________________
(૧૨) પુદ્ગલ અને આત્મા !
૩૯૫
૩૯૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : બધી પુદ્ગલ વસ્તુ, આત્મા સિવાયનું બધું જ.
દાદાશ્રી : એટલે આ છોડવાનું અનંતું. તમે એક આ બટાકા છોડ્યા, આ ડુંગળી છોડી, આ ફલાણી છોડી, એનો ક્યારે પાર આવે ?
ત્યાં સુધી તો આયુષ્ય ખલાસ થઈ જાય. ત્યાં સુધીમાં કશું આટલુંય ના ચાલ્યા હોઈએ. ફરી બીજા અવતારમાં હતા તેના તે જ. પાછા વૈષ્ણવને ત્યાં જન્મ થયો, તે પાછા બટાકા ખાધા જ હોય.
વોસરાવાનું હતું તે ના કર્યું અને સચોડો આત્મા જ વીસરાવી દીધો. વીસરાવાનું પુદ્ગલ હતું અને વોસિરાવ્યો આત્મા, શી દશા થાય હવે ?
ઓળખવા નથી ? ત્યારે કહે, “ના, બે જ વસ્તુ છે ને, તો મને કાંકરા એકલાની ઓળખાણ પાડો તો હું સમજી જઈશ કે આ ઘઉં.' બીજું પૂછવું ના પડે ને ?
| ‘કોણ છું' તે ઓળખી જાય, તો બાકી રહ્યું તે પુદ્ગલ. જેમ કાંકરા લઇ લે, એટલે બધા ઘઉં જ રહે. બે ઓળખાવશો નહીં, બેની ફી ક્યાં ભરીએ ? એકની ફી ભરીએ. તે આત્મા પૂરી જાણ્યો નથી, તેથી પુદ્ગલ નથી જાણ્યું. આત્મા પૂરો જાણે એટલે બીજું રહ્યું એ બધુંય પુદ્ગલ. એ ક્રમિક માર્ગમાં આત્મા પૂરો જાણવો મહામુશ્કેલ છે. એટલે તપ-ત્યાગ બધુંય કરાય કરાય કરે. આમ કરો, તેમ કરો. ઘઉં અને કાંકરામાંથી એક ના સમજણ પડે ? બેઉ જાણવું પડે ? બન્નેની ફી ના ભરવી પડે ને ? એક જ જાણવાની ફી ભરવી પડે ને ! ક્રમિક માર્ગમાં તો બન્નેની ફી ભરવી પડે, ત્યાં સુધી જણાય નહીં. ત્યાં આખોય આત્મા શી રીતે જણાય ? છેલ્લા અવતારમાં આખોય આત્મા જણાય. ત્યારે તે અવતારે તપ કે ત્યાગ કરવાનું કશું રહ્યું જ નહીં ને ! ત્યાગ કરવું એ પરસત્તાના હાથમાં છે, આપણા હાથમાં નથી. કંઇ પણ કરવું એ પરસત્તામાં છે, આપણી સત્તામાં જ નથી ને !
પુદ્ગલતે જાણે તે જ્ઞાતા ! જડ ચૈતન્યને ખેંચે તો આપણે જડથીએ ગયા ?
પુદ્ગલ પણ ચેતનને હલાવી નાખે છે. એ બહારવટિયા નથી છતાં ધ્રૂજી જાય છે. તેમાં એ રજીસ્ટર્ડ આવ્યું તો ફફડાટ ફફડાટ. પુદ્ગલનો ભય શો ? આત્મા તેવો ને તેવો જ છે. પુદ્ગલનો સ્વભાવ ચંચળ છે અને આત્માનો સ્વભાવ અચળ છે. જેટલી ચંચળતા વધે, એટલો પુદ્ગલ તરફ જાય. જેટલી સ્થિરતા વધે, તેટલો આત્મા તરફ જાય. પાંચ ઈન્દ્રિયો અને મન પુદ્ગલના બનેલા છે. તે જીત્યા જીતાય નહીં. તે ય છે અને આત્મા જ્ઞાતા છે. તે મૂઓ જડને પોતે છે તેમ માને છે. અર્થાત્ પોતે ભ્રાંતિને લઈને જ જોયને જ્ઞાતા માને છે. તે ભ્રાંતિ ભાંગે ત્યારે જીતેન્દ્રિય જીન કહેવાય. આત્મા અને પુદ્ગલનું અસ્તિત્વ જ ભિન્ન છે. અસ્તિત્વ છે તેનું વસ્તુત્વ હોય જ. ‘પુદ્ગલ'ને જ જાણવું ને સમજવું, એનું નામ ‘જ્ઞાતા.'
આત્મા જાણ્યો એને “જ્ઞાન” કહ્યું છે. જે આત્માને જાણે તે પુદ્ગલને જાણે. પુદ્ગલને જાણે તે આત્માને જાણે. બેમાંથી એકને જાણે તો બીજું જાણી લેવાય. ઘઉં ને કાંકરા બેઉ ભેગા હોય ને તેમાં કો'ક કહેશે કે ભઈ, મને આમાં કાંકરાની ઓળખાણ પાડો. ત્યારે ઘઉં કેમ
નામ કોતું ? જ્ઞાત કોતું ? પ્રશ્નકર્તા : મને તો એટલું સમજાયું છે. આત્મા અને પુદ્ગલ બે જ છે, બાકી બધું નકામું છે.
દાદાશ્રી : એ તો મેં તમને કહ્યું'તું ને, કે શુદ્ધાત્મા અને પૂરણગલન બે જ છે.
પ્રશ્નકર્તા : અરે, પણ તમે તો રોજ ત્રીજું-ત્રીજું લાવો છો ને, તો કન્ફયુઝન (ગૂંચવાડો) થાય છે.
દાદાશ્રી : પણ બીજાને બીજી રીતે સમજાવવું પડે ને, તમને જુદી રીતે સમજાવવું પડે. એટલે એક જગ્યાએ કહ્યું હોય, તે તમારે એમ પકડી લેવાનું નહીં.