________________
સમતામાં ના રહેવાય તો પ્રતિક્રમણ કરવું સારું. પણ ભાવ તો આજ્ઞામાં રહેવાનો ૧૦ ટકા રહેવો જોઈએ.
પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય. સામાને દુ:ખ પહોંચાડ્યું હોય તે પ્રતિક્રમણ કરવાથી સામાને હળવું થાય યા તો અસર ના રહે દુ:ખની. પોતાનો અવળો અભિપ્રાય તૂટે. પણ પરમાણુ શુદ્ધ તો જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી જ થાય, જે સામાયિકમાં થાય છે. સામાયિકમાં સીધેસીધું ડિરેક્ટ આત્માનું જ કામ હોય છે. પ્રતિક્રમણ પ્રજ્ઞાનું કામ છે. માટે સામાયિકમાં તો બધું ધોવાઈ જ જાય.
બહાર લોકોને બાધેભારે કહેવાય કે પ્રતિક્રમણથી શુદ્ધ થાય, પણ વાસ્તવિકતામાં સામાયિકથી જ શુદ્ધ થાય.
મહાત્માને અતિક્રમણ પ્રતિષ્ઠિત આત્મા કરે ને પ્રતિક્રમણેય પ્રતિષ્ઠિત આત્મા કરે. ડિસ્ચાર્જના ગુના ને ડિસ્ચાર્જના પ્રતિક્રમણ.
પુદ્ગલ સ્વભાવ ચંચળ તો તે સ્થિર કેવી રીતે થાય ? ધીમે ધીમે સ્થિર થાય, મૂળ સ્વભાવને પહોંચતું જાય.
પુદ્ગલ મૂળ પરમાણુ સ્વભાવે સ્થિર જ છે. કંપાયમાન થાય જ નહીં પણ વિશેષભાવમાં આવવાથી વિકૃત થયું છે.
ધૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ પરમાણુઓ કોને કહેવાય ? સૂક્ષ્મતમ - વિશ્રસા સૂક્ષ્મતર
પ્રયોગસા એ જ કારણ દેહ સૂક્ષ્મ - મિશ્રા એ જ પ્રતિષ્ઠિત આત્મા સ્થળ- ડૉક્ટરો જુએ, મોટા મોટા માઈક્રોસ્કોપથી
દેખાય તે અનંતા જોયોને વીતરાગોએ એક જ શેયમાં જોયું છે. દાદાએ પણ તેવું જ જોયું છે અને તે છે વિશ્રસારૂપે. તમામ ઈમ્યૉરિટી જાય એટલે મિશ્રણામાંથી વિશ્રા થાય.
બહાર તમામ વસ્તુઓ, વ્યક્તિઓ પરાયા જણાય, અનુભવાય,
ત્યારે પોતાના દેહના પરમાણુઓ પણ પરાયા છે એમ વર્તાય. એમ કરતાં કરતાં એકે એક પરમાણુ પરાયું છે એમ વર્તાય.
ગજબની છે તીર્થંકરોની શોધખોળ !
ટંકોત્કીર્ણ, વિશ્રસા, પ્રયોગસા ને મિશ્રસાએ તો હદ કરી નાખી છે અધ્યાત્મ જગતમાં ! જે શબ્દ (પબ્લિકને) લખતાંય ના આવડે, તેને આરપાર સમજીને બેઠા, તે કેવા હશે એ તીર્થંકરો !!!
[5] લિંક, ભાવ અને પરમાણુની ! પરમાણુ અને ભાવની લિંક (અનુસંધાન) શું ?
જેવા ભાવ તે પ્રમાણે પરમાણુઓ ગોઠવાઈ જાય. દાન કરવાનો ભાવ દસ જણ કરે તે પ્રમાણે ગોઠવાઈ જાય, પણ દરેકના પરમાણુઓ જુદા જુદા હોય. ભાવ કેવા પ્રકારના છે, એની પાછળ હેતુ શું છે, એ પ્રમાણે પરમાણુઓ ચાર્જ થાય ને ગોઠવાય. આમાં મુખ્ય ભાવનો આધાર છે. પરમાણુઓના તો વચ્ચે માત્ર રમકડાં જ ઊભાં થાય છે. એટલે કે ભાવ પ્રમાણે પરમાણુઓ અને તેનાથી શરીરની રચના થઈ.
પરમાણુઓ સૂક્ષ્મ છે, ભાવ પણ સૂક્ષ્મ છે. ભાવ પ્રમાણે પરમાણુઓ ખેંચાય તેય સૂક્ષ્મ છે. પછી પરમાણુઓ સ્થૂળ થઈ જાય અને આખું શરીર દશ્યમાન થાય. સૂક્ષ્મ પરમાણુઓ બધા ભેગા થઈને સ્થૂળ થાય. ભાવ પ્રમાણે મૂર્તિ થઈ જાય ! મૃત્યુ પછી શરીર બાળીએ એટલે પરમાણુઓ ઊડી જાય, પણ વધે-ઘટે નહીં.
રાગભાવથી પરમાણુઓ ખેંચાયા, તે તેની પર ગિલેટ થઈ ગયો રાગનો, તેવી જ રીતે દ્વેષનો ગિલેટ ચઢી જાય. આ રાગ-દ્વેષના ગિલેટવાળા પરમાણુઓ મૃત્યુ પછી આત્મા જોડે સૂક્ષ્મ રીતે જાય અને બીજા ભવના દેહમાં પરિપાક થાય ને ફળ આપે. રાગવાળો સુખ આપે ને દ્વેષવાળા દુ:ખ આપીને ચોખ્ખા થઈ જાય, ગિલેટ ઊડી જાય. જૂનો ઊડે ને નવો ચઢે.
એક ખરાબ વિચાર આવે કે તરત જ બહારના પરમાણુઓ ગિલેટવાળા થઈને ખેંચાય, અંદર દાખલ થઈ જાય અને ભાવ પ્રમાણે
48
49