________________
માત્ર સમજાવવા જ્ઞાનક્રિયા-દર્શનક્રિયા શબ્દ પ્રયોગ થાય છે પણ વાસ્તવિકતામાં જોવા-જાણવામાં એવી કોઈ પૌદ્ગલિક ક્રિયા નથી.
શ્રીમદ્ રાજચંદ્રે દરેક પદાર્થ ક્રિયા સંપન્ન હોય છે એવું કહ્યું છે. એ કહેવાનો ભાવાર્થ એ છે કે મૂળ પોતાની સક્રિયતા નથી પણ એની પરિણમનતા છે. દરેક પદાર્થ પરિણમનશીલ હોય છે.
શ્રીમદ્ રાજચંદ્રે આત્માના કર્તાપણા વિશે કહ્યું છે કે આત્મા પણ ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું વિવેચ્યું છે કે પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે અને ઉપચારથી ઘર-નગર આદીનો કર્તા છે. પણ ખરી રીતે તો એ સ્વભાવ મૂળનો કર્તા છે, એવું કૃપાળુદેવ કહેવા માંગે છે.
અક્રમમાં તો મૂળ આત્મા શું છે અને વ્યવહાર આત્મા શું છે, એનો ભેદ અહીંયાં પડી જાય છે. બાકી, ક્રમિક માર્ગમાં તો વ્યવહાર આત્માને જ મૂળ આત્મા મનાય છે અને તેથી જ તે ક્રિયા સંપન્ન છે, એવું લાગે છે. એટલે આ બધી આ ક્રિયાઓ કરે છે, સમિતિઓ કરે છે, તે છે તો વ્યવહાર આત્માની જ વાત છે.
અને કેવળજ્ઞાનમાં તો શું કહે કે મૂળ આત્માને જોઈ જોઈને તેવો તું વ્યવહાર આત્માને બનાવ. જોઈ જોઈને પહેલ પાડવાના છે, એવું અક્રમ શીખવાડે છે.
અક્રમમાં કોઈ ક્રિયા કરવાની નથી. આમ જ્ઞાનને જોઈને જ થઈ
જાય. કારણ કે જ્ઞાનવિધિમાં શુદ્ધાત્મા પદમાં એટલે કે મોડેલમાં જ
બેસાડ્યા છે.
ક્રમિક માર્ગમાં ઈન્દ્રિય આત્માને આત્મા માનતા નથી, એને તો (કાયોત્સર્ગ એટલે) કાય કહે છે, એનાથી ઉત્સર્ગ એટલે ‘હું જુદો છું’ એવું ફીટ કરાવે છે. બીજા કષાય આત્માને જ એ આત્મા માને છે અને એને સ્થિર કરવા જાય છે. અને ત્રીજો મૂળ (અકષાય) આત્મા તે તો ઘણો છેટો છે.
42
આ બધી પુદ્ગલની કરામત છે એવું ભાન સતત રહે તે કેવળ દર્શન છે. અને પુદ્ગલની કરામતની ક્રિયા જાણવામાં આવે તો તે કેવળજ્ઞાન છે ! અને પુદ્ગલની કરામત છે એવું વર્તવામાં આવે તો તે કેવળ ચારિત્ર છે !
[૪] પુદ્ગલ, પ્રસવધર્મી ! ‘એકોડહમ્ બહુસ્યામ્’ એટલે શું ?
‘હું’ એકલો છું, આત્મા તરીકે અને જગતમાં તદાકાર ભાવથી અનેકરૂપ થઉં છું. પુદ્ગલ બહુરૂપી છે, તેથી આનો બાબો, આનો કાકો, આનો સસરો થાય છે. આમાં જડની શક્તિ છે. જડ રૂપી છે. તેથી બહુરૂપી થાય છે. પુદ્ગલ પ્રસવધર્મી છે. એકમાંથી અનેક દેખાડે.
ઘઉંમાંથી કેટલી બધી વાનગીઓ બને છે ! આ જગત પરમાણુઓની પ્રસવતાથી ભરેલું છે.
આપણે એક હોઈએ ને લાખ અરીસા ગોઠવ્યા હોય તો તેમાં
આપણે લાખ દેખાઈએ. આ છે પુદ્ગલનો પ્રસવધર્મી સ્વભાવ.
એક ટી.વી.માં બોલે તો આખી દુનિયામાં ઠેર ઠેર દેખાય ! આ છે પુદ્ગલનો પ્રસવધર્મ !
દરિયામાં એક ને લાખ ઘડામાં લાખ ચંદ્રમા દેખાય ને ! એવું એકમાંથી અનેક, અપાર થાય !
મૂળ જ્ઞાન પ્રસવધર્મી નથી, એ તો નિર્લેપ જ છે.
[૫] પ્રયોગસા - મિશ્રસા - વિશ્રસા !
તીર્થંકરોની આગવી ને અદ્ભૂત શોધખોળ છે પરમાણુઓની ત્રણ અવસ્થાઓની, પ્રયોગસા, મિશ્રસા અને વિશ્રસા.
આખું જગત પુદ્ગલ પરમાણુઓથી ભરેલું છે. શુદ્ધ પરમાણુઓ કે જે જ્ઞાનગમ્ય છે, ચક્ષુગમ્ય નથી, એને વિશ્વસા પરમાણુઓ કહ્યા. વિશ્રસા પરમાણુઓ એક પછી બે એથી વધારે ભેગા થાય (સ્કંધ થાય)
43