________________
ને પાછા વિખરાઈ જાય. આને સ્વભાવિક પૂરણ-ગલન કહેવાય. સ્વભાવિક પૂરણ-ગલન અને વિભાવિક પૂરણ-ગલનમાં બહુ ફેર છે. શ્વાસ લે, ઉચ્છ્વાસ કાઢે એ વિભાવિક પૂરણ-ગલન છે. હાડ-માંસ બને ને પાછા કહોવાઈ જાય એ વિભાવિક પૂરણ-ગલન છે.
બહાર શુદ્ધ પરમાણુઓ, વિશ્વસા એક સરખા જ છે પણ ક્રોધમાન-માયા-લોભ થાય ત્યારે વિશ્રસા પરમાણુઓ બહારથી અંદર ખેંચાય. અને પછી અંદર ઈલેક્ટ્રિકલ બોડી છે, તેના આધારે જ બધું ચાર્જ થઈ જાય છે. બહાર ચાર્જ ના થાય. હવે આ પરમાણુઓ ક્રોધ આવે ત્યારે ખેંચાય તો તે નાકથી, કાનથી, આંખથી, બધેથી ખેંચાય. વાળ હઉ ઊભા થઈ જાય !
એક વખત પ્રયોગસા થયા પછી બીજા અવતારમાં એની મેળે પરમાણુઓ મિશ્રસા થઈ જાય. મિશ્રસા થતાં જ આ શરીર એની મેળે જ બંધાઈ જાય. મિશ્રસા એ જ પુદ્ગલ. પ્રયોગસાને પુદ્ગલ ના કહેવાય. વિશ્રસા, પ્રયોગસા એ પરમાણુ જ કહેવાય.
અહમ્ ઊભો થયો એ પુદ્ગલ. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ બધુંય પુદ્ગલ કહેવાય. અહમ્ને મિશ્રચેતન કહેવાય. પુદ્ગલ બધું મિશ્રચેતન કહેવાય. પ્રયોગસાને પ્રયોગ ચેતન કહ્યું.
મિશ્રચેતન શું છે ?
વિશ્વમાં વિશ્રસા પરમાણુઓ છે કે જે ચોખ્ખા છે. મહીં માત્ર વિચાર આવ્યો કે બે ધોલ મારવી છે, તેનાથી પરમાણુઓ મહીં ખેંચાય અને ઈલેક્ટ્રિકલ બોડીથી એના પર પ્રયોગ થાય. પ્રયોગ થયેલા પરમાણુઓને પ્રયોગસા કહેવાય. ભાવક પરમાણુઓ એટલે મિશ્રચેતન.
પ્રયોગસા સૂક્ષ્મ ભાવે હોય તે બીજા ભવે સ્થૂળ ભાવે થાય અને ફળ આપીને જાય. પ્રયોગસામાંથી આવતે ભવ મિશ્રસા થાય. પ્રયોગસા એ કારણ પરમાણુઓ તે ગર્ભમાં જાય ત્યારે કાર્યદેહ ઉત્પન્ન થાય. અક્રમમાં કારણ પરમાણુઓ બંધ થઈ જાય છે.
‘મેં કર્યું’ કહ્યું એટલે કર્મ સૂક્ષ્મમાં બંધાયું. કરે છે વ્યવસ્થિત ને
44
માને છે મેં કર્યું, તેનાથી પરમાણુ ખેંચાય ને પ્રયોગસા થાય ને નવી મૂર્તિ ઘડાય.
પ્રયોગસા જાય વ્યવસ્થિત શક્તિ પાસે અને તે પછી આગળ સ્થૂળ રૂપે કરી વ્યવસ્થિત ફળ આપે તે મિશ્રસા.
સૂક્ષ્મમાં વિષયની ભાવના કરી, પછી તેમાંથી સ્ત્રી (પત્ની) એકલી ના મળે, પણ સસરો, સાસુ, કાકો સસરો, મામો સસરો.... કેટલુંય લંગર ભેગું થાય ! આ બધું વ્યવસ્થિતનું કામ. પ્રયોગસામાં હજી કંઈ થયું નથી. મહીં પરમાણુઓ ભેગા થાય, પ્રયોગ થયો, એના પર રંગ ચઢ્યો એને જ કર્મ કહેવાય છે.
શુદ્ધ પરમાણુ જુદા ને કર્મના પરમાણુઓ જુદા. સૂક્ષ્મતમ પરમાણુઓ (વિશ્રસા) મહીં આકાશમાં છે, તે પ્રયોગસા થઈને ખેંચાય છે, તે સૂક્ષ્મતર. પછી મહીં સૂક્ષ્મ થઈ જાય છે, તે મિશ્રસા. અને સૂક્ષ્મના તે આધારે બહારથી સ્થૂળ પેસે પછી એ ફળ આપીને જાય. ફળ આપતી વખતે સ્થૂળ પરમાણુઓ બહારથી ખેંચાય છે અને પછી ફળ આવે એટલે બંધાતી વખતે સૂક્ષ્મ જ બંધાય અને ફળ આપતી વખતે બહારથી સ્થૂળ આવે. ફળ વ્યવસ્થિત શક્તિ આપે છે.
સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ આ ત્રણેવ પુદ્ગલ છે. મૂળ ગુનેગાર સૂક્ષ્મ દેહ છે. તેનાથી કારણ દેહ, પરમાણુ ખેંચે છે. સ્થૂળ દેહ બળે છે, સૂક્ષ્મદેહ બળતો નથી.
સ્થૂળમાંથી સૂક્ષ્મ ને સૂક્ષ્મમાંથી સ્થૂળ એમ ઘટમાળ ચાલ્યા જ કરે.
ગર્ભમાં જીવ પ્રથમથી જ હોય છે. પણ તે ડૉરમન્ટ (સુષુપ્ત) સ્ટેજમાં હોય. ધીમે ધીમે તે વધે. જીવની હાજરી વગર ગર્ભ બંધાય જ નહીં.
કારણદેહના પરમાણુઓ આખા શરીરમાં ભરેલા છે, એમાંથી કાર્યદેહ બંધાય. આ ભવમાં સૂક્ષ્મરૂપે હોય, આવતા ભવ ઈફેક્ટિવ બોડી સ્થૂળરૂપે થાય.
સંચિત કર્મ એટલે સ્ટોક. એ સૂક્ષ્મ હોય અને પ્રારબ્ધ અને
45