે, તો પછી ખરડાયેલા પરમાણુની વાત જ શી કરવી ? એક ગાળ આપણને મળે તો કેટલા બધા પરમાણુઓ થયા કહેવાય ? બધું જ વ્યવસ્થિતને આધીન છે.
અહીં બધે વિભાવિક પુદ્ગલ પરમાણુ સમજવું. આ શુદ્ધ પરમાણુની વાત નથી. ચોખ્ખા કે કદરૂપા અને શુદ્ધ પરમાણુ જુદાં જ છે. ‘વ્યવસ્થિત’ વિભાવિક પરમાણુને જ લાગુ પડે છે.
ગાળ બોલે છે તેમાં બોલનાર ને સાંભળનાર બેઉ બેભાન છે. સાંભળનારને ગાળની અસર થઈ તો તેટલા પરમાણુઓ એનામાં પેઠા, સિદ્ધ ભગવાનને અસર ના પહોંચે.
આપણે જેટલો કકળાટ કરીએ એટલા સામેનાના પરમાણુઓ આપણામાં પેસશે ને બેઉનું બગડશે.
આપણે બોલ્યા કે “જજ સારો નથી” તો તેની અસર જજને પહોંચી જ જશે ને જોતાંની સાથે જ જજને પણ અવળી અસર શરૂ થઈ જશે. અને “જજ સારા છે” કહેતાં જ સારી અસર થશે. માટે બધાનું સવળું જ વિચારવા જેવું છે.
બધા જ સામટો ભાવ કરે કે ભારતમાં વરસાદ વરસો તો સરસ વરસાદ પડે, પણ ધોબી બૂમો પાડે કે વરસાદ ના આવીશ તો વરસાદ બિચારો શું કરે ?
દરેકના પરમાણુના હિસાબ ફેર હોય છે. દરેકના મનના હિંમતના પરમાણુઓ જુદા જુદા હોય છે. કોઈ બહારવટિયા આવ્યા હોય તો નિરાંતે જમે, ક્યારે બીજો ધ્રુજી જાય !
સ્ત્રી અને પુરુષ દેહ પરમાણુના બનેલા છે. પુરુષમાં ક્રોધ અને માનના પરમાણુઓ વધારે છે, શ્યારે સ્ત્રીમાં માયા અને લોભ. માયા એટલે કપટ. જેવા પરમાણુ ભરે તેવો દેહ આવતા ભવે મળે.
પુરુષના ચટપટિયા પરમાણુ હોય, તેનાથી સ્થિરતા ના હોય. આખો દહાડો ધકમક ધકમક કર્યા જ કરે. સ્ત્રીના પરમાણુ મોહવાળા હોય.
જાય.
આ ભવમાં કૉલ બોડી માટે જે પરમાણુઓ તૈયાર થાય છે તે ભેળસેળ રૂપે કૉઝલ પરમાણુ હોય છે, સ્પષ્ટ ક્રોધ-માન-માયા કે લોભના ના હોય. એ બીજા ભવના ગર્ભમાં ઈફેક્ટ ઊભી થાય ત્યારે ક્રોધ-માનમાયા-લોભ કહેવાય. ત્યાં સુધી તો એ પરમાણ રૂપે હોય એટલે દાદાશ્રી સ્પષ્ટ કહે છે કે જ્ઞાન પછી જે કંઈ તમારું છે તે આ અવતારનું નથી. આ અવતારના તો બધા બળીને સાફ થઈ ગયા. જ્ઞાન પછી આ ભવનો હિસાબ, પોતાનો સ્વભાવ બધું ઓગળી જાય. અત્યારે છે તેવો સ્વભાવ આવતા ભવે નહીં રહે. ત્યારે તો કંઈક નવી જ જાતનો ઓર જ હશે !
[૭] પરમાણુની અસરતું સાયન્સ ! પરમાણુ પરમાણુનું મિલન ‘વ્યવસ્થિત'ના નિયમની બહાર નથી.
52