________________
ટૂંકમાં આખો પ્રોસેસ સમજવાનો કે
૧) આગલા જન્મમાં ‘કૉઝલ બોડી’ ચાર્જ થાય છે. જીવ સાથે કૉઝલ બોડી બીજા ભવમાં નવા ગર્ભમાં પ્રવેશે છે ત્યારે તેનું ઈફેક્ટિવ બોડી થઈ જાય છે.
૨) ઈફેક્ટિવ બોડી’ બંધાઈ જાય એટલે કૉઝલ બોડીના પરમાણુઓ બધા વપરાઈ જાય અને ઈફેક્ટિવ બોડીમાંથી આખી જિંદગી ઈફેક્ટ જ આપ્યા કરે. પછી પાછલા કૉઝલ બોડીના પરમાણુની તેમાં જરૂર નહીં.
૩) ઈફેક્ટિવ બોડીના પરમાણુઓ સૂક્ષ્માતિસૂક્ષ્મ હોય. આ પરમાણુઓ ફળ આપે ત્યારે બહારના જુદા નવા સ્થળ પરમાણુઓ ખેંચાય અને થાળીમાંથી કારેલાનું શાક ખવાય ! આ તો અંદરના જૂના પરમાણુઓનું બહારના નવા પરમાણુઓ પ્રત્યેનું આકર્ષણ છે. આ બહુ ઝીણી સાયન્ટિફીક વાત છે.
તેનો હિસાબ બેસે ને તેવાં જ ફળ આપીને શુદ્ધ થઈ જાય. ફળ આપ્યા વગર એમ ને એમ ખાલી ના જાય. એટલે આ તો પરમાણુઓનું ગુહ્ય વિજ્ઞાન છે. સ્વયં ક્રિયાકારી છે. ફળ આપનારો કોઈ ભગવાન નથી. દેવદેવીઓ. ગ્રહો કોઈ આમાં વચ્ચે કર્તા છે જ નહીં, આ ધર્મ નથી, સાયન્સ છે. ધર્મ તો શ્યાં સુધી સાયન્સમાં ના આવે ત્યાં સુધી યોગ્યતા લાવવા માટે છે. બાકી ઝેરની પડીકી ખવડાવી દે તો કોણ મારવા આવે છે ? ભગવાન ? યમરાજ કે ઝેર ? જડની શક્તિ પણ ભયંકર છે ! જુઓને, આત્માથીય ચઢી ગઈ હોય એવું લાગે છે ! આત્મા મહીં ફસાયો છે ને !
(વ્યવહાર) આત્માનો સ્વભાવ જેવું કહ્યું તેવું થઈ જાય. એટલે ભાવ કરતાંની સાથે જ પરમાણુઓ ચેન્જ થઈ જાય. ‘હું શુદ્ધાત્મા છું' એ નિર્વિકલ્પ દશા છે. એમાં પરમાણુ પેસતા નથી, વિકલ્પમાં પેસે.
દેહ બંધારણનું સાયન્સ ! ચાર્જ થયેલા પરમાણુઓનો કારણ દેહ (કૉઝલ બૉડી) બંધાય છે. જે આત્માની જોડે જાય. કારણ શરીર, તેજસ શરીર અને આત્મા, આ ત્રણ સાથે ગર્ભમાં જાય છે. કારણ શરીર ગર્ભમાં પેઠું કે તરત પેલી નવી ઈફેક્ટિવ બોડી બંધાવાની ચાલુ થઈ જાય. તે જન્મે ત્યાં સુધીમાં ઈફેક્ટિવ બોડી બંધાઈ રહે. ગર્ભમાં શરીર નાનકડું હોય પણ આખી જિંદગીની બધી જ ઈફેક્ટસ એટલામાં સમાઈ હોય. જેમ જેમ સંજોગ બાઝે તેમ તેમ ઈફેક્ટસ મળે. દા.ત. વિષયના પરમાણુઓ આખી જિંદગીના હોય પણ તે ફૂટે ૧૪ કે ૧૫ વર્ષ પછી, કાળ પાકે ત્યારે. બાકી સામાન (માલ) તો પહેલેથી જ હોય ! જેમ બીજમાં આખો વડ સમાયેલો હોય તેમ ! ગર્ભમાં દાખલ થાય ત્યારથી તે મરતાં સુધીનું બધું જ હોય. જન્મ ક્યાં, લગ્ન ક્યાં, કેટલીવાર લગ્ન, મરણ ક્યાં, બધું જ હોય. અજ્ઞાન દશામાં કર્મનું ચાર્જ-ડિસ્ચાર્જ બન્ને હોય.
પરમાણુ આ ભવમાં ચાર્જ થાય છે, ત્યાંથી લઈને બીજા ભવમાં ગર્ભમાં દાખલ થઈ ને પછી પાંચ ઈન્દ્રિયોથી અનુભવાય, તે બધા ઘૂળમાં ફળ આવે છે. ત્રણ પ્રકારના પરમાણુઓ ત્રણ વિભાગમાં કઈ રીતે સાયન્ટિફિકલી કામ કરે છે તે અહીં ખુલ્લું થાય છે.