________________ (12) પુદ્ગલ અને આત્મા ! 399 થવો જોઈએ. કેવળ આત્મા તો મોટો ડુંગર હોય તો તે ડુંગરની આરપાર જતો રહે, એવો છે. કારણ કે ડુંગર સ્થૂળ છે અને આત્મા સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. પ્રશ્નકર્તા: જ્ઞાન પણ સૂક્ષ્મ છે ! જ્ઞાન પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે ! દાદાશ્રી : એ જ આત્મા છે. જ્ઞાન અને આત્મામાં ફેર નથી. આત્મરક્ષક તે જ્ઞાની ! પ્રસનકર્તા : કેવળીને આત્મા દેખાતો હશે ? જોયો હશે ? દાદાશ્રી : જોવું એટલે ભાન થવું. જાણવું એટલે અનુભવ થવો. કેવળીઓએ જોયેલો એટલે તેમને ભાન થયેલું. તમને ભૂલ તમારી લાગે છે તે દેખાય છે કે અનુભવમાં આવે છે ? મૂળ આત્મા એ અનુભવગમ્ય છે, અરૂપી પદ છે. કેવળી ભગવાન જે અનુભવે તે આ પુદ્ગલ પોતાનાથી જુદું પૂતળું છે. ખરું કર્યું કે ખોટું, તે જોવાનું નથી. એ તો પૂતળું જ છે, અચેતન છે. કર્તાભાવ જ ના દેખાવો જોઈએ. પુદ્ગલની જોડે કે પુદ્ગલનાં મન-વચન-કાયાનાં વર્તન જોડે લેવાદેવા જ નથી. તમે તેનાથી તદન જુદા જ છો. તમને તમારો આત્મા જોવામાં ને જાણવામાં આવ્યો જ છે, તે ભાન થયું છે. થોડો અનુભવમાં પણ આવ્યો છે. હવે મૂળ વસ્તુ પૂરેપૂરી અનુભવમાં આવી જાય, એટલે કામ થઈ ગયું ! જે પુદ્ગલનો રક્ષક થયો, તે ‘જ્ઞાની’ નહીં. જ્ઞાની તો આત્માનો, સ્વભાવનો જ રક્ષક હોય.