________________
ક્રિયામાણ સ્થળ હોય. ક્રિયામાં આમ જોવામાં આવે તે ક્રિયમાણ.
સંચિત કર્મોનો સ્ટોક આ હાર્ટવાળા ભાગમાં સૂક્ષ્મ પરમાણુઓ રૂપે છે. ખરેખર એ કર્મો નથી. કડવાં-મીઠાં ફળ ભોગવાઈ જાય પછી એ પાછા બહાર વિશ્રસા થઈને જાય.
આ ભાઈને મારવો છે' બોલીએ તો પાપવાળા પરમાણુઓ ચાર્જ થાય. પ્રયોગ થઈને. એ ડિસ્ચાર્જ વખતે કડવાં ફળ આપે. અને ‘દાન આપવું છે' બોલે તો પુણ્યવાળા થાય. પછી તે મીઠાં ફળ આપે.
કષાયભાવ પ્રમાણે પરમાણુઓમાં રંગ ચઢે, ગિલેટ ચઢે અને તે પ્રમાણે ફળ આવે.
હું ચંદુ છું' એવું ભાન છે ત્યાં સુધી પરમાણુઓ ખેંચાય. ‘હું શુદ્ધાત્મા છું' એવું ભાન થાય પછી પરમાણુઓ ના ખેંચાય.
કાર્મણ શરીર સ્થૂળ દેહ છૂટે પછી પ્રયોગસા પરમાણુઓ રૂપે જાય. એ પ્રયોગસા પરમાણુ સિવાય બીજું કંઈ જ નથી.
મિશ્રા શ્યારે ફળ આપે ત્યારે ફરી રાગ-દ્વેષ કરે એટલે ફરી પ્રયોગસી તે ઘડીએ થાય. પ્રયોગસા થયેલા છૂટતી વખતે મિશ્રસા ફળ આપીને જાય.
પ્રયોગસા એ અવસ્થિત છે અને મિશ્રસા એ વ્યવસ્થિત છે. પરમાણુઓ ચાર્જ થાય પછી મહીં પડી રહે છે ત્યારથી તે ફળ આપીને જાય ત્યાં સુધીની અવસ્થાને મિશ્રણા કહેવાય છે. ફળ આપીને જાય પછી વિશ્રામાં પરિણમે છે, શુદ્ધ થઈને !
પ્રયોગસા જ્ઞાન પછી ફેરફાર થાય પણ મિશ્રસામાં ફેર ના કરી શકાય. જામી ગયેલા ઉદયકર્મનો છૂટકો જ નહીં ને !
ગયા ભવનું પ્રયોગસા આ ભવમાં મિશ્રણા થાય, ત્યારે દેહરૂપે દેખાય. અને ફળ આપીને જાય ત્યારે વિશ્રણા થાય.
હૃદયમાં શુદ્ધ ચારિત્ર આવ્યું કે શુદ્ધ વિશ્રસા ઉત્પન્ન થાય. જ્ઞાન પછી નવા પરમાણુઓ મહીં પેસતા નથી. કારણ મૂળ અજ્ઞાન
‘હું ચંદુ છું” એ માન્યતા તૂટે છે. પછી તો આત્માના સુખમાં જ રહેવાનું. પછી કડવાં-મીઠાં ફળ આપતા નથી.
મિશ્રસા તો જન્મથી લઈને સ્મશાનમાં જતાં સુધી છે. મિશ્રા ભોગવાય ત્યારે નવા પ્રયોગસા થાય. હવે જ્ઞાન પછી કોઈ ગાળ ભાંડે ત્યારે શુદ્ધાત્મા જોઈને સમભાવે નિકાલ કરી દે એટલે વિશ્રસાના વિશ્રસા જ રહે. શુદ્ધાત્મા જુએ તોય પરમાણુ શુદ્ધ થઈને જતા રહે.
જ્ઞાન મળ્યા પછી કર્મ ચાર્જ જ ના થાય. તમે કદાચ ચિઢાઓ તો તે ચંદુભાઈ ચિઢાય. ‘તમે શુદ્ધાત્મા છો માટે તમે ના ચિઢાઓ.
- અજ્ઞાન દશામાં નવા પરમાણુઓ ખેંચાતા હતા. જ્ઞાન પછી ખેંચનારો જ ગયો. એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું ચૂકાયું તો એ ફરી આવશે. ત્યારે જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા એટલે એ કાયમના પરમાણુઓ ખરી પડે.
વિશ્રસામાંથી પ્રયોગસા થાય તેમાં પ્રયોગ થાય એટલે આ પ્રતિષ્ઠિત આત્માના ભાવના યોગ સાથે જોઈન્ટ થયું.
શ્યાં સુધી ‘હું કરું છું’ એ ભાન છે ત્યાં સુધી પુનરાવર્તન થયા રાખશે.
અક્રમમાં જ્ઞાન મળ્યા પછી પરિગ્રહ વધારવો તેય ડિસ્ચાર્જ અને પરિગ્રહ સંકોરવો એય ડિસ્ચાર્જ અને અપરિગ્રહી રહેવું એય ડિસ્ચાર્જ. પરિગ્રહ કે અપરિગ્રહ કરવાના જે પૂર્વે ભાવ કરેલા, તે અત્યારે ડિસ્ચાર્જમાં આવ્યા. તેનો નિકાલ જ કરવાનો છે, ગ્રહણ નહીં.
જ્ઞાન મળ્યા પછી પરમાણુઓ શું કહે છે શુદ્ધાત્માને ? ‘તમે તો શુદ્ધ થઈ ગયા, હવે અમને તમારે શુદ્ધ કરવાના રહે છે. અમે તો શુદ્ધ હતા જ, તમે અમને અશુદ્ધ કર્યા છે. માટે જોખમદારી તમારી થઈ છે.’ આ શુદ્ધ કઈ રીતે થાય ? દાદાની આજ્ઞા પાળે તો એની મેળે જ શુદ્ધ થઈ જાય તેમ છે.
પરમાણુએ પરમાણુનો સમભાવે નિકાલ કરીને હિસાબ ચોખ્ખો કરવો પડશે. પછી કલંક ના રહ્યું અને અડોલ સ્વરૂપની પ્રાપ્તિ થાય.
સમતામાં રહીએ ને જે ચોખ્ખું થાય એવું કશાથી ના થાય.