________________
લાકડું, હાડકું, માંસ, વિગેરે વસ્તુઓ મૂકી રાખી હોય તો તે એની મેળે જ સડ્યા કરે. એટલે દરેક વસ્તુમાં એની સ્વયં ક્રિયા થઈ જ રહી છે. આમાં પુદ્ગલ સક્રિય છે ને ચેતન અક્રિય છે. લોકો ચેતનને સક્રિય ને પુદ્ગલને અક્રિય માને છે, ભ્રાંતિથી !
પુદ્ગલ તત્ત્વ એકલું જ સક્રિય છે અને તેની સક્રિયતાને કારણે જ કાળ તત્ત્વ ઓળખાયું.
ચેતનનું બળ આખા બ્રહ્માંડના જ્ઞાતા-દ્રષ્ટા રહેવામાં છે.
આત્માની હાજરીથી પુદ્ગલ સક્રિય થાય છે. તેમાં આત્માને કંઈપણ અસર થતી નથી.
છએ છ દ્રવ્યોમાં પરિણમન શક્તિ છે, દ્રવ્ય-ગુણ-પર્યાય છે પણ પુદ્ગલ પરમાણુ સિવાય પાંચેય તત્ત્વોમાં સક્રિયતા નથી. પરિણમન શક્તિ તેમજ દ્રવ્ય-ગુણ-પર્યાય અને રિયલ સક્રિયતામાં બહુ ફરક છે. મૂળ પુદ્ગલ કોઈના ધક્કા સિવાય સ્વયં રિયલ સક્રિય છે. સક્રિયતા કાયમનો ગુણ છે એનો. અને વિભાવિક પુદ્ગલ કો'કના ધક્કાથી ઊભું થયેલું છે. એ ઍક્ઝેક્ટ, મૂળ સક્રિયપણું નથી.
દેહમાં જે છે તે વિકૃત પુદ્ગલ છે.
પુદ્ગલ
સક્રિયતા પુદ્ગલનો સ્વભાવ છે, તેથી આત્મા જેવા ભાવ કરે છે તેવું પુદ્ગલ થયા કરે. આત્માનો ભાવ એ નથી એનો પર્યાય કે નથી એનો એ સ્વભાવિક ભાવ. એ વિભાવિક ભાવ, વિશેષ ભાવ છે.
આત્માનો વિકૃતભાવ, પુદ્ગલનો વિકૃતભાવ ઊભો થાય છે એ જ વિશેષ પરિણામ છે. આમાં કોઈ ગુનેગાર નથી. કોઈને લીધે થાય છે એવુંય નથી. માત્ર બે વસ્તુ સાથે આવવાથી વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે. કોઈના લીધે થતું હોય તો એ ગુનેગાર ગણાય ને પોતે નિર્લેપ
ગણાય.
આમાં આત્માની ઈચ્છાપૂર્વક કશું જ નથી. આ તો બે વસ્તુ જોડે આવવાથી વિશેષભાવ ઉત્પન્ન થાય છે. પછી જે વસ્તુ અસરવાળી હોય તો તે પકડે ને અસર વગરની હોય તો ના પકડે, પણ વિશેષભાવ તો
38
ઉત્પન્ન થાય જ. જડ પરમાણુઓનું સક્રિયપણું હોવાથી એ આ અસરને તરત પકડી લે છે. સિદ્ધક્ષેત્રમાં પુદ્ગલ નથી માટે ત્યાં અસર જ નથી.
પુદ્ગલની પોતાની પરિણમન શક્તિ છે. તે સ્વતંત્ર છે ને સ્વભાવિક છે.
જીવ અને પુદ્ગલ બન્નેવ સક્રિય છે. આમાં જીવ એટલે બાવો કે જેમાં પાવર ચેતન પૂરેલું છે અને પુદ્ગલ એ મંગળદાસ છે. માત્ર ડિસ્ચાર્જ જ છે અને તે પણ સક્રિય છે. કાળને આધીન ક્રિયા થયા જ કરે છે.
એટલે પુદ્ગલના મુખ્ય ગુણધર્મોમાં પોતે રૂપી છે અને ક્રિયાકારી છે. ‘પોતે’ કલ્પના કરે કહો કે ભાવ કરે કહો કે ઈચ્છા કરે કહો તેવું પુદ્ગલ થઈ જાય, એની મેળે જ. તેની આ ભ્રાંતિ થઈ ગઈ છે ‘પોતાને’ કે આ મારા સિવાય કોણ કરે ? આ જે બધી ઇચ્છાઓ કરી તે લિમિટવાળી છે. મોહ પણ લિમિટવાળો છે. એટલે દેહ માટે બે પગ, બે હાથ, એથી વધારે ચાર પગ ને છ હાથ ના થાય.
આ પુદ્ગલ શેનાથી ખેંચાઈ આવે ? શું એ આત્માના કૉન્ટેકમાં આવીને ચાર્જ થાય ? એવું નથી. વિભાવ થયો કે એ ખેંચાઈ આવીને પછી એનો કાળ પાકે એટલે એની મેળે ચાર્જ થઈ જાય, એની મેળે મૂર્ત થઈ જાય. દેહ એનો બંધાય એમાંથી. આ બધુંય પુદ્ગલનું પોતાનું જ કાર્ય, આત્માને કશું જ લેવાદેવા નથી.
આ રોંગ બિલિફ પણ નિયમને આધીન છે, નિયમની બહાર નથી. જો નિયમની આધીન જો ના હોત તો રોંગ બિલિફની રાઈટ બિલિફ જ ના થઈ શકી હોત.
આમાં જ્ઞાન આત્માનું ને કરામત બધી પુદ્ગલની. આત્માની ‘કલ્પ’ શક્તિથી વિકલ્પ થયા. અને આ રીતે આત્મા ગુનેગાર ઠરે છે. આ બધું બિલિફથી જ શરીર ને બધું તૈયાર થયું. બિલિફથી પરમાણુ ખેંચાય છે ને સ્વભાવિકપણે ક્રિયાકારી થાય છે.
આ બધી પુદ્ગલની જ કરામત છે. ફાંસી એ પુદ્ગલ છે ને
39