________________
(૧૨) પુદ્ગલ અને આત્મા !
૩૯૭
૩૯૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : પરપ્રકાશ. આત્મા સ્વભાવથી સ્થિર, તેવું પણલ અસ્થિર !
અંદર આત્મા સ્થિર જ છે. આ તો જગત આખું પુદ્ગલમાં જ રાચે છે. પુદ્ગલની બહાર એક ક્ષણ પણ રાચ્યા નથી અને સ્થિરતા જે કંઈ ઉત્પન્ન થાય છે તે મુદ્દગલની સ્થિરતા છે. આત્મા તો સ્થિર જ છે. નિરંતર સ્થિર રહે તેનું નામ આત્મા. આમાં ક્ષયપક્ષમ ના હોય. ક્ષયોપક્ષમ તો પુદ્ગલમાં થાય છે. આત્માનો ક્ષયપક્ષમ નથી હોતો.
પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી પુદ્ગલ પણ સ્થિર થઇ જાય ને ?
દાદાશ્રી : પુદ્ગલ સ્થિર થઇ જાય પણ કેવું ? પુદ્ગલને ભગવાન કહે તેવું. મહાવીર ભગવાન જ કહેવાય, કારણ કે એ સ્થિર
પ્રશનકર્તા : પ્રગટ પુરુષની વાણી અજરામર કરી દે.
દાદાશ્રી : હા, બરોબર છે. આત્મા પુસ્તકમાં ના હોય, કશામાંયે હોય નહીં. શબ્દમાંય ના હોય, ભાવમાંય ના હોય, સંજ્ઞામાંય ના હોય. આત્મા તો એટલો બધો સૂક્ષ્મતમ છે કે આ દીવાલ જ નહીં, પણ ડુંગરની આરપાર ચાલ્યો જાય. પણ આ પુદ્ગલના જે વીંટાળા છે એની આરપાર નથી જવાતું એને. એ અજાયબી છે ને ! ત્યારે પુદ્ગલના વીંટાળા કેટલા ચીકણા ?
એક શેઠ જ્ઞાન માટે આવેલા. મેં પૂછયું, “શું નામ છે ?” તો કહે, ‘હું શેઠ, આનો પ્રેસિડન્ટ.’ (નામ પૂછયું તો માન જાહેરાત કર્યું) અલ્યા, જરા વિનય તો રાખ. શ્યાં પુદ્ગલને ખલાસ કરવાનું છે ત્યાં પુદ્ગલની ખેંચ શી ? પુદ્ગલનો ભાર શો રાખવાનો ? ક્યાં આત્મા પ્રાપ્ત કરવાનો છે ત્યાં તો પરમ વિનય જોઈએ.
પ્રશ્નકર્તા : નામ પુદ્ગલનું છે કે આત્માનું છે ?
દાદાશ્રી : નામ તો બધું પુદ્ગલનું જ હોયને ! જેનું જેનું નામ પડે એ પુદ્ગલ.
પ્રસનકર્તા : તમે એક વખત કીધેલુંને, પુદ્ગલ તો બેઈઝ છે અને આત્મા એ દર્શન છે. આત્માના જ્ઞાન માટે આ પુગલનો બેઈઝ જોઈએ.
દાદાશ્રી : હા, ખરું કહ્યું. આત્માનું અજ્ઞાન થયું છે તે પુદ્ગલને લઈને અને પુદ્ગલને લઈને જ જ્ઞાન થાય છે પાછું. પુદ્ગલનો તો આધાર છે અત્યારે તો.
પ્રશનકર્તા : એટલે આ અહંકાર ઉત્પન્ન થાય, તેવું જ્ઞાન પ્રગટ થાય ?
દાદાશ્રી : જેવો અહંકાર તેવું પેલું એ જ્ઞાન પ્રગટે. પ્રશનકર્તા : કયું જ્ઞાન ?
પુદ્ગલ બતે કેવળી ત્યારે મોક્ષ ! પ્રશ્નકર્તા : એમ કરતાં કરતાં એક વખત એવો ના આવે કે શ્યારે આપણે કમ્પ્લિટ અક્રિય થઈ જઈએ, આત્માની દૃષ્ટિએ અને પછી ચંદુલાલ અક્રિય થાય ?
દાદાશ્રી : હા, પણ અહંકારથી અક્રિય થઈ જવાનું નહીં, એની મેળે અક્રિય થવા માટે જ છેઆ માર્ગ.
પ્રશ્નકર્તા : એટલે અક્રિય થાય એ બરાબર છે ને ?
દાદાશ્રી : પણ અક્રિય થવાનું જ છે છેવટે તો. આત્માના જેવું જ પુદ્ગલને થઈ જવાનું છે. આત્માની જોડે ચાળા પાડતો હોય ને એવું કરવાનું છે પુદ્ગલ અને આજ્ઞામાં રહેવાથી એવું થઈ જશે, અક્રિય. આત્માનુભવ થયા પછી અક્રિય થશે.
કેવળીનો ફોટો પડે ત્યારે જાણવું કે આ પુદ્ગલ કેવળીનું થયું. પુદ્ગલ પણ કેવળી થાય એ મોક્ષ. અત્યારે ‘તમે’ બધા પુદ્ગલને કેવળી કરી રહ્યા છો. ‘આત્મા’ કેવળી જ છે પણ ‘તમારી” સમજણમાં કેવળી