________________
એટલે કે રૂટ કૉઝ અજ્ઞાનતા છે.
શ્રીમદ્ આત્માને અક્રિય-સક્રિય કહ્યો, પણ તે અપેક્ષાએ છે, નિરપેક્ષાએ નહીં. અહંકાર છે ત્યાં સુધી સક્રિય છે ને અહંકાર ગયો તો અક્રિય છે. પોલીસવાળો પકડે તો હું આત્મા છું કે જ્ઞાની છું એમ ના કહેવાય. વ્યવહારથી ગુનો સ્વીકારવો પડે.
ક્રિયા કરનાર પુદ્ગલ ને ધ્યાન કરનારેય પુદ્ગલ. આત્મા એ સૌથી ન્યારો, નિર્લેપ.
ધ્યાન કરનાર પુદ્ગલ ધ્યાનનો કર્તા છે ને ધ્યાનનો જ ભોક્તા
ફાંસીએ ચઢાવનારેય પુદ્ગલ છે. લાલચંદ ફુલચંદને ધોલ મારે તેય પુદ્ગલની કરામત છે ને ફુલચંદ લાલચંદને ધોલ મારે તેય પુદ્ગલની કરામત છે. જ્ઞાની આમાં છૂટા રહે ને અજ્ઞાની ભળી જાય.
શ્રી કૃષ્ણ ભગવાને દુનિયામાં બે શક્તિ કહી, એક અનાત્મ શક્તિ ને બીજી આત્મ શક્તિ. જડની શક્તિ કેટલી બધી પાવરફૂલ છે કે જેણે ચૌદ લોકના નાથને નાચ્યા છે, બાંધ્યા છે ! આત્મા કર્મમાં ફસાયો છે ને ! શ્યાં સુધી આત્મા નિજ સ્વભાવમાં ના આવે ત્યાં સુધી એ કર્મ ખપાવી શકતો નથી.
પ્યૉર પુદ્ગલ પરમાણુમાં જબરજસ્ત શક્તિ છે અને વિભાવિક પુદ્ગલમાંય એવી જ શક્તિ છે. આમાં આત્માનો ખાલી ભાવ જ છે, તેનાથી પુદ્ગલમાં પાવર પૂરાય છે. દર્શન ફેર થવાથી જ્ઞાન ફરે છે ને ચારિત્ર પણ ફરે છે. દાદાશ્રીનું જ્ઞાન આખું દર્શન ફેરવે છે ને ધીમે ધીમે બાકીનું ફરે છે.
ઘણાને પ્રસન્ન થાય છે કે આત્માની અનંત શક્તિ છે તે પદગલના આવરણના ભુક્કા બોલાવી એ બહાર કેમ નીકળી જતો નથી ? પણ એમાં પુદ્ગલની શક્તિ કંઈ જેવી તેવી છે ? ઍટમની શક્તિ કેટલી બધી છે !!!
આત્માને જડમાં ફસાવવાનું કારણ જ શ્રાંતિ છે. જડ ને ચેતન પાસે પાસે પડેલા છે, તેમાં વિશેષ પરિણામ ઊભું થાય છે ને આ વિશેષ પરિણામમાં અહંકાર ઊભો થાય છે. એ જ સર્વેસર્વા બની બેસે છે.
આ બધી પુદ્ગલની જ કરામત છે તે જ્ઞાનીઓને કે તીર્થંકરોને જ યથાર્થપણે સમજાય.
પુદ્ગલ સક્રિય અને આત્મા અક્રિય સમજાશે ત્યારે ભગવાન થવાશે.
આત્મા વ્યવહારથી કર્તા છે અને નિશ્ચયથી અકર્તા છે. પુદ્ગલ છે તો નિશ્ચય ને વ્યવહાર બન્નેથી કર્તા છે.
પુદ્ગલ સક્રિય-અક્રિય છે. એક પરમાણુ હોય ત્યાં સુધી અક્રિય છે, પછી સક્રિય છે.
મન-વચન-કાયા સહજ સ્વભાવે ક્રિયાકારી છે અને આત્મા સહજ સ્વભાવે જોયા જ કરે છે, જાણ્યા જ કરે છે. આત્માની જ્ઞાનક્રિયા સિવાય બીજું કશું છે જ નહીં. આ તો જ્ઞાન ઉપર આવરણ આવી ગયું છે અને એ બુદ્ધિનો પડદો છે. જેમ જેમ અહંકાર છૂટતો જાય, હુંપણું છૂટતું જાય તેમ તેમ કરવું-કરાવવું દૂર થતું જાય અને તેમ તેમ અનંતજ્ઞાન, અનંતદર્શન પ્રગટ થતાં જાય.
અનાદિકાળથી કર્મ કલંક આત્માના પ્રદેશો ઉપર ચોટતાં આવ્યાં છે. એટલે એની શક્તિઓ આવરાઈ ગઈ છે. બાકી મનુષ્યોના હાથમાં કોઈ સત્તા નથી. મનુષ્યમાં એક વાળ પણ વધવા દેવાની કે ના વધવા દેવાની શક્તિ નથી.
સ્થૂળ ક્રિયા કોને આધીન ?
અહંકારને આધીન. અહંકાર કોને આધીન ? અજ્ઞાનતાને આધીન.
જ્ઞાન સિવાય આ જગતમાં કોઈપણ અક્રિય રહી શકે જ નહીં. માત્ર જ્ઞાનીની, દાદાની આજ્ઞાથી જ અક્રિય રહી શકાય.
અક્રિય એટલે આ જ્ઞાતા-દ્રષ્ટાપણું. જ્ઞાતા-દ્રા એ કોઈ ક્રિયા નથી,